દેશની જનતાએ ભ્રષ્ટાચારથી ત્રાસીને 2014માં કેન્દ્રની કોંગ્રેસ સરકારને ઘરભેગી કરી મોદીની ભાજપ સરકાર બનાવી. હવે એના રાજમાં તો ભ્રષ્ટાચાર આસમાને ચડયો છે. પ્રજા નહીં સમજે તો મરવાની છે. તાજેતરમાં કર્ણાટકમાં રાજ્યના બાંધકામ વિભાગનો એક કલાર્ક પકડાયો. જેની પાસેથી 30 કરોડ રોકડા- 24 મકાન- 4 પ્લોટ- 4 લક્ઝરી કાર- 3kg સોનું- 40 kg ચાંદી મળી આવી. બીજી એક IAS મહિલા અધિકારી પકડાઈ. તેને ત્યાંથી 70 કરોડ રોકડા-20 બંગ્લા- 40 એકર જમીન- 10kg સોનું- 7 લક્ઝરી ગાડી- 70kg ચાંદી અને અન્ય બેહિસાબી સંપત્તિના કાગળો મળી આવ્યા. વધુ તપાસ ચાલુ છે. હવે વિચારો, દેશમાં કેટલી લૂંટ ચાલતી હશે? આ તો સરકારી કર્મચારીઓ પકડાય છે. તમારા દેશપ્રેમી નેતાઓ કેટલું લૂંટતા હશે? હાલમાં જ દેશના CAG દ્વારા બિહાર સરકારની જાંચ કરતો એક અહેવાલ બહાર પડાયો જેમાં દર્શાવ્યા મુજબ બિહારને ફાળવેલા અબજો રૂ.માંથી 70,000/- કરોડ રૂ.નો હિસાબ મળતો નથી! એ ક્યાં ગાયબ થઈ ગયા? તમામ નેતાઓ ચૂપ છે! પ્રજા જાગે એ જરૂરી છે.
પાલનપુરપાટિયા, સુરત-જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.