Charchapatra

નજર આ તરફ પણ કરજો, સાહેબ

સાંભળો વડોદરાની વાત, કાઠીઆવાડ બધી ગુજરાત,
વર્ષે કોપ થયો વરસાદ, પાણી વરસ્યું રેલમછેલ.
વર્ષો પહેલાં સૂકી, ઓછા વરસાદની કહેવાતી સૌરાષ્ટ્ર ધરતી આ વર્ષે ગળાડૂબ. ભયાનક રેલમછેલ બની નદી ગરનાળાં ઉભરાયાં, ઘરમાં પાણી ઘૂસ્યાં. ઘરવખરી નેસ્તનાબૂદ થઈ ગઈ. તેમાં રસ્તા પર ભૂવા! દક્ષિણ ગુજરાતની હાલત સુધ્ધાં બદતર છે. પારાવાર નુકસાન ખેડૂતોને વધુ. રાજ્ય સ્થાપનાથી દક્ષિણ ગુજરાત પ્રદેશ ઉપેક્ષિત રહ્યો છે. સુરત નાણાંકીય પાટનગર છતાં તેની ખાડીઓ પ્રતિવર્ષ ઉભરાય-ગંદકી ફેલાય, અંદાજે 15000 નાગરિકો ફસાયાં. કેટલાકનો ભોગ લેવાયો. તેમાં આપણા રાજ્યમાં ચાંદીપુરા વાઈરસનો પગપેસારો ચિંતાજનક, જેઓ હાલ નેવુંના દાયકામાં જીવન ગુજારે છે તેઓ સારી રીતે જાણે છે દ.ગુ. ઉપેક્ષિત હતું, છે અને કદાચ રહેશે. એકાદ બે મુ.મંત્રી બાદ કરતાં વલણ સૌરાષ્ટ્ર-ઉ.ગુજરાત તરફ વિશેષ. નજર આ તરફ પણ કરજો સાહેબ.
સુરત     – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

લોકસભાની ચૂંટણીમાં કર્મચારી તરીકે કરેલા કામનાં મહેનતાણાનાં નાણાં કયારે મળશે?
લોકસભાની ચૂંટણીમાં પ્રિસાઈઝીંગ, પોલિંગ અધિકારી તરીકે કામ કરનાર કર્મચારીને તેના મહેનતાણાનાં નાણાં કયારે મળશે? અન્ય કામગીરી સંભાળનારને પણ હજી એ નાણાં મળ્યાં નથી. એક કર્મચારીએ સરકારી કચેરીમાં જઇ તપાસ કરી તો જવાબ મળ્યો હજી બીલ બનાવ્યું નથી. તો એ બીલ કોણે બનાવવાનું ? કયારે બનશે ? એ કર્મચારીએ ચાર વખત એનો ખાતા નંબર આપ્યો હતો. કારણ કે એ નાણાં કર્મચારીના બેંકના ખાતામાં જમા થશે પણ હજી જમા થયા નથી.

પહેલાં ચૂંટણીમાં મતદાન કાર્યવાહી પૂરી થાય તે જ દિવસે ચૂંટણીમાં ફરજ બજાવનારને રોકડા રૂપિયા આપી દેવામાં આવતા હતા. કર્મચારીએ એ નાણાં માટે કયાં સુધી રાહ જોવાની? દેશના પ્રધાનમંડળની રચના થઇ ગઇ. સૌ મંત્રીઓ, વડા પ્રધાન સહિત સૌ પોતાનું કામ કરતાં પણ થઇ ગયા છે તે પગાર પણ લેતા થઇ ગયા. અગાઉ રાજ્યની વિધાનસભા કે અન્ય ચૂંટણીમાં પણ નાણાં આપવામાં વિલંબ થયો હતો. તો એ નાણાં સત્વરે ચૂકતે કરવા જોઇએ. કાર્ય ઝડપથી થશે ખરું?
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top