રાજપીપળા: બુટલેગરો દારૂની (Liquor) હેરાફેરી માટે અવનવી તરકીબો આજમાવતા હોય છે. સાગબારા (Sagabara) પોલીસે (Police) મહારાષ્ટ્રથી લાવવામાં આવતો દારૂ ઝડપી પાડ્યો હતો, જેમાં બુટલેગર દ્વારા તદ્દન નવી તરકીબ અપનાવવામાં આવી હતી. જેમાં ઇલેક્ટ્રિક ટીસી જેવા પતરાનાં બોક્સ બનાવી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી. પોલીસે બે આરોપીની અટકાયત કરી હતી. સાથે ટેમ્પો નં.(GJ 01 JT 7228)માં સંતાડેલો 7,17,600નો દારૂ તથા મોબાઇલ ફોન ટી.સી. જેવા દેખાવવાળી લોખંડની પેટીઓ નંગ-૧૬ કિંમત રૂ.૩૨,૦૦૦ તથા ટેમ્પો કિં.રૂ.60,000 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.1354600 સાથે બે આરોપી (1) અનવર સલીમ ખાન અને (2) રીહાન સલીમ ખાનને પકડી પાડ્યા હતા. તેમજ વોન્ટેડ આરોપી હરીશભાઇ પટેલ વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
બગુમરામાં ખેતરમાંથી 1.80 લાખનો દારૂ ઝડપાયો, ત્રણ વોન્ટેડ
પલસાણા: ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે પલસાણાના ત્રણ બુટલેગરે મંગાવેલો 1.80 લાખનો દારૂ કાર્ટિંગ થાય એ પહેલા જ બગુમરાથી એક પડતર ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો.ગ્રામ્ય એલસીબી પેટ્રોલિંગમાં હતી. એ વેળા દારૂની બાતમી મળતાં બગુમરા ગામની સીમમાં હરીશભાઇ છાણીયાભાઇ પરમારના પડતર ખેતરમાં રેડ કરી હતી. જ્યાં એક મહિન્દ્રા કંપનીની પિકઅપ ઉપર બનાવેલી રિકવરી ક્રેઇન નં.(MH-48-BM-7398)માં પાછળના ભાગે ખાનાં બનાવી તેમાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લવાયો હતો.
વધુ તપાસ પલસાણા પોલીસે હાથ ધરી છે
અને રિકવરી ક્રેઇનમાંથી કાઢીને સગેવગે કરાતો હતો. આ બનાવમાં કિં.રૂ. 180300નો દારૂ એલસીબીએ ઝડપી પાડ્યો હતો અને ત્રણેય આરોપી આકાશ રાજુ રાઠોડ, સંજય છના રાઠોડ અને પલસાણાના કારેલીમાં રહેતો મીહીર પરમાર નાસી જતાં જિલ્લા એલસીબીએ મહેન્દ્ર પિકઅપ ક્રેઇન કિંમત 3 લાખ સાથે કુલ મુદ્દામાલ 4,80,300નો માલ ઝડપી પાડી નાસી જનાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ પલસાણા પોલીસે હાથ ધરી છે.
ઝંખવાવથી દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
વાંકલ: માંગરોળના ઝંખવાવથી દારૂના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝંખવાવ પોલીસને બાતમી મળી હતી કે, ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાનો નાસ્તો ફરતો આરોપી બિલાલ અનવર મુલતાની (રહે., ઝંખવાવ, માંગરોળ) ગોડબારથી ઝંખવાવ ગામ તરફ જવાના માર્ગ પરથી એક્ટિવા લઈને પસાર થનાર છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે આરોપી વન વિભાગની નર્સરી પાસે આવતાં તેને ઝડપી લીધો હતો. આરોપી વિરુદ્ધ ઉંમરપાડા અને માંગરોળ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા હતા. જ્યારે સોનગઢ તાલુકા પોલીસમથકમાં પશુ ઘાતકીપણાનો એક ગુનો નોંધાયેલો હતો. ઝંખવાવ પોલીસે આરોપીને હાલ ઉંમરપાડા પોલીસને હવાલે કર્યો છે.