National

લોકસભામાં અમિત શાહે જમ્મુ-કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ રજૂ કરતા આપ્યું આ મોટું નિવેદન

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રનો (Winter session) આજે બીજો દિવસ છે. સંસદના બીજા દિવસે ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) આજે લોકસભામાં જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 પર વિચારણા અને પસાર કરવા માટે એક બિલ રજૂ કર્યું હતું. લોકસભામાં જમ્મુ અને કાશ્મીર બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે એક દેશમાં બે વડાપ્રધાન, બે બંધારણ અને બે ધ્વજ કેવી રીતે હોઈ શકે? જેમણે આવું કર્યું તેમણે ખોટું કર્યું. પીએમ મોદીએ તે સુધાર્યું છે.” અમે 1950 થી કહી રહ્યા છીએ કે દેશમાં ‘એક વડા, એક પ્રતીક, એક બંધારણ’ હોવું જોઈએ અને અમે તે કર્યું.”

કલમ 370 ની જોગવાઈઓ અનુસાર, સંસદને જમ્મુ અને કાશ્મીર અંગે સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સંબંધિત કાયદો બનાવવાનો અધિકાર હતો, પરંતુ અન્ય કોઈપણ વિષય સાથે સંબંધિત કોઈપણ કાયદાને લાગુ કરવા માટે, કેન્દ્રને રાજ્ય સરકારની મંજૂરી લેવી પડતી હતી. હતી. ભારતની સંસદ જમ્મુ અને કાશ્મીરને લગતા કાયદા મર્યાદિત વિસ્તારમાં જ બનાવી શકે છે. અનુચ્છેદ 370 ને કારણે, ભારતીય બંધારણની મોટાભાગની કલમો જમ્મુ અને કાશ્મીર રાજ્યને લાગુ પડતી ન હતી. ભારતના અન્ય રાજ્યોના લોકો જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકતા ન હતા. કેન્દ્રીય માહિતી અધિકાર કાયદો પણ આ રાજ્યમાં લાગુ પડતો નથી.

Most Popular

To Top