Columns

લાઈફ મેનેજમેન્ટ ટીપ્સ

આજે મેનેજમેન્ટ ક્લાસમાં એક ખુબ જ અનુભવી બિઝનેસમેન આવવાના હતા.૮૦ વર્ષના આ બિઝનેસમેન જીવનમાં અને ચઢાવ ઉતર જોઈ ચૂકયા હતા અને જુના નિયમો અને નવી ટેકનોલોજી બંનેને જીવનમાં અપનાવી ચુક્યા હતા બધા તેમને સાંભળવા અને તેમની પાસેથી કૈંક શીખવા આતુર હતા. બિઝનેસમેન આવ્યા અને શરુઆતમાં જ કહ્યું, ‘તમે બધા મેનેજમેન્ટ સ્ટુડન્ટ છો અને હું તો માંડ બારમી પાસ એટલે તમે મારા કરતા બિઝનેસ મેનેજમેન્ટમાં હોશિયાર જ નીવડવાના છો હું આજે બીઝનેસ મેનજમેન્ટ વિષે કોઈ વાત નથી કરવાનો હું આજે વાત કરીશ લાઈફમેનેજમેન્ટ વિશે…આ ૮૦ વર્ષમાં મેં લાઈફમાં જે અનુભવ મેળવ્યો છે.

તેમાંથી એક એક અનુભવ મેળવ્યા બાદ મેં જે લાઈફ મેનેજમેન્ટ શીખ્યું છે તે વિષે હું વાત કરીશ.ચાલો હું તમને એકદમ જરૂરી ચાર લાઈફ મેનજમેન્ટ ટીપ્સ આપું છું.અને આશા રાખું છું કે આ ચાર ટીપ્સ તમને લાઈફ મેનજમેન્ટ શીખવાડશે.’બધા આ ચાર ટીપ્સ જાણવા આતુર બન્યા.બિઝનેસમેન આગળ બોલ્યા, ‘સફળ લાઈફ મેનજમેન્ટ માટેની પહેલી ટીપ છે ‘જયારે જીવનમાં તકલીફો અને મુશ્કેલીઓ આવે ત્યારે પ્રમાણિક બનો.’એટલે કે જયારે જીવનમાં તકલીફો આવે મુશ્કેલીઓ આવે ત્યારે સંપૂર્ણપણે ઈમાનદારી રાખી પરિસ્થિતિ સમજો આ મુશ્કેલીઓનું કારણ શું તમારી કોઈ ભૂલ છે … કે પછી સંજોગો વિપરીત છે.

ભૂલ તમારી હોય તો ભૂલ શોધી સ્વીકારી દુર કરો અને જો સંજોગો વિપરીત હોય તો સ્વીકાર કરી મહેનત ચાલુ રાખો. બીજી ટીપ છે ‘જયારે જીવનમાં સફળ બની શ્રીમંત બનો ત્યારે વધુ ને વધુ સરળ બનો.સરળતા જીવનમાં બહુ જરૂરી છે જયારે તમારી પાસે સર્વ સાધન છે ત્યારે સાદગી અપનાવશો તો જીવનમાં વધુ આગળ વધી શકશો.જયારે તમારી પાસે સંપત્તી વધે ત્યારે અભિમાન નહિ પણ નમ્રતા રાખો.

ત્રીજી ટીપ છે ‘જયારે જીવનમાં તમારી પાસે શક્તિ હોય ત્યારે વિવેક અને વિનમ્રતા રાખો.’પદ અને પ્રતિષ્ઠાનો રૂઆબ રાખવાને બદલે વિનમ્ર બનશો તો વધુ ને વધુ આગળ વધી શકશો.જીવનમાં ઉચ્ચ પદ પર પહોંચો અને ઘણા હક્ક તમારી પાસે હોય ત્યારે ફરજ ભૂલતા નહિ અને વિવેક જાળવી દરેક ના હિતનો વિચાર અચૂક કરજો.’ચોથી ટીપ છે ‘જયારે જીવનમાં જે પળે ,જે સંજોગોમાં ગુસ્સો આવે ત્યારે તે સમયે મૌન રહેજો.’જે સંજોગો તમને ક્રોધ અપાવે ત્યારે તરત ગુસ્સમાં પ્રતિક્રિયા આપવાના સ્થાન પર ચુપ રહી ,સમતા જાળવી, સંજોગો વિષે વિચાર અને હકીકતોને સમજશો તો ચોક્કસ સાચો માર્ગ દેખાશે.’અનુભવી બિઝનેસમેને પાસેથી લાઈફ મેનેજમેન્ટ ટીપ્સ જાણીને સ્ટુડન્ટ ખુશ થયા.

Most Popular

To Top