સુરત: (Surat) શુક્રવારે લિંબાયતની નુરૂ મસ્જિદમાં (mosque) જુમ્માની નમાજ (Jumma Namaz) પઢવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. મસ્જિદમાં ભીડ વધી જતા ટ્રસ્ટીઓએ વધારાના લોકોને મસ્જિદની બહાર રસ્તા પર બેસી નમાજ પઢવા બેઠાં સૂચના આપી હતી, તેથી અંદાજે 300 જેટલા લોકો જાહેર રોડ પર બેસી નમાજ પઢી રહ્યાં હતાં ત્યારે જ પોલીસ પહોંચી ગઈ હતી અને ત્યારે જાહેર રોડ પર નમાજ પઢવા બેઠેલા લોકો નાસી ગયા હતા. સોશિયલ ડિસ્ટરન્સ (Social Distance) સંદર્ભના સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ (Violation) કરી નિયમોનું પાલન નહીં કરી લોકોના સ્વાસ્થ્યમાં ચેપી રોગ કોરોના ફેલાય તેવી બેદકારી રાખવાના ગુનામાં મસ્જિદના ટ્રસ્ટીઓ સામે એપેડેમીક ડીસીઝ એક્ટ (Epidemic Diseases Act) હેઠળ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવામાં આવી છે.
આ ટ્રસ્ટીઓ પકડાયા
- અબ્દુલ ખાલીદ અંસારી (ઉં.વ. 39, રહે. મઝદાપાર્ક, લિંબાયત)
- જીઆઉલહક અહેસાનુલહક અંસારી (ઉં.વ. 43, મઝદાપાર્ક, લિંબાયત)
- મોહમ્મદસાજીદ અબ્દુલહમીદ શેખ (ઉં.વ. 41, મજદાપાર્ક, લિંબાયત)
- અસ્લમઅલી સાકેતઅલી અંસારી (ઉં.વ. 30, મજદાપાર્ક, લિંબાયત)
- અયુબ સાદીક અંસારી (ઉં.વ. 33, મજદાપાર્ક, લિંબાયત)
પોલીસ સૂત્રોએ કહ્યું કે, લિંબાયતમાં (Limbayat) મસ્જીદે નુરૂ ઈસ્લામ મસ્જિદ આવેલી છે. શુક્રવારે ઉત્તરાયણના (Uttrayan) દિવસે લિંબાયત પોલીસ (Police) રૂટિન પેટ્રોલિંગમાં (Patrolling) હતાં ત્યારે બપોરે 1.15 કલાકે નુરૂ ઈસ્લામ મસ્જિદ પાસે 300 જેટલાં લોકો રોડ બ્લોક કરી જુમ્માની નમાજ પઢતા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. પોલીસને જોઈ લોકોનું ટોળું ભાગી છૂટ્યું હતું. પોલીસે મસ્જિદના ટ્રસ્ટીઓ અબ્દુલ ખાલીદ અંસારી (ઉં.વ. 39, રહે. મઝદાપાર્ક, લિંબાયત), જીઆઉલહક અહેસાનુલહક અંસારી (ઉં.વ. 43, મઝદાપાર્ક, લિંબાયત), મોહમ્મદસાજીદ અબ્દુલહમીદ શેખ (ઉં.વ. 41, મજદાપાર્ક, લિંબાયત), અસ્લમઅલી સાકેતઅલી અંસારી (ઉં.વ. 30, મજદાપાર્ક, લિંબાયત), અયુબ સાદીક અંસારી (ઉં.વ. 33, મજદાપાર્ક, લિંબાયત)ની ધરપકડ કરી હતી.
આરોપીઓને પોલીસે જ્યારે પૂછ્યું કે લોકો રસ્તા પર કેમ નમાજ પઢતા હતા ત્યારે આરોપીઓએ એવો જવાબ આપ્યો હતો કે જુમ્માની નમાજમાં ખૂબ ભીડ થઈ જતા મસ્જિદમાં જગ્યા નહોતી, તેથી ટ્રસ્ટીઓએ જ લોકોને રસ્તા પર નમાજ પઢવા સૂચના આપી હતી. આરોપીઓએ જાહેર રોડ પર બેસાડી લોકોને નમાજ પઢવાની સૂચના આપી સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાનો ભંગ કર્યો હતો.