Business

શા માટે ભારતીયો લંડનમાં ધડાધડ મિલકત ખરીદી રહ્યાં છે? ખુદ અંગ્રેજો પણ પાછળ રહી ગયા

નવી દિલ્હીઃ (New Delhi) લંડન (London) યુકેની રાજધાની છે. અહીં ભારતીયોનો દબદબો દિવસેને દિવસે વધી રહ્યો છે. જો લંડનમાં પ્રોપર્ટીના માલિકોની (Property Owners) વાત કરીએ તો અહીં ભારતીયો અંગ્રેજો કરતાં પણ આગળ છે. લંડનમાં સૌથી વધુ પ્રોપર્ટીના માલિકોમાં ભારતીયોનો સમાવેશ થાય છે. ભારતીયો વર્ષોથી ત્યાં રહે છે. લંડનમાં મિલકત ધરાવતા ભારતીયોમાં પેઢીઓથી યુકેમાં રહેતા લોકો, એનઆરઆઈ, અન્યત્ર રહેતા રોકાણકારો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ માટે યુકેમાં જતા પરિવારોનો સમાવેશ થાય છે. ભારતીયો પછી લંડનમાં બ્રિટિશ અને પાકિસ્તાની (Pakistan) બીજા નંબરના સૌથી મોટા પ્રોપર્ટીના માલિક છે. લંડન સ્થિત રેસિડેન્શિયલ ડેવલપર બેરેટ લંડને આ જાણકારી આપી છે. આ ભારતીય રોકાણકારો ઈંગ્લેન્ડ અને ભારત બંનેમાં રહે છે. આ લોકો રાજધાની લંડનમાં એક બે અથવા ત્રણ બેડરૂમના એપાર્ટમેન્ટ માટે 290,000-450,000 GBV ખર્ચ કરવા પણ તૈયાર છે.

  • લંડનમાં પ્રોપર્ટીના માલિકોની વાત કરીએ તો અહીં ભારતીયો અંગ્રેજો કરતાં પણ આગળ છે
  • ભારતીયો પછી લંડનમાં બ્રિટિશ અને પાકિસ્તાની બીજા નંબરના સૌથી મોટા પ્રોપર્ટીના માલિક છે
  • ખાસ વાત એ છે કે લંડન અને મુંબઈમાં પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવ લગભગ સમાન છે તેમજ એક સમાન કાનૂની વ્યવસ્થા વ્યવહારોને ઓછી જટિલ બનાવે છે

ભારતીય રોકાણકારો તરફથી પ્રોપર્ટીની ભારે માંગ
બેરેટ લંડનના ઇન્ટરનેશનલ સેલ્સ એન્ડ માર્કેટિંગ ડિરેક્ટર સ્ટુઅર્ટ લેસ્લીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે અમે ભારતીય રોકાણકારો તરફથી લંડનમાં પ્રોપર્ટી ખરીદવા માટે ભારે માંગ જોઈ રહ્યા છીએ. તેઓ સ્થિર અને લાંબા ગાળાના પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કરવા માંગે છે. લંડનની બહારના અમારા મોટાભાગના ઉત્પાદનો સ્થાનિક યુકે ખરીદદારો દ્વારા ખરીદવામાં આવે છે જેઓ આ મિલકતો ખરીદે છે અને તેમાં રહે છે.

ભારતીય ખરીદદારોની સંખ્યામાં વધારો
તેમણે જણાવ્યું કે આ વર્ષે અમે ભારતીય ઘર ખરીદનારાઓની સંખ્યામાં વધારો જોઈ રહ્યા છીએ. આ ફોરેન માર્કેટ પ્લેયર્સનો હિસ્સો 7-8 ટકા છે. નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ ભારતના 10% UHNWIs 2022 માં નવું ઘર ખરીદવાની યોજના ધરાવે છે. તેઓ સ્થાનિક બજારમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

ભારતીયોને લંડન આવવું કેમ ગમે છે?
લંડન એક નાણાકીય અને શૈક્ષણિક કેન્દ્ર છે. રોકાણકારો માટે તે એક મહત્વપૂર્ણ વૈશ્વિક પ્રવેશદ્વાર પણ છે. આ શહેર ભારતીય રોકાણકારો અથવા ઘર ખરીદનારાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. ખાસ વાત એ છે કે લંડન અને મુંબઈમાં પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવ લગભગ સમાન છે. તેમજ એક સમાન કાનૂની વ્યવસ્થા વ્યવહારોને ઓછી જટિલ બનાવે છે. આ જ કારણ છે કે ભારતીય ગ્રાહકો લંડનમાં પ્રોપર્ટી પસંદ કરે છે.

વર્ષોથી ભારતીય લંડન પ્રોપર્ટીના મોટા ગ્રાહકો
એવું નથી કે ભારતીયોએ તાજેતરમાં લંડનમાં પ્રોપર્ટી ખરીદવાનું શરૂ કર્યું છે. ઘણા વર્ષોથી ભારતીયો લંડનમાં પ્રોપર્ટીના મોટા ગ્રાહકો છે. યુરોપીય સંઘના જનમત સંગ્રહ દરમિયાન પ્રોપર્ટીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ઑક્ટોબર 2019 ની વચ્ચે પ્રાઇમ સેન્ટ્રલ લંડન પ્રોપર્ટીમાં લગભગ 20 ટકાનું ભારે ડિસ્કાઉન્ટ હતું. તે સમય દરમિયાન પણ ભારતીયોએ લંડનમાં મોટા પ્રમાણમાં મિલકત ખરીદી હતી. એક રિપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે લંડનમાં સુપર પ્રાઇમ ખરીદનારાઓની સરેરાશ ઉંમર ઘટી છે.

Most Popular

To Top