નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં (Delhi) વીકએન્ડ કર્ફ્યુ (Weekend curfew) યથાવત રહશે. કોરોના વાયસની ત્રીજી લહેરની ગતિ ધીમી પડતાં સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) સરકારે રાજ્યમાં પ્રતિબંધો હટાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નરે (Governor) આ નિર્ણયને મંજૂરી આપી ન હતી. તેથી હવે દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ સહિત બજારો પણ ઓડ-ઈવન ફોર્મ્યુલાથી જ ચાલું રહેશે. જો કે દિલ્હીમાં ખાનગી ઓફિસો માટે રાહતના સમાચાર છે. પરંતુ દુકાનો માટે લાગુ કરેલા ઓડ ઈવન સિસ્ટમથી (Odd-even system) લોકો ભારે નારાજગી સાથે વિરોધ કરી રહ્યા છે.
રાજ્યમાં ખાનગી ઓફિસો 50 ટકા સ્ટાફ સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કેજરીવાલ સરકરાના આ પ્રસ્તાવને ઉપરાજ્યપાલે સ્વીકારી લીધો છે. પરંતુ દુકાન અંગે સરકાર હજુ વિચાર કરી રહી છે, જો રાજ્યમાં વીકએન્ડ કર્ફ્યુ અને ઓડ ઈવન સીસ્ટમ લાગુ જ રહશે. જો કે સાથે ઓડ-ઈવન સીસ્ટમથી પરિસ્થિતિમાં ફરક પડશે તો અમુક કલાકો માટે દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
રાજધાની દિલ્હીમાં કોવિડ-19ના (Covid-19) કેસમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલને વીકએન્ડ કર્ફ્યુ ખતમ કરવાની ભલામણ કરી હતી. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા LGને મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં, બજારોમાં ઓડ-ઇવન સિસ્ટમને દૂર કરવા અને ખાનગી ઓફિસોને 50% ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપવા પણ કહેવામાં આવ્યું હતું પરંતુ LGએ કેજરીવાલ સરકારનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. જ્યારે ઉપરાજ્યપાલને રજૂઆત કરવામાં આવી તો તેમણે 50 ટકાની ક્ષમતા સાથે ખાનગી ઓફિસ ખોલવાની પરમિશન આપવામાં આવી છે. આ અગાઉ કોવિડના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને વીકએન્ડ કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું જે રાજ્યમાં યથાવત રહશે.
દિલ્હીમાં કોવિડ-19ના 12,306 નવા કેસ, 43 લોકોના મોત
ગુરુવારે દિલ્હીમાં કોવિડ-19ના 12,306 નવા કેસ નોંધાયા અને વધુ 43 લોકોના મોત થયા, જ્યારે ચેપનો દર ઘટીને 21.48 ટકા પર આવી ગયો છે. આ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા પરથી મળી છે. માહિતી અનુસાર, 10 જૂન, 2021 પછી એક દિવસમાં કોવિડને કારણે થયેલા મૃત્યુની આ સૌથી વધુ સંખ્યા છે. ગયા વર્ષે 10 જૂનના રોજ દિલ્હીમાં સંક્રમણથી 44 લોકોના મોત થયા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં ચેપને કારણે અત્યાર સુધીમાં 396 લોકોના મોત થયા છે.
બુધવારે, કોવિડ માટે 57,290 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે મંગળવારે 57,776 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બુધવારે, દિલ્હીમાં ચેપથી 35 લોકોના મોત થયા હતા અને 13,785 નવા કેસ નોંધાયા હતા જ્યારે ચેપ દર 23.86 ટકા હતો. ગયા ગુરુવારે, દિલ્હીમાં કોવિડ -19 ના 28,867 કેસ નોંધાયા હતા. રોગચાળો શરૂ થયા પછી એક દિવસમાં આ સૌથી વધુ કેસ છે. તે જ સમયે, શુક્રવારે 24,383, શનિવારે 20,718, રવિવારે 18,286, સોમવારે 12,527 અને મંગળવારે 11,684 કેસ નોંધાયા હતા. ગયા શનિવારે દિલ્હીમાં ચેપનો દર 30.6 ટકા હતો. રોગચાળાના આ મોજામાં આ સૌથી વધુ ચેપ દર હતો. રવિવારે ચેપનો દર 27.9 ટકા, સોમવારે 28 ટકા અને મંગળવારે 22.5 ટકા નોંધાયો હતો.