વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવમાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. શહેરીજનો પાણીનો વેરો પાલિકામાં ભરે છે તથા પાલિકા દ્વારા પાણી પૂરતા પ્રમાણમાં શહેરીજનોને મળતું નથી જેથી પાલિકાની પોલ ખુલ્લી પડી જોવા મળી રહી છે. તમે શહેરમાં જ્યાં જુવો ત્યાં પીવાના પાણીની સમસ્યા મોટાભાગે જોવા મળી રહી છે. ત્યારે આજ રોજ કિશનવાડી વિસ્તારનાં રહીશો દ્વારા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પાલિકા સામે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
છેલ્લા દોઢ મહિનાથી શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલ જલારામ નગરમાં પીવાનું પાણી મળતું નથી. અને જયારે મળે છે ત્યારે દોઢું પાણી વિસ્તારનાં લોકોને મળી રહ્યું છે. જેથી આજ રોજ કિશનવાડી વિસ્તારનાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા પાલિકા સામે સુત્રોચ્ચાર કર્યા હતા. વધુમાં વિસ્તારનાં લોકોએ તો જણાવ્યું હતું કે જો અમે પાલિકા પાણી વેરો ભરીએ છીએ તો અમે પૂરતા પ્રમાણમાં વેરાનું વળતર કેમ આપતા નથી. પાલિકા દ્વારા તો આવીસ્તારની પાણીની લાઈન પણ કાપી ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે અમે જયારે કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી હતી તે સમયે જ અમે તેમને ખોદકામ કરવાનું ના પાડી હતી છતાં પણ તે લોકોએ ખોદકામ કર્યું અને અમારા પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. પાલિકા તો કેટલીક વાર પાણીનું સેમ્પલ પણ લઇ ગયા હતા છતાં પણ આ સમસ્યાનું કોઇપણ નિરાકરણ આવતું નથી અને અમને સમસ્યાનો કોઈ સામનો કરવો પડે છે.
તે વિસ્તારમાંથી પસાર થવા માટે પણ વિસ્તારનાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારનાં સ્થાનિક લોકોએ આ મુદ્દે કેટલીક વાર પાલિકામાં રજૂઆત કરી છે છતાં પણ પાલિકાનો કોઇપણ અધિકારી કે નગરસેવક અહિયાં ડાફોળીયા મારવા પણ આવતું નથી. વિસ્તારનાં લોકોએ વધુમાં જણાવ્યું હતું કે જો અગામી સમયમાં આનું કોઇપણ નિરાકરણ નહી આવે તો અમે પાલિકાની કચેરી પર ઉપવાસ પર બેસીસું અને પાલિકાના નગરસેવકોની હાય હાય બોલાવીશું તેમ જણાવ્યું હતું.
4થી 5 વાર લાઈન ખોદીને જતા રહ્યા છે પણ કોઈ નિરાકરણ આવતું નથી
અમે આ મુદ્દે કેટલીક વાર અમારા વિસ્તારનાં નગરસેવકોને જાણ કરી છે છતાં પણ અહિયાં સુધ્ધા જોવા પણ આવતા નથી. પાણીના સેમ્પલ પાલિકા દ્વારા ચાર થી પાંચ વાર લઇ ગયા છતાં પણ અમને ગંધુ અને કાળું પાણી જ મળે છે અમારી સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. જો અગામી સમયમાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહી આવે તો અમે પાલિકાની કચેરી પર ઉપવાસ પર બેસીને આંદોલન કરીશું. -પ્રવીણસિંહ દરબાર, સ્થાનિક
કામગીરી હાલ ચાલુ છે ટુંકાગાળામાં નિરાકરણ આવી જશે…!
આ એજ રહીશો છે કે જેમને અગાઉ પણ વિરોધ કર્યો હતો અને મેં જાતે જ તે વિસ્તારનાં આગેવાન સાથે વાત કરીને તે વિસ્તારમાં જે જગ્યા પર ત્રણ ચાર ફોલ્ટ મળ્યા છે તેની કામગીરી હાલ ચાલુ છે અમારી ટીમ કામગીરી કરી રહ્યા છે. ટૂંકા ગાળામાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ છે. ટીમ પણ ત્યાં સતત કાર્યશીલ છે. – ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન