ઠાસરા, તા.28
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામમાં પંચાયતની હદમાં વૃક્ષોનું નિકંદન કાઢી લાકડાનું વેચાણ કરવાનો કારોબાર ચાલી રહ્યો છે જે જગ્યા નેશની સ્કૂલ મારૂતિ હાઈસ્કુલના પાછળના ભાગમાં જે ગ્રામ પંચાયતનું જંગલ વિસ્તારમાં લાકડા કાપવાનો પૂરજોશમાં લુખ્ખા તત્વોનો કરી રહ્યા છે.
નેશ ગામમાં પંચાયતની હદમાં આવેલ ખુલ્લેઆમ મોટા પ્રમાણમાં લીલા વૃક્ષોનું છેદન થયું છે. નેશ ગામમાં આવેલ મારુતિ હાઈસ્કુલની પાછળના ભાગમાં આવેલ પંચાયતની ગૌચર જમીનમાં વાવેલા લીલા તથા અન્ય ઝાડ કોઈ અજાણ્યા ઈસમો કાપી જતા પર્યાવરણ પ્રેમીમાં રોશની લાગણી જોવા મળી હતી. ગ્રામજનો આવનાર સમયમાં રાજ્યના મુખ્યમંત્રીને મળવા ગાંધીનગરમાં જશે. ગામના પૂર્વ સરપંચ દ્વારા અનેકવાર ગ્રામ પંચાયતમાં આ બાબતની રજૂઆત કરાઈ પરંતુ પંચાયત દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે.
ઠાસરાના નેશની ગૌચર જમીનમાંથી વૃક્ષછેદન કરાતાં સ્થાનિકોનો હોબાળો
By
Posted on