Columns

આ પાંચ વાત યાદ રાખીએ

એક દિવસ વહેલી સવારે મોર્નિંગ વોકમાં સુપર એનર્જેટિક સોસાયટીના અનિલ કપૂર ગણાતા અનિલભાઈ જોગીંગ કરતા હેમાબહેનને મળી ગયા…હસતા ચમકતા ચહેરા સાથે ‘ગુડ મોર્નીગ’ કહ્યું ..આજે તો તેમની પડોશમાં નવા રહેવા આવેલા હેમાબહેને હિંમત કરીને કહ્યું, ‘અનિલભાઈ, અહીં રહેવા આવી ત્યારથી તમને જોઉં છું ..હંમેશા ખુશ અને ઉત્સાહથી અને એનર્જીથી ભરપુર દેખાવ છો ,સોસાયટીના અનિલ કપૂર તરીકે ફેમસ છો તે સાચું જ છે મારે તેનું રહસ્ય જાણવું છે.’

અનિલભાઈ હસ્યા અને અનીલ કપૂરની સ્ટાઇલમાં બોલ્યા, ‘તેનું રહસ્ય વન ટુ કા ફોર નહિ પણ ફાઈવ વાતો છે…એટલે હું હંમેશા પાંચ વાતો ને નિયમ બનાવી હંમેશા યાદ રાખી જીવું છું…’ હેમાબહેને કહ્યું, ‘વાંધો ન હોય તો મને એ પાંચ વાતો કહેશો ..’ અનિલભાઈએ કહ્યું, ‘હા હા ચોક્કસ …સાવ સરળ પાંચ વાત છે પહેલી વાત છે કે યાદ રાખો કે આજે નવો દિવસ છે …એટલે નવા દિવસને જૂની બધી વાતો ભૂલી જઈને આનંદ સાથે આવકારવો જોઈએ.બીજી વાત છે કે આપણું જીવન બહુ નાનું છે અને અકળ પણ ….કાલે શું થવાનું છે તેની ખબર પણ નથી એટલે નકામી ,નકારાત્મક ,દુઃખ આપતી બાબતોમાં સમય બરબાદ કરવો નહિ.ત્રીજી વાત છે.

હંમેશા જીવનમાં સારી અને સુંદર વસ્તુઓ પર ધ્યાન આપો હંમેશા હકારાત્મક બાબત જુઓ અને આગળ વધતા રહો.ચોથી વાત યાદ રાખો કે નાની નાની બાબતો ,નકામી બાબતો પર ગુસ્સે થવું કે મગજ ગુમાવી મૂડ ખરાબ કરવો બિલકુલ જરૂરી નથી.અને પાંચમી વાત છે કે કોઇપણ બાબતણે દરેક બાજુથી જોઇને સમજવાની કોશિશ કરો સામેવાળાના અભિપ્રાયને પણ સમજો.અને પોતાનો અભિપ્રાય જ સાચો તેવી જીદ ન રાખો…આ પાંચ બાબત દિન રાત યાદ રાખીને હું આ નાનકડા જીવનનો એક એક નવો દિવસ જીવું છું…

ભગવાનનો આભાર રોજ માનું છું જીવનમાં એક નવો દિવસ આપવા માટે અને તે નવા દિવસને દરેક નકારાત્મક બાબતોથી દુર રાખું છું અને બને એટલી સકારાત્મક બાબતોથી આજના દિવસને ભરવાની કોશિશ કરતો કરું છું.મારા દિલને આનંદ આપે અને બીજા કોઈને દુઃખ ન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓમાં જ જોડાયેલો રહું છું.ખોટો કોઈને નડતો નથી અને કોઈની બાબતમાં વચ્ચે પડતો નથી,બસ ખુશ રહું છું અને બધા ખુશ રહે તેમ ઈચ્છું છું.’ અનિલભાઈની વાત સાંભળી હેમાબહેન બોલ્યા, ‘વાહ અનિલભાઈ તમારી આ પાંચ વાતો તો જીવન જીવવાની જડીબુટ્ટી સમાન છે.આભાર.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top