Madhya Gujarat

દારૂખાનાના પરવાના માટે અરજી કરવા તાકીદ

ખંભાત : ખંભાત તાલુકામાં દિવાળીના તહેવારો દરમિયાન છૂટક દારૂખાનું વેચવા માટેનો હંગામી પરવાનો મેળવવા ઇચ્છતા વેપારીઓએ તૈયાર દારૂખાનું વેચવા માટેનો હંગામી પરવાનો જરૂરી દસ્તાવેજી પુરવાઓ સાથેની સંપૂર્ણ વિગતો સાથેની નિયત નમૂનામાં અરજી 20મી ઓક્ટોબર,21 સુધીમાં ત્રણ નકલમાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને મોકલી આપવા તાકીદ કરાઇ છે. ખંભાત એસડીએમના જણાવ્યા મુજબ, નિયત નમૂનાની અરજી ઉપર રૂા. ૩/-ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલી હોવી જોઇએ.

આ ઉપરાંત અરજી સાથે ચલણ, ઉંમરનો પુરાવો, વેપારની જગ્યાની માલિકીનો પુરાવો તથા જો જગ્‍યા ભાડાની હોય તો ભાડા કરાર, ભાડે દુકાન આપનાર માલિકનો સંમિતપત્ર, ફાયર સેફટીની વ્‍યવસ્‍થા અંગેનું ફાયર સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટનું પ્રમાણપત્ર, સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનનું પ્રમાણપત્ર અને સૂચિત સ્‍થળની ૧૫ મીટરની ત્રિજયામાં આવેલા અન્‍ય દુકાનોના ધંધાના પ્રકાર, શાળા, કોલેજ, હોસ્‍પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઇમારતો આવેલી હોય તો તેની સ્‍પષ્‍ટ વિગતો દર્શાવવી ફરજીયાત છે. અત્રે ઉલ્લેખીય છે કે, આણંદમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ તંત્ર દ્વારા કડક  રીતે નિયમોનું પાલન થાય તેવું પ્રજાજનો પણ ઇચ્છી રહ્યાં છે.

Most Popular

To Top