Gujarat

8 મનપામાં રાત્રી કફર્યુનો સમય વધારી 11થી સવારના 5 વાગ્યા સુધી કરાયો

ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં કોરોનાના (Corona) કેસો વધીને 111 સુધી પહોંચી જતાં સરકાર ચિંતિત બની જવા પામી છે. ગુજરાતના (Gujarat) માથે કોરોનાની ત્રીજી લહેરનું (Thired Wave) જોખમ વધી જવા પામ્યું છે. બીજી તરફ આવતીકાલે ક્રિસમસની ઉજવણી (Christmas Celebration) માટે યુવકો – યુવતીઓ મોટી સંખ્યામાં બહાર નીકળે તેવી સંભાવના જોતાં સરકારે આજે મહત્વનો આદેશ બહાર પાડીને હવે રાત્રી કફર્યુનો સમય વધારીને રાત્રીના 1 વાગ્યાને બદલે હવે રાત્રીના 11 થી વહેલી સવારના 5 વાગ્યા સુધી કર્યો છે. આ સંદર્ભમાં ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન (Notification) બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ રાજ્યમાં તમામ દુકાનો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તેમજ પોલીસ તરફથી જબરદસ્ત કડકાઈ કરવામાં આવશે. રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકાર દ્વારા 4 દિવસનુ નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

ક્રિસમસથી અમલ શરૂ, આ નિર્ણય 31મી ડિસે. સુધી અમલમાં રહેશે

અગાઉ ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાં રાત્રી કફર્યુ 31મી ડિસે. સુધી લંબાવ્યો છે. હવે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર સહિત 8 મનપા વિસ્તારમાં તા.31મી ડિસે. સુધી રાત્રીના 11થી 5 વાગ્યા સુધીનો કફર્યુ અમલી રહેશે. ગૃહ વિભાગના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર દુકાનો, રેસ્ટોરેન્ટસ, વાણિજ્યક સંસ્થાઓ, લારી, ગલ્લાઓ, શોંપિગ કોમ્પલેકસ, માર્કેર્ટિગ યાર્ડ, અઠવાડિક ગુર્જરી બજાર, હાટ, બ્યૂટી પાર્લર તેમજ વ્યાપારિક ગતિવિધિ હાલ રાત્રીના 12 વાગ્યા બદલે હવેથી રાત્રીના 11 વાગ્યા સુધી સુધી ખુલ્લી રાખી શકાશે.

રાજ્યમાં ગઈકાલે 180 દિવસ બાદ કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા હતા. ગુરુવારે 111 નવા કેસ નોંધાયા હતા તથા 2 કોરોના દર્દીના મોત નીપજ્યાં હતાં. સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ વધી 30 થયા હતા. વડોદરામાં એક જ દિવસમાં 7 નવા કેસ નોંધાયા હતા. કેસોમાં વધારો થતા ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે ફરી કડક નિયંત્રણો લાગુ કરવાની તૈયારીઓ આરંભી છે. ભારતમાં ઓમિક્રોનના 358 કેસ નોંધાયા છે. ઓમિક્રોન 17 રાજ્યોમાં ફેલાય ગયો છે. મહારાષ્ટ્રમાં 88, દિલ્હીમાં 67, તેલંગાણામા 38, તમિલનાડુમાં 34, કર્નાટકમાં 31, ગુજરાતમાં 30, કેરલમાં 27, રાજસ્થાનમાં 22, હરિયાણામાં 4, ઓડિશામાં 4, જમ્મુ કશ્મીરમાં 3, બંગાળમાં 2, આંધ્રપ્રદેશમાં 2, ઉત્તર પ્રદેશમાં 2, ચંદીગઢમાં 1, લદ્દાખમાં 1 તેમજ ઉત્તરાખંડમાં 1 કેસ નોંધાયા છે. આ અગાઉ મઘ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશમાં રાત્રિ કફર્યુ જાહેર કરાયું હતું.

Most Popular

To Top