લોકસભાના વર્તમાન સત્રમાં પુછાવેલ એક પ્રશ્નના જવાબમાં એવી માહિતી બહાર આવી છે કે ગુજરાતમાં 3,43,918 રખડતાં ઢોર છે અને ગુજરાતના આ બાબતે દેશમાં ચોથા ક્રમે છે. રાજસ્થાન પ્રથમ ક્રમે છે. દેશમાં રખડતાં ઢોરની કુલ સંખ્યાત 50.21 થી વધારે છે. રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરવામાં રાજય સરકાર નહેર સુધરાઇ પંચાયત પોલીસ તંત્ર નિષ્ફળ ગયા છે. અનેક જીવલેણ અકસ્માતો છતાં કોઇ પગલાં લેવાયા નથી. બે વર્ષ અગાઉ મહેસાણામાં પોતાની રીક્ષા સાફ કરી રહેલ રીક્ષાચાલકને એક આખલાએ મોતને ઘાટ ઉતારેલ. ભાવનગરમાં તાજેતરમાં એક ગૃહસ્થને રખડતાં ઢોરે અડફેટે લઇ ઇજા પહોંચાડેલ છે. સુરતના લોકો પણ આવી ઘટનાથી શહેર સુધરાઇ, પંચાયત તેમજ પોલીસને તેમને લાગુ પડતા કાનૂન હેઠળ આ બાબતે પગલા લેવાની સત્તા છે. પરંતુ એક ખાતું બીજાં ખાતાને ખો આપી પોતાની જવાબદારીમાંથી છટકવા પ્રયત્ન કરે છે. તેમાં જનતાનો મરો થાય છે અથવા પરેશાન થાય છે. લોકોની સલામતી અર્થે તંત્રે આ ત્રાસ નિવારવા કાર્યવાહી કરવી જોઇએ.
પાલનપુર -અશ્વિનકુમાર ન. કારીઆ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગુજરાતમાં રખડતાં ઢોરથી રાહદારીઓને જીવનું જોખમ
By
Posted on