Charchapatra

ભારતને શ્રીલંકા કે પાકિસ્તાન બનતું અટકાવીએ

ચીનને રવાડે ચઢી ગયેલું શ્રીલંકા દરિયાઇ માર્ગે અને જમીન ઉપર ચીન માટે હળવાશ રાખી, પરિણામ આજે ચીને પોતાનો સ્વાર્થ સાધી લઇ હાથ ખેંચી લીધો છે. પરિણામ ટૂંક સમયના ગાળામાં દેખાયું છે. આજે મા મને કોઠીમાંથી કાઢ જેવી દશા થઇ છે શ્રીલંકાની જ તો… પાકિસ્તાન તો શૂન્યતા તરફ આગળ વધી રહ્યું છે. લોટની વહેંચણી દરમ્યાન મારામારી… ખેંચાખેંચી. વળી કયાંક પોલીસે બળપ્રયોગ કરવો પડયો છે. આજે ઘણી મોટી સંખ્યામાં પાકિસ્તાની પ્રજા ભૂખે મરે છે અને પીઓકે પાછું આપીને ભારત જોડે સારા સંબંધો બાંધવા પ્રજા તૈયાર છે. પ્રતિનિધિ સિવાય… હમણાં આપણે સલામત રહ્યાં છીએ. ભારતની અગમચેતી, રાજકારણ ક્ષેત્રે… પણ ચીન સાથે વેપાર વધે નહિ, અરે તદ્દન બંધ થાય તે માટે પ્રજાએ ચેતવાની જરૂર છે. સસ્તી લાગતી ચાઇનીઝ વસ્તુ તરફથી આંખ હટાવવાની જરૂર છે. સ્વદેશી તરફ વળીને પણ થોડુંક ગુમાવીને પણ ચાઇનીઝ વસ્તુને બાય બાય કહીએ. નહિ તો ચતુર ચીન કદાચ આપણને પણ શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ જેવી દશામાં ભેળવી દેશે.
અછારણ  – ભગવતી છ. પટેલ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દેશવિભાજક હિન્દુ રાષ્ટ્રનો અમને ખપ નથી
રાજકીય સત્તાના બળે આ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે જે વીતી આઠ દશ સદી દરમ્યાન પાંગરેલા સહજીવનની વિરુધ્ધ છે. લોક સમૂહનું કાંઇ ચાલતું નથી. પણ મુસ્લિમ શાસકો આ દેશને મુસ્લિમ રાષ્ટ્ર બનાવી શકયા નથી તેમ હિન્દુ રાષ્ટ્ર પણ બનાવી શકાશે નહીં. લોકોને પોતાની પસંદગીથી જીવવા દો. પોતાનો ધર્મ પાળવા દો. પોતાના સમાજમાં રહેવા દો. ભારત સર્વ સમાવેશક દેશ છે અને અનેક સદીના સંઘર્ષ પછી આ સર્વ સમાવેશકતા જન્મી છે. તો તેને રહેવા દો. હિન્દુઓ સાથે મુસ્લિમ, પારસી, જૈન, શીખ, ખ્રિસ્તી બધા રહે છે તેમ રહેશે. મનુષ્યત્વ જીવે એ વધુ જરૂરી છે. અમને ધર્મમાં વહેંચીને ન જુઓ. દરેક ધર્મપ્રણાલી તેના જીવનારા વડે જ શ્રેષ્ઠતા પામે છે. અત્યારની હિન્દુ રાષ્ટ્રની સત્તાકીય ચળવળ દેશવિભાજક છે. ભારતનાં લોકોએ આ રીતે દેશને વિભાજીત થતો જોયો છે. હજુ કેટલો કરાવશો.
સુરત              – હરેન્દ્ર ભટ્ટ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top