વડોદરા : કેન્દ્રના હાઉસીંગ એન્ડ અરબન એફેર્સ મંત્રાલયે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અંતર્ગત દેશમાં રહેવા લાયક શહેરોમાં વડોદરાનો રાજ્યમાં ત્રીજો નંબર આવે છે અને દેશમાં આઠમો ક્રમાંક આવ્યો છે. સરકારે બહાર પાડેલા ઈઝ ઓફ લિવિંગ હેઠળ દેશભરમાંથી 111 શહેરોની પસંદગી કરવામાં આવી છે.
દેશમાં રહેવા માટે મોટા શહેરોમાં બેંગલુરુ અને નાના શહેરોમાં શિમલા સૌથી શ્રેષ્ઠ શહેર છે. અગાઉ નિયત કરેલા માપદંડના આધારે મૂલ્યાંકન કરી ત્રણ વર્ષ બાદ જેમાં 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ અમદાવાદ, બીજા નંબરે સુરત અ્ને ત્રીજા નંબરે વડોદરા આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે ઈઝ ઓફ લિવિંગને વધુ સારુ બનાવવા ભારે મૂક્યો છે. સરકાર શહેરી વિકાસ પર ખર્ચનું નિર્ધારણ પણ આ યાદીને ધ્યાનમાં રાખીને કરે છે. પ્રથમ વખતે 2018માં ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ બહાર પાડવામાં આવ્યો હતો.
વડોદરા જ કેમ રહેવા લાયક છે એ અંગે પ્રત્યાધાત આપતા એમ.એસ.યુનિ.ના સેનેટ સભ્ય અને ટેકનોલોજી ફેકલ્ટીના પ્રાધ્યાપક ડો.નિકુલ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર હાઉસિંગ એન્ડ અર્બન એફેર્સ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી હરદીપસિંગ પુરી દ્વારા આજે તા.4 માર્ચ 2021ના રોજ ઈઝઓફ લિવિંગ ઈન્ડેક્ષ 2020 જાહેર કરેલ છે.
જેમાં વડોદરાનો 59.24 માર્ક સાથે દેશમાં આઠમા ક્રમે અને ગુજરાતમાં ત્રીજા ક્રમે આવે છે. આખા દેશમાં 111 શહેરો જેની વસતી 10 લાખ કરતા વધારે હોય અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં આવરી લીધા હોય તેવા શહેરોની ગણતરી કરવામાં આવી છે. તેના માપદંડ માટે 30 ટકા લોકોના અિભપ્રાયથી બને છે અને બીજા 70 ટકા માર્ક શિક્ષણ, હેલ્થ, હાઉસીંગ, સાફ સફાઈ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સુરક્ષઆ અને રોજગારની તકો સહિતના 15 જેટલા માપદંડને આધિન યાદી હોય છે.
વડોદરા સહિત સુરત અને અમદાવાદ શહેર ઉપરોક્ત માપદંડોમાં આવરી લેવાયા હોવાથી ઈઝ ઓફ લીવીંગ ઈન્ડેક્ષમાં સૌથી સારા રહેવા લાયક શહેરોની યાદીમાં સાચવવામાં આવ્યા છે.