વડોદરા: શહેરના સિંધરોટ ભીમપુરા રોડ ખાતે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો ગેલન પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. ભર ઊનાળે ચોમાસું જેવો માહોલ સર્જાયો હતો. એક બાજુ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય અને બીજી બાજુ કોર્પોરેશનની પાણીની ટાંકી પાસે જ પાણીનો વ્યવ થઈ રહ્યો છે. દીવા તળે અંધારું હોય તેવું જોવા મળી રહ્યું છે. ઉનાળાના સમયમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડવાના બનાવો બન્યા છે તેના કારણે રોજ હજારો લિટર પીવાના ચોખ્ખા પાણીનો વ્યય થાય છે. વડોદરા શહેરના સિંધરોટ ભીમજપુરા રોડ ખાતે ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ ની બેદરકારી દ્વારા પીવાના પાણીમાં ભંગાણ સર્જાયું હતું. તેના કારણે લાખો ગેલન પીવાનું ચોખ્ખું પાણી રોડ પર વેડફાટ થઈ ગયો હતો. પીવાનું ચોખ્ખું પાણી કોતર અને ખેતરોમાં ઘુસી જતા તળાવ જેવો માહોલ સર્જાયો હતો. રોડ પાણીનો ભરાવો થઈ જતા વાહનચાલકો પરેશાન થઇ ગયા હતા. જોકે ત્યારબાદ પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા તેની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીનો ખોટી રીતે વેડફાટ થતા ઉનાળાના સમયમાં પીવાના પાણીના ધાંધિયા શરૂ થઈ જશે.ખોદકામ કરતી વખતે કોન્ટ્રાક્ટર ના કર્મચારી અને બેદરકારીના કારણે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે.
સિંધરોટ ભીમપુરા રોડ પર લાઈનમાં ભંગાળ, લાખો ગેલન પાણીનો વ્યય
By
Posted on