નવી દિલ્હી : દિલ્હીમાં લિવ ઈન પાટર્નર (Live in Pattern) શ્રદ્ધાની વાલકરની (Shraddhani Walker) હત્યા કરનાર આફતાબ પુનાવાલાનો (Aftab Punawala) પોલીગ્રાફ ટેસ્ટનો (Polygraph Test) બીજો તબક્કો પૂર્ણ થયો છે. આગળ પણ તેનો આ ટેસ્ટ ચાલુ રહેવાની સંભાવનાઓ છે. પોલીસ સૂત્રોના મુજબ તપાસ દરમ્યાન કેટલીક એવી વાતો પણ સામે આવી હતી કે જેને જાણીને તો પોલીસ પણ આવક રહી ગઈ હતી. આફતાબે સ્વીકાર્યું હતું કે તેને શ્રદ્ધાની હત્યાનો પુરેપુરો પ્લાન ઘઢયો હતો અને તેના માટે તેણે દ્ર્શયમ ફિલ્મ ખુબ બારીકાઇથી જોઈ હતી. હત્યા બાદ શ્રદ્ધા જીવિત છે તેવું તરકટ રચી તે સોશિઅલ મીડિયા ઉપર તેના મિત્રો સાથે વાતો કરતો હતો.
સાઈકોપેથને પણ શરમાવે તેવી આફતાબની માનસિકતા
હત્યા બાદ આફતાબ શ્રદ્ધાના સોશિઅલ મીડિયા એકાઉન્ટનો સતત ઉપયોગ કરી રહ્યો હતો.તે અવારનવાર પોસ્ટ મૂકીને તેના મિત્ર વર્તૂર સાથે ટચમાં હતો. પોલીસે આ પોસ્ટ રિસીવ કરનારા શ્રદ્ધાના કેટલાક મિત્રોને પણ દિલ્હી બોલાવ્યા હતા. સાઈકોપેથને પણ શરમાવે તેવી માનસિકતા આફતાબ પુનાવાલાની હોઈ તેવું પોલીસ સૂત્રોનું કહેવું હતું.વધુમાં પોલીસ સૂત્રોનું કહેવું હતું કે આફતાબ જો પકડાતે નહિ તે તે દ્રશ્યમ-2 મુવી પણ જોવાનો હતો અને મર્ડરને ફુલ પ્રુફ અંજામ આપવાની ફિરાકમાં હતો.પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીગ્રાફ ટેસ્ટના પહેલા દિવસે એફએસેલ એક્સપર્ટ પૂછ્યું હતું કે તું શું ફિલ્મ જોઈ ને બચી સકતે,તેનો કોઈ પણ જવાબ આફતાબ આપી શક્યો ના હતો.તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેને દ્ર્શયમ ફિલ્મ નિહાળી છે તેના જવાબ આપતા તેને કહ્યું હતું કે હા મેં આ ફિલ્મ જોઈ હતી.તેના કહેવા મુજબ તેને આ ફિલ્મ જોઈને હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
શ્રદ્ધાથી ખુબ નફરત કરતો હતો આરોપી
આફતાબનો શ્રદ્ધા પ્રત્યેની નિકટતા પ્રેમ નહિ પણ માત્ર ઢોંગ જ હતો. પોલીગ્રાફ ટેસ્ટ કરી રહેલા મનોવૈજ્ઞાનિકોની ટિમનું કહેવું હતું કે,આફતાબ શ્રદ્ધાથી ખુબ નફરત કરતો હતો.સૂત્રોનું કહેવું હતું કે શ્રદ્ધાને હરવા ફરવાનો ખુબ જ શોખ હતો.આજ કારણથી આફતાબ તેને ઉત્તરાખંડ અને હિમાચલ પણ લઇ ગયો હતો.શ્રદ્ધાને ફરાવ લઇ જવાનો પણ હત્યાનો જ એક પ્લાન હતો.એ જતાવવા માંગતો હતો કે બને વચ્ચે બધું સામાન્ય ચાલી રહ્યું છે.તે ભવિષ્યના ઘડેલા પ્લાન માટે સબુતો બનાવતો હતો.જેથી તે સાબિત કરી શકે કે શ્રદ્ધા તેને છોડીને જતી રહી છે.મનોવૈજ્ઞાનિકોએ પણ એજ નિષ્કર્ષ ઉપર આવ્યા હતા કે તેને શ્રદ્ધાને ગુસ્સામાં આવીને નહિ પણ પુરેપુરા પ્લાનિંગ સાથે મોતને ઘાટ ઉતારી દીધી છે.તેને દિલ્હીથી મુંબઈ લઇ જવી તે પણ પ્લાંનિંગનો એક ભાગ હતો.તેણે કહયું હતું કે આ સમયે તેનો શ્રદ્ધાના માતા-પિતા સાથે ઝગડો થઇ ગયો હતો.
પ્રશ્નોના જવાબ ઢંગથી આપતો ન હતો
પોલીગ્રાફ ટેસ્ટના બીજા સેશનમાં દરમિયાન આફતાબને 40 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન તેને ઘણી વખત છીંક આવી હતો. જોકે આફતાબને હળવી શરદી હતી. જેના કારણે ગુરુવારે પોલીગ્રાફ ટેસ્ટ અધૂરો રહ્યો હતો. એફએસએલના સૂત્રોના જણાવ્યા અનુસાર આફતાબ મોટાભાગના પ્રશ્નોના જવાબ એક જ લાઈનમાં આપી રહ્યો હતો. સૂત્રોનું એમ પણ કહેવું છે કે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન એફએસએલ નિષ્ણાતો તમામ પ્રશ્નો હિન્દીમાં પૂછતા હતા પરંતુ આફતાબ મોટાભાગના પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં જ આપી રહ્યો હતો.