2025ના વર્ષના વિમ્બલડન ચેમ્પિયન યાનિક સીનર ટુર્નામેન્ટ જીત્યા બાદ કોઇ પણ જાતની પાર્ટી કર્યા વગર અને ટેલીવિઝન પર ઇન્ટરવ્યૂ આપ્યા વગર સીધો ટાઈરોલ (Tyrol)ની પ્રાઈમરી સ્કૂલ પર પહોંચીને જીત માટે મળેલા બધા પૈસા (4 મિલિયન ડોલર્સ) આ શાળાને તેના વિકાસ માટે આપી દીધા. તેણે ત્યાં લખ્યું ‘સફળતા અહીંથી શરુ થાય છે.’ આમ પણ તે તેની આવકના ઘણા પૈસા દાનમાં આપી દે છે. તેણે પાંચ લાખ યુરો હોમલેસોને ભોજન માટે આપ્યા છે. આ ઉપરાંત 10 મિલિયન યુરો ગરીબ માણસો માટે, કેન્સર ગ્રસ્ત બાળકો માટે તથા તરછોડાયેલા પાલતું પ્રાણીઓ માટે દાન કર્યા છે. વળી પાંચ મિલિયન ડોલર્સ DOGTOPIA (એક સંસ્થા કે જે કુતરાઓની સંપૂર્ણ કાળજી લે છે) ને દાન કર્યા.
ત્રણ મિલિયન ડોલર વંચિત બાળકો માટે ટેનિસ એકેડેમી શરૂ કરવા આપ્યા. અબજોપતિ ટીમ કૂકની કંપની માટેની એડર્વાઇટીઝ માટે મળેલા 245 મિલિયન ડોલર્સ પણ દાન કરી દીધા. તેના માતા-પિતાએ તેની ટેનિસ કેરીયર બનાવવા માટે જે સેક્રિફાઈસ કર્યો તેની કદરરૂપે એક સુંદર ઘર ગિફ્ટ આપ્યું. તેની માતા (Siglinde) અને પિતા (Johann) એક હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. તેણે એક વખત કહ્યું હતું. ‘હું એક સમયે જૂનું રેકેટ પણ મોટા સ્વપ્નાઓ સાથે ટેનિસ રમતો હતો. હવે આ સ્વપ્નાઓને હું અન્ય બાળકો સુધી પહોંચાડીશ. યાનીક સીનર પાસેથી અન્ય ખેલાડીઓ કંઇ બોધપાઠ લેશે?
યુ.એસ.એ. – ડૉ. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.