SURAT

લિંબાયતમાં ઝુડીયો શો રૂમમાં અજાણ્યો 1 લાખ રૂપિયા લઈ રૂ.100 ના બંડલ આપવાનું કહી છેતરી ગયો

સુરત: લિંબાયત (Limbayat) ખાતે ઝુડીઓ શોરૂમમાં (Zudio Showroom) એક અજાણ્યો મેનેજરની ઓળખથી આવીને એક લાખ રૂપિયા લઈ સાથે મેનેજરને 100 રૂપિયાના બંડલ આપવાનું કહીને લઈ ગયો હતો. એક એપાર્ટમેન્ટ પાસે ફ્લેટમાં ત્રીજા માળે પૈસા લઈ લેવાનું કહી મેનેજરને ઉપર મોકલી અજાણ્યો (Unknown) નીચેથી ભાગી ગયો હતો.મહિધરપુરા ખાતે ગલેમંડી બજાર પાસે રહેતા 24 વર્ષીય નારાયણ સુગનસિંગ રાજપુરોહીત લિંબાયત વર્ધન ટેક્સટાઇલ માર્કેટમાં ઝુડીયો શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું..

મારી સાથે ઓફિસ આવો બંડલ આપુ છું તેમ કહ્યું હતું
ગત 21 તારીખે રાત્રે તેમના શોરૂમ પર એક અજાણ્યો આવ્યો હતો. અને તેણે મેનેજર રાજેશ પટેલની ઓળખ આપી તેમની સાથે વાત થઈ હોવાનું કહ્યું હતું. અને રૂપિયા 100 ના બંડલ સામે પાંચસોનું બંડલ માંગ્યું હતું. જેથી નારાયણે 500 ના બે બંડલ આપ્યા હતા. જેની સામે 100 ના બંડલ માંગતા આજ્ણ્યાએ મારી ઓફિસ સાથે આવો બંડલ આપુ છું તેમ કહ્યું હતું. જેથી નારાયણ પૈસા લઈને તેની સાથે ગયો હતો. અજાણ્યો શોરૂમની પાસે આવેલા બીજેપી કાર્યાલયમાં લઈ ગયો હતો. ઓફિસમાં તેમના સિવાય કોઈ નહોતું. ત્યાંથી એની મોપેડ પર બેસાડીને પાછળની ગલીમાં લઈ ગયો હતો.

હમ આ ગયે હે ભાઈ કો રૂમ નંબર 301 મે ભેજ રહા હું તુમ ઉસકા પૈસા દેદે
ત્યાં લાખ રૂપિયા લઈ લીધા અને મોપેડ ઉભી રાખીને એક કોમ્પલેક્સ પાસે જઈને હમ આ ગયે હે ભાઈ કો રૂમ નંબર 301 મે ભેજ રહા હું તુમ ઉસકા પૈસા દેદે તેમ કહીને ફોન કટ કર્યો હતો. બાદમાં નારાયણને ઉપર જઈને પૈસા લઈ લેવા કહ્યું હતું. નારાયણ ઉપર ફ્લેટમાં જઈને પુછતા એક વૃદ્ધ બહાર આવ્યા હતા. અને તેમને પૈસાની કોઈ વાત ખબર ન હોવાનું કહેતા નાયારણ નીચે દોડી ગયો હતો. નીચે જઈને જોતા અજાણ્યો ગાયબ હતો. જેથી આ આંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદમાં 2.83 કરોડની છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝબ્બે કર્યો
સુરત : કાપોદ્રા પોલીસ દ્વારા 2.83 કરોડ થી વધારે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી અમદાવાદ કાલુપુરમાં છેતરપિંડી કરીને આ વેપારી સુરતમાં સંતાયો હતો. કાલુપુરમાં 2.83 કરોડની છેતરપિંડીનાગુનામાં સંડોવાયેલો આરોપી સુરતના કાપોદ્રા વિસ્તારમાં ફરી રહ્યો હોવાની બાતમી કાપોદ્રા પોલીસને મળી હતી. બાતમીને આધારે પોલીસે આરોપી વિશાલભાઇ દામજીભાઇ ખેનીને ઝડપી પાડયો હતો.અમદાવાદના કાલુપુરમાંથી બે કરોડથી વધુની છેતરપિંડી આચરનાર વેપારીને સુરતથી ઝડપી પાડવામાં આવ્યો છે.

3 જેટલા વેપારી સાથે પણ આ ચીટરે ઠગાઇ કરી હોવાનુ તપાસમાં બહાર આવ્યુ
સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી કાપોદ્રા પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે. તે બે કરોડથી વધુ કાપડનો માલ ખરીદી રૂપિયા નહીં આપી નાસી છૂટ્યો હતો અને સુરતના કાપોદ્રા ખાતે રહેતો હતો. કાપોદ્રા પોલીસે છેતરપિંડી કરનારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં કાપડના વેપારીના વિશાલ દામજીએ વિશ્વાસ કેળવીને તેને નાણા ચૂકવ્યા ન હતા. અમદાવાદ ઇકો સેલ તેને શોધી રહ્યો હતો. દરમિયાન કાપોદ્રા પોલીસને અમદાવાદ ઇકો સેલ દ્વારા ટીપ આપવામાં આવી હતી. કાપોદ્રા પોલીસે આરોપીને પકડીને અમદાવાદ ઇકો સેલને સુપરત કરનાર હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત અન્ય 3 જેટલા વેપારી સાથે પણ આ ચીટરે ઠગાઇ કરી હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે.

Most Popular

To Top