Charchapatra

ગટર સાફ કરનારાઓની જિંદગી આટલી સસ્તી?!!

સુરતમાં તો શું પણ અનેક જગ્યાઓએ ગટરમાં ઊતરતા બિચારા ભાઇઓ સફાઇ કર્મચારીઓ ગટર સાફ કરવા ઉતરે છે એ પણ શહેરીજનો માટે. શું એ કામદારોની જિંદગી એટલી સસ્તી છે કે વારંવાર એમને જીવ ખોવા પડે છે. જમાનો આધુનિક બની રહ્યો છે તો શું ગટરો સાફ કરવા માટે મશીનનો ઉપયોગ ન કરી શકાય? મોંઘી માનવ જિંદગી પળવારમાં મોતને શરણે થતી જોવા મળે છે. આનો ઉકેલ લાવવો જરૂરી છે. આવું એકવાર નહિં છાશવારે થતું જોવામાં આવે છે. શાસકોએ સમજીને આનો ઉપાય શોધવો જરૂરી છે. બિચારા વર્કરોની જિંદગી એ શું એટલી સસ્તી છે? મહાનગરપાલિકાએ વિચાર કરવો જોઇએ. પ્રાણની કિંમત સમજી મોંઘેરું જીવન બચાવવું જોઇએ.
સુરત – જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top