Gujarat

કેબિનેટમાં સુરતનો દબદબો: પૂર્ણેશ મોદી, વિનુ મોરડીયા, મુકેશ પટેલ અને હર્ષ સંઘવી બન્યા મંત્રી

હાઈપ્રોફાઈલ ડ્રામા બાદ આજે બપોરે 1.30 કલાકે નિર્ધારિત સમયે રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ શરૂ થયો છે. મંત્રીમંડળમાં 1 જૈન, 1 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં 8 પટેલ ધારાસભ્યોને સ્થાન મળ્યું છે. ધારણા અનુસાર ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં નો રિપીટેશનની ફોર્મ્યુલા અપનાવાઈ છે. પ્રદીપસિંહ જાડેજા, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત તમામ કદાવર નેતાઓને કેબિનેટમાં સ્થાન અપાયું નથી.

પ્રથમ તબક્કામાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલે શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીઓને શપથ લેવડાવી રહ્યાં છે. સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ શપથ લીધા. હર્ષ સંઘવી, કનુભાઈ દેસાઈ અને પ્રદીપ પરમારે પણ શપથ લીધા છે. અમદાવાદ નિકોલના જગદીશ પંચાલ, કપરાડા વલસાડના જીતુ ચૌધરી, વડોદરા શહેરના મનીષા વકીલ, મોરબીના બ્રિજેશ મેરજાએ પણ શપથ લીધા.

અર્જુનસિંહ ચૌહણ, નરેશ પટેલ સહિત 10 કેબિનેટ મંત્રીએ એક સાથે શપથ લીધા. સુરત ઓલપાડના મુકેશ પટેલ લઈ રહ્યાં છે શપથ. અરવિંદ રૈયાણી, કુબેર ડીંડોર, કિર્તીસિંહ વાઘેલાએ શપથ લીધા. નિમીષા સુથારનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરાયો. સાંજે 4.30 કલાકે કેબિનેટની બેઠકમાં નવા વરાયેલા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે.

જૂનાઢ કેશોદના દેવા માલમ અને સાબરકાંઠા પ્રાંતિજના ગજેન્દ્ર પરમાર ઉપરાંત સુરત કતારગામના વિનુ મોરડીયાએ શપથ લીધા. શપથવિધી કાર્યક્રમ પૂરો થયો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 25 નવા ચહેરાઓનો સમાવેશ કરાયો છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે આયોજિત શપથવિધિ કાર્યક્રમમાં સુરતના 4 સહિત કુલ 25 ધારાસભ્યોએ મંત્રી પદ માટે શપથ લીધા. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સુરતનો દબદબો જોવા મળ્યો છે. સુરત શહેરના 4 ધારાસભ્યોનો કેબિનેટમાં સમાવેશ કરાયો છે. કેબિનેટમાં 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ કરાયો છે.

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 10 કેબિનેટ મંત્રી

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 11 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ કરાયો છે, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા,જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ, ઋષિકેશ પટેલ, વીસનગર, પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ, રાઘવજી પટેલ, જામગનર ગ્રામ્ય, કનુભાઇ દેસાઈ, પારડી, કિરીટસિંહ રાણા, લીંબડી, નરેશ પટેલ, ગણદેવી, પ્રદીપ પરમાર, અસારવા, અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદનો સમાવેશ થાય છે.

5 રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી, મજૂરા, જગદીશ પંચાલ, નિકોલ, બ્રિજેશ મેરજા, મોરબી, જીતુ ચૌધરી, કપરાડા, મનીષા વકીલ, વડોદરા

રાજ્યકક્ષાના 9 મંત્રી

મુકેશ પટેલ, ઓલપાડ, નિમિષાબેન સુથાર, મોરવા હડફ, અરવિંદ રૈયાણી, રાજકોટ, કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર, કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ, ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ, આર. સી. મકવાણા, મહુવા, વીનુ મોરડિયા, કતારગામ, દેવા માલમ, કેશોદનો સમાવેશ કરાયો છે.

Most Popular

To Top