વડોદરા,: શહેરની મોટાભાગની સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં ફાયર વિભાગની લોલમલોલ જોવા મળી રહી છે.શહેરના જેલ રોડ પર આવેલ નર્મદા ભુવન હાજરીની સંખ્યામાં અરજદારો-પક્ષકારો આવે છે. જ્યાં જનસેવા કેન્દ્ર ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ,એસીબી, મામલતદાર સહિત રાજ્ય સરકારની કચેરીઓ આવેલી છે ત્યાં પણ ફાયરના ગેસ સિલિન્ડરો એક્સપાયરી વાળા છે. શહેરના મોટા ભાગની સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં ફાયરના મુદ્દે સુરક્ષિત છે વડોદરા શહેરના મોટા ભાગની સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં ફાયરના મુદ્દે અસુરક્ષિત છે.
જે સરકારી કચેરીઓમાં હજારોની સંખ્યામાં અરજદારોને અને પક્ષકારો આવતા હોય છે. શહેરમાં ધમધમતો હોય તેઓ નર્મદા ભુવન માં શહેર અને જિલ્લામાંથી હજારોની સંખ્યામાં અરજદારો અને પક્ષકારો આવે છે. નર્મદા ભુવન ની બિલ્ડિંગમાં જન સેવા કેન્દ્ર ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એસીબી, સીઆઇડી ક્રાઇમ ,આઈ બી, મામલતદાર કચેરી, સ્ટેમ્પ વેલ્યુ ડિપાર્ટમેન્ટ સહિત રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ આવેલી છે. જ્યાં દિવસ અરજદારો શહેર અને જિલ્લામાંથી અવરજવર કરતા હોય છે. જિલ્લાના મજબૂર રીના અરજદારો ઓફિસ ખુલતા પહેલાં પાર્કિંગમાં બેસતા હોય છે. આવી હાઇરાઈઝ ટાવર ની અંદર સિસ્ટમ લાગે છે તે જોવાની કાર્યરત છે કે નહીં જે કન્સલ્ટનર કર્યા બાદ પાલિકાના ફાયર વિભાગની જવાબદારી હોય છે. ઇન્સ્પેક્શન કર્યા બાદ ફાયર સિસ્ટમ ચાલુ છે કે નહીં તેનો આખરી રિપોર્ટ ફાયર વિભાગને આપવાનો હોય છે.
હાઇકોર્ટના આદેશનું પાલન ગુજરાતના બધા શહેરને લાગુ પડે છે
ફાયર વિભાગે વડોદરા શહેરની 181 સરકારી કચેરીને નોટિસ આપી છે. હાઇકોર્ટની સુચના બાદ અમદાવાદ શહેર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે અને જે પણ સરકારી અર્ધસરકારી કચેરી ,હાઇ રાઈઝ બીલડીગ, હોટલ રેસ્ટોરન્ટ, કંપની ,બેંક ,ઇન્સ્યોરન્સ કંપની વગેરે ચેકિંગ કર્યા બાદ ફાયર noc ના હોય કે ફાયરના ગેસ સિલિન્ડર એસપાયરી વાળા હોય તો તેને સિલ મારવાની પણ કામગીરી ચાલી રહી છે અને તે રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તેમના વકીલ તે હોય કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરાવે છે.
સરકારી કચેરીઓમાં પબ્લિક રેકોર્ડ હોય છે જે ખૂબ મહત્વના હોય છે
આગની દુર્ઘટના કહીને આવતી નથી. સરકારી કચેરીઓમાં પબ્લિક રેકોર્ડ હોય છે જે ખૂબ મહત્વના હોય છે .વર્ષોથી જૂના રેકોર્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ને સાચવણી કરવાના હોય છે. સરકારી કચેરી પાસે પોતાનો રેકોર્ડ રૂમ હોતો નથી . અગાઉ કલેકટર કચેરીમાં બે વખત આગ લાગી હતી તેમાં મહત્વના રેકોર્ડ બળીને ખાક થઇ ચુક્યા હતા. જે સરકારી અને અર્ધસરકારી બિલ્ડીંગ ખખડધજ થઈ ગઈ છે ૪૦ વર્ષથી વધુ સમય થઈ ગઈ છે તેની મેન્ટેનન્સ ની જવાબદારી હોય છે તેની ચેક કર્યા બાદ જવાબદારી ફાયર વિભાગની હોય છે.