Vadodara

ફતેપુરા પૌવાવાળી ગલીમાં વિધર્મીને દુકાન વેચાતા 120 મિલકતોની ચાવી કલેક્ટરને સોંપવા સ્થાનિકોની ચીમકી

વડોદરા: ફતેપુરા મેઈન રોડ ઉપર આવેલ પૌવા વાળાની ગલીમાં વધુ એક વખત વિધર્મીને દુકાન વેચવાનો મુદ્દો સળગ્યો છે. આ વિસ્તારમાં આવેલ હીરાલાલ હરિલાલ મોદી નામની દુકાન વીધર્મી વ્યક્તિને વેચવા અંગે કલેકટર તરફથી અશાંતધારાની પરવાનગી આપવામાં આવી ન હતી. કોરોનાકાળ દરમિયાન દુકાન ખરીદનારે અન્ય વિસ્તારના સાક્ષીઓ ઊભા કરી અદાલતમાંથી દુકાન ઉપર કબજો મેળવી લીધો છે. વડોદરા કોર્પોરેશનએ દુકાન ઉપર મિલકત જર્જરિત હોવાની નોટિસ ચીપકાવતા સ્થાનિકો દુકાન માલિક તરીકે વિધર્મી યુવકનું નામ જોઈ ચોકી ઉઠ્યા હતા.

જેથી સ્થાનિકોએ હાઈકોર્ટના નિર્દેશ મુજબ નીચલી કોર્ટમાં ફરી એક વખત પિટિશન કરતાં કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજ સોમવારના રોજ નારાજગી સાથે એકત્ર થયેલ સ્થાનિકોએ ભારે હોબાળો મચાવી વિસ્તારની 120 મિલકતોની ચાવી વડોદરા જિલ્લા કલેક્ટરને સોંપવાની ચીમકી ઉચ્ચારી છે. બનાવના પગલે સ્થળ પર સ્થાનિક કાઉન્સિલર, માજી કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થતાં પોલીસે પરિસ્થિતિ સંભાળી હતી.

Most Popular

To Top