નાટકના બીજા અંકમાં એકાદ એવું નવું પાત્ર દાખલ થાય કે, પહેલા અંકના નાટકનો આખો સિનેરિયો બદલી નાંખે. પ્રેક્ષકોની ધારણાઓ આત્મઘાત કરવા માંડે. એવું જ પરણ્યા પછી સંસારમાં બને! અરમાનો એવાં ઊંધા માથે પડે કે, દીપડો પાંજરે પુરાયા જેવી હાલત થાય. ઝાકમઝોળ યુવાનીમાં ઝૂમતા હોય ને જેવી ‘WIFE’ ની એન્ટ્રી થાય એટલે, કલરફુલ ટી.વી.ને બદલે,‘શ્વેત-શ્યામ’ ટી.વી. બેસાડ્યું હોય, એમ જીવતરમાં પરિવર્તન આવી જાય. લક્ષ્મી ગૃહલક્ષ્મી બની જાય ને ગ્રહસ્થ સદ્ગૃહસ્થ બની જાય, ગણિતના ઊંધા ઘડિયાં સીધાં થવા માંડે, એ બધ્ધું સાચ્ચું, પણ બકરી ડબ્બામાં આવી ગઈ હોય એવું તો લાગે દાદૂ..!
સ્વતંત્રતા-સ્વચ્છંદતા ને ગુલામીના ભેદ-ભરમ પરખાવા લાગે. સાચું સ-શક્તિકરણ આ જ છે બાવા..! બાકી મોટા ભાગના કહેશે કે, ‘ લખોટી રમતા ત્યારે અમે જાણતા પણ નહિ કે, ‘WIFE’ ની સ્પેલિંગમાં પહેલો અક્ષર W આવે કે V આવે..! પણ જેવો માથેથી વાંઢા-ભાર ઉતરે ને બક્ષિસમાં ‘WIFE’ મળે, એટલે મેઘધનુષમાંથી મેઘ અલોપ, ને ધનુષ જ દેખાય..! શરૂ-શરૂમાં તો જીવન બાગ-બાગ લાગે, પણ પછી આગ-આગ લાગવા માંડે..! કાગડા પણ કોયલ જેવા દેખાય..! ઘણાંને થશે કે, રમેશિયો આજે પત્ની-સંહિતા કેમ લખવા બેઠો..?
વાત જાણે એમ છે કે, ઢગલાબંધ ‘ડેઈઝ’ ઉજવાય, (એમાં… ફેબ્રુઆરી મહિનો તો જુદાં-જુદાં ‘ડેઈઝ’ થી જ પ્રેગ્નન્ટ હોય..!) જયંતીઓ ઉજવાય, તહેવારો ઉજવાય, વેલેન્ટાઈન ઉજવાય, તો જે જીવન-મરણ સુધીની સંગિની બનીને આવી છે, એ ‘પત્ની-જયંતી’ કેમ નહિ..? ‘ઇન્ટર નેશનલ વાઈફ-ડે’ નો એક મહિમા પણ કેલેન્ડરમાં હોવો જોઈએ..! વાઈફને પણ એમ લાગે કે, જેવાં હશે તેવાં, પણ સન્માનભાવ તો રાખે છે..! સન્માનની ભાવના છતી થાય તો, ફરક પડી જાય દાદૂ..! કસ્સમથી કહું કે, મારો ઈરાદો મુદ્દલે એવો નથી કે, પાછળથી ‘પતિ-જયંતી’વાળું લફરું પણ ઘુસાડવું. યાર, હું ક્યાં કોઈ નામી કે નામચીન નેતા છું? આપણામાં ‘હિડન’ એજન્ડા આવે જ નહિ..! ને મુદ્દાની વાત એ કે, ‘પતિ-જયંતી’ ઉજવવાનું વધારાનું જોમ એ લાવે ક્યાંથી..? આમ પણ લગન પછી ક્યાં ધોવાનો બાકી રહી જાય છે..?
પેલી કહેવત છે ને કે, ‘ઘેર ઘેર ગેસના ચૂલા..!’ કદર તો તેની કરાય કે, જે ગામ-પાદર-પરિવાર ને સ્મશાન સુદ્ધાંનો ત્યાગ કરીને કાયમ માટે પારકાં ઘરે પધારી હોય..! આ તો એમ કે, ‘એકાદ દિવસ ‘પત્ની-જયંતી’ ઉજવવાનો દહાડો આવે તો પતિના દહાડા પણ ઉજળા થાય..! એને વિશ્વાસ બેસે કે, આ મરદીયા માત્ર સશક્તિકરણના માત્ર ભાષણ જ નથી ઝીંકતા, આપણું વિચારે પણ છે..! સંસારમાં પત્નીઓનો ભોગ નાનો-સૂનો નથી. પતિ ભલે એરંડિયા જેવો હોય, છતાં એ કડવા ચૌથ કરે. એ દિવસે અખંડ સૌભાગ્યવતીના સન્નિવેશમાં પતિને એટલો પ્રેમ કરે કે, યમરાજ પણ ઉંબરે આવીને પાછો વળી જાય. એને પણ ચક્કર આવી જાય કે, આવી પ્રેમલ મૂર્તિનો જીવ લઉં તો મારા જેવો પાપી કોણ?
પતિએ ભલે જીવતરમાં કોથળા ભરીને સંકટ આપ્યા હોય, પણ પરિવારનાં સંકટ દૂર કરવા એ સંકટ-ચોથના ઉપવાસ રાખે. વટ-સાવિત્રીએ વડ બાંધીને અખંડ સૌભાગ્યવતીની પૂજા કરી પતિને પણ અખંડ રાખવાની ભાવના વ્યકત કરે. જેને દેવીની ઉપમા આપી હોય એની જ કોઈ જયંતી નહિ હોય, તો જરા અજુગતું તો લાગે જ ને.? એનો પણ મોભો તો જળવાવો જ જોઈએ ને? આ તો મારા મગજનો ફણગો છે મામૂ..! વિચાર આવ્યો ને મેં મમરો મૂક્યો. સબ મગજકી કમાલ હૈ..! અઠવાડિયા ઉપર શ્રીશ્રી ભગાને મેં કહેલું કે, ‘મારી પત્ની તો ભગા ‘દેવી’ છે દેવી..! તો મને કહે ‘દેવી’ તો મારે પણ છે, પણ કોઈ લેવાલ પણ હોવો જોઈએ ને, બોલ્લો..! એના કપાળમાં કાંદા ફોડું..!
એક વાત તો સ્વીકારવી પડે કે, કાયા ભલે ચાર-પાંચ મણની આસામી હોય, પણ એનું પાશેરીયું મગજ જો ઉત્પાતે ચઢ્યું તો, કાયાની પણ ‘કાયા-પલટ’ ક્ષણમાં કરી નાંખે. આ મગજડું છટકે ત્યારે એવું છટકે કે, છટકબારીની જગ્યા ગોતવી પડે. મગજ ઉપર કાયાનું કોઈ પ્રભુત્વ નહિ, પણ પાશેર મગજ્ડું પૂરી કાયા ઉપર શાસન રાખે..! મગજને બહુ ટાઢું-ગરમ-શુષ્ક કે જડ થવા જ નહિ દેવાનું. નવરું તો પડવા જ નહિ દેવાય! બ્લડ પ્રેશર કરતાં મગજના પ્રેશર ઊંચા હોય. એ ફાટે ખરું, પણ ઝટ ફીટે નહિ..! ધારો કે સાવ નવરી બજારના થઇ જ ગયાં હોય તો, ઓટલે બેસીને ઊડતાં ચકલાં ગણવાના. એ બહાને ગણિતના ઘડિયા તો પાકા થશે. એ પણ નહિ ફાવે તો હિંચકે બેસીને ઝૂલણા ગણવાના, પણ મગજને નવરું નહિ પાડવાનું. મન ચંગા તો કથરોટમેં ગંગા..! જેવું એ નવરું પડે એટલે જાત-જાતના વંટોળ કાઢવા માંડે, જેમ કે, હાથીને ખોળામાં બેસાડીને કેમ ના રમાડાય, કીડીના પગે ઝાંઝર કેમ નહિ બંધાય, મચ્છરને માલીશ કેમ નહિ કરાય, એફિલ ટાવર ઉપર લેંઘા સૂકવવા કેમ ના જવાય વગેરે વગેરે..!
મચ્છરિયું કરતાં વધારે લોહી એ પીઈ જાય. એને ખબર છે કે, તિજોરીની ચાવીમાંથી રસ ઝરવાનો નથી, છતાં નવરું પડે એટલે ચાવીઓ ચૂસવા માંડે! મગજના વિચાર એવા ફરી વળે કે, સાવજના ટોળામાં શિકારી ફસાયો હોય એવી હાલત કરી નાંખે! હું પણ આ નવરો પડ્યો એટલે વિચાર આવ્યો કે, એકાદ આંતર રાષ્ટ્રીય ‘WIFE DAY’ રાખ્યો હોય તો કેવું સરસ? દુનિયાની વાઈફો રાજી-રાજી થઇ જાય. એકબીજાને સમજવા, ‘માફી-લાફી’ (laughy) આપવા, કે સંવેદનાની શેમ્પેઇન ઉલાળવાના ચાન્સ તો મળે..! બાકી, પ્રત્યેક પરણેલાને ખબર છે કે, પરણ્યા પછી લગનના પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ વચ્ચે, ભારત અને પાકિસ્તાન જેવડો ફાંસલો હોય. સુંવાળા સંબંધોમાં એવો વેધ ભરાય કે, ‘ઉંદર-બિલાડી’ જેવાં થઇ જાય..!
છતાં દર્દને ઢાંકવા મોઢું એવું તાજુંતોર રાખે કે, જાણે વસંતે એના જ ચહેરા ઉપર પડાવ નહિ નાંખ્યો હોય? બાકી બગડેલું બુલેટને ખરબચડા રસ્તા ઉપરથી ઢસડતો હોય એવો જ હોય! ધૂળેટીનો તાજો જ દાખલો આપું તો, રાબેતા મુજબના સંબંધ પ્રમાણે પાડોશણે શ્રીશ્રી ભગાને એટલું જ કહ્યું કે, ‘હેપ્પી ધૂળેટી ભગાજી‘ એમાં તો એવો ‘ભડકો’ થયો કે, ઓટલે બેઠેલાં કૂતરાંને અચંબો થયો કે, આ બંને તો અમારા કરતાં પણ સોલ્લીડ બાઝે છે..! માટે કહું છું કે, નવરા પડીને નાકના વાળ ખેંચવા કરતાં, ‘વાઈફ-જયંતી’ ઉજવવાના અહોભાવ રાખવા જોઈએ. દરેકની વાઈફ સુશીલ, સંસ્કારી ને ખાનદાન ઘરાનાની જ હોય છે.
સવાલ છે શ્રદ્ધા-પ્રેમ અને વિશ્વાસનો. એમાં જો દુકાળ આવે તો સંબંધની હાલત ચોઘડિયાં જેવી થઇ જાય. જરૂર હોય ત્યારે શુભ અને લાભ નહિ તો પછી કાળ અને ઉદ્વેગ..! ભૂલી જાય કે, પરણીને આવ્યા ત્યારે તો કેવાં ડીયર-ડાર્લિંગ-હની-જાનુ-સ્વીટીના આલાપ-પ્રલાપ કરતાં હતાં..? સાંભળનારને ડર લાગતો કે, બેમાંથી એકાદને ડાયાબીટીસ નહિ થાય તો સારું..! પછી જેવો ક્વોટા પૂરો થાય, એટલે ગ્રહો આડા ફાટવા માંડે..! એ ક્યારે બાઝે ને ક્યારે પ્રેમના ફુવારા કાઢે, એનું કોઈ ઠેકાણું નહિ. એમને કોણ સમજાવે કે, પિયરની ‘રીટર્ન ટીકીટ’ ખિસ્સામાં રાખીને સંસાર નહિ મંડાય! ને આપણે પણ એવાં વેફરના પાઉચ જેવાં કે, માલ ઓછો ને અંદર હવા વધારે ભરેલી હોય! છીંક કરતાં ખાંસી વધારે ખાય! એટલે કહું છું કે, ‘પત્ની-જયંતી જેવું હોય તો ઘણું સચવાઈ જાય! લાસ્ટ ધ બોલ સાંભળો છો, ભાત સાથે આજે કયા પ્રકારની દાળ બનાવું ? અરે ડાર્લિંગ, તને જે મૌજ આવે તે દાળ બનાવ. આજે તારી પસંદગીની દાળ સાથે હું ભાત ખાઈશ..! કહેવાની જરૂર નથી કે તે દિવસે શ્રીશ્રી ભગાએ ધાણાની દાળ સાથે ભાત ખાવો પડેલો. એના કપાળમાં કાંદા ફોડું..!
નાટકના બીજા અંકમાં એકાદ એવું નવું પાત્ર દાખલ થાય કે, પહેલા અંકના નાટકનો આખો સિનેરિયો બદલી નાંખે. પ્રેક્ષકોની ધારણાઓ આત્મઘાત કરવા માંડે. એવું જ પરણ્યા પછી સંસારમાં બને! અરમાનો એવાં ઊંધા માથે પડે કે, દીપડો પાંજરે પુરાયા જેવી હાલત થાય. ઝાકમઝોળ યુવાનીમાં ઝૂમતા હોય ને જેવી ‘WIFE’ ની એન્ટ્રી થાય એટલે, કલરફુલ ટી.વી.ને બદલે,‘શ્વેત-શ્યામ’ ટી.વી. બેસાડ્યું હોય, એમ જીવતરમાં પરિવર્તન આવી જાય. લક્ષ્મી ગૃહલક્ષ્મી બની જાય ને ગ્રહસ્થ સદ્ગૃહસ્થ બની જાય, ગણિતના ઊંધા ઘડિયાં સીધાં થવા માંડે, એ બધ્ધું સાચ્ચું, પણ બકરી ડબ્બામાં આવી ગઈ હોય એવું તો લાગે દાદૂ..!
સ્વતંત્રતા-સ્વચ્છંદતા ને ગુલામીના ભેદ-ભરમ પરખાવા લાગે. સાચું સ-શક્તિકરણ આ જ છે બાવા..! બાકી મોટા ભાગના કહેશે કે, ‘ લખોટી રમતા ત્યારે અમે જાણતા પણ નહિ કે, ‘WIFE’ ની સ્પેલિંગમાં પહેલો અક્ષર W આવે કે V આવે..! પણ જેવો માથેથી વાંઢા-ભાર ઉતરે ને બક્ષિસમાં ‘WIFE’ મળે, એટલે મેઘધનુષમાંથી મેઘ અલોપ, ને ધનુષ જ દેખાય..! શરૂ-શરૂમાં તો જીવન બાગ-બાગ લાગે, પણ પછી આગ-આગ લાગવા માંડે..! કાગડા પણ કોયલ જેવા દેખાય..! ઘણાંને થશે કે, રમેશિયો આજે પત્ની-સંહિતા કેમ લખવા બેઠો..?
વાત જાણે એમ છે કે, ઢગલાબંધ ‘ડેઈઝ’ ઉજવાય, (એમાં… ફેબ્રુઆરી મહિનો તો જુદાં-જુદાં ‘ડેઈઝ’ થી જ પ્રેગ્નન્ટ હોય..!) જયંતીઓ ઉજવાય, તહેવારો ઉજવાય, વેલેન્ટાઈન ઉજવાય, તો જે જીવન-મરણ સુધીની સંગિની બનીને આવી છે, એ ‘પત્ની-જયંતી’ કેમ નહિ..? ‘ઇન્ટર નેશનલ વાઈફ-ડે’ નો એક મહિમા પણ કેલેન્ડરમાં હોવો જોઈએ..! વાઈફને પણ એમ લાગે કે, જેવાં હશે તેવાં, પણ સન્માનભાવ તો રાખે છે..! સન્માનની ભાવના છતી થાય તો, ફરક પડી જાય દાદૂ..! કસ્સમથી કહું કે, મારો ઈરાદો મુદ્દલે એવો નથી કે, પાછળથી ‘પતિ-જયંતી’વાળું લફરું પણ ઘુસાડવું. યાર, હું ક્યાં કોઈ નામી કે નામચીન નેતા છું? આપણામાં ‘હિડન’ એજન્ડા આવે જ નહિ..! ને મુદ્દાની વાત એ કે, ‘પતિ-જયંતી’ ઉજવવાનું વધારાનું જોમ એ લાવે ક્યાંથી..? આમ પણ લગન પછી ક્યાં ધોવાનો બાકી રહી જાય છે..?
પેલી કહેવત છે ને કે, ‘ઘેર ઘેર ગેસના ચૂલા..!’ કદર તો તેની કરાય કે, જે ગામ-પાદર-પરિવાર ને સ્મશાન સુદ્ધાંનો ત્યાગ કરીને કાયમ માટે પારકાં ઘરે પધારી હોય..! આ તો એમ કે, ‘એકાદ દિવસ ‘પત્ની-જયંતી’ ઉજવવાનો દહાડો આવે તો પતિના દહાડા પણ ઉજળા થાય..! એને વિશ્વાસ બેસે કે, આ મરદીયા માત્ર સશક્તિકરણના માત્ર ભાષણ જ નથી ઝીંકતા, આપણું વિચારે પણ છે..! સંસારમાં પત્નીઓનો ભોગ નાનો-સૂનો નથી. પતિ ભલે એરંડિયા જેવો હોય, છતાં એ કડવા ચૌથ કરે. એ દિવસે અખંડ સૌભાગ્યવતીના સન્નિવેશમાં પતિને એટલો પ્રેમ કરે કે, યમરાજ પણ ઉંબરે આવીને પાછો વળી જાય. એને પણ ચક્કર આવી જાય કે, આવી પ્રેમલ મૂર્તિનો જીવ લઉં તો મારા જેવો પાપી કોણ?
પતિએ ભલે જીવતરમાં કોથળા ભરીને સંકટ આપ્યા હોય, પણ પરિવારનાં સંકટ દૂર કરવા એ સંકટ-ચોથના ઉપવાસ રાખે. વટ-સાવિત્રીએ વડ બાંધીને અખંડ સૌભાગ્યવતીની પૂજા કરી પતિને પણ અખંડ રાખવાની ભાવના વ્યકત કરે. જેને દેવીની ઉપમા આપી હોય એની જ કોઈ જયંતી નહિ હોય, તો જરા અજુગતું તો લાગે જ ને.? એનો પણ મોભો તો જળવાવો જ જોઈએ ને? આ તો મારા મગજનો ફણગો છે મામૂ..! વિચાર આવ્યો ને મેં મમરો મૂક્યો. સબ મગજકી કમાલ હૈ..! અઠવાડિયા ઉપર શ્રીશ્રી ભગાને મેં કહેલું કે, ‘મારી પત્ની તો ભગા ‘દેવી’ છે દેવી..! તો મને કહે ‘દેવી’ તો મારે પણ છે, પણ કોઈ લેવાલ પણ હોવો જોઈએ ને, બોલ્લો..! એના કપાળમાં કાંદા ફોડું..!
એક વાત તો સ્વીકારવી પડે કે, કાયા ભલે ચાર-પાંચ મણની આસામી હોય, પણ એનું પાશેરીયું મગજ જો ઉત્પાતે ચઢ્યું તો, કાયાની પણ ‘કાયા-પલટ’ ક્ષણમાં કરી નાંખે. આ મગજડું છટકે ત્યારે એવું છટકે કે, છટકબારીની જગ્યા ગોતવી પડે. મગજ ઉપર કાયાનું કોઈ પ્રભુત્વ નહિ, પણ પાશેર મગજ્ડું પૂરી કાયા ઉપર શાસન રાખે..! મગજને બહુ ટાઢું-ગરમ-શુષ્ક કે જડ થવા જ નહિ દેવાનું. નવરું તો પડવા જ નહિ દેવાય! બ્લડ પ્રેશર કરતાં મગજના પ્રેશર ઊંચા હોય. એ ફાટે ખરું, પણ ઝટ ફીટે નહિ..! ધારો કે સાવ નવરી બજારના થઇ જ ગયાં હોય તો, ઓટલે બેસીને ઊડતાં ચકલાં ગણવાના. એ બહાને ગણિતના ઘડિયા તો પાકા થશે. એ પણ નહિ ફાવે તો હિંચકે બેસીને ઝૂલણા ગણવાના, પણ મગજને નવરું નહિ પાડવાનું. મન ચંગા તો કથરોટમેં ગંગા..! જેવું એ નવરું પડે એટલે જાત-જાતના વંટોળ કાઢવા માંડે, જેમ કે, હાથીને ખોળામાં બેસાડીને કેમ ના રમાડાય, કીડીના પગે ઝાંઝર કેમ નહિ બંધાય, મચ્છરને માલીશ કેમ નહિ કરાય, એફિલ ટાવર ઉપર લેંઘા સૂકવવા કેમ ના જવાય વગેરે વગેરે..!
મચ્છરિયું કરતાં વધારે લોહી એ પીઈ જાય. એને ખબર છે કે, તિજોરીની ચાવીમાંથી રસ ઝરવાનો નથી, છતાં નવરું પડે એટલે ચાવીઓ ચૂસવા માંડે! મગજના વિચાર એવા ફરી વળે કે, સાવજના ટોળામાં શિકારી ફસાયો હોય એવી હાલત કરી નાંખે! હું પણ આ નવરો પડ્યો એટલે વિચાર આવ્યો કે, એકાદ આંતર રાષ્ટ્રીય ‘WIFE DAY’ રાખ્યો હોય તો કેવું સરસ? દુનિયાની વાઈફો રાજી-રાજી થઇ જાય. એકબીજાને સમજવા, ‘માફી-લાફી’ (laughy) આપવા, કે સંવેદનાની શેમ્પેઇન ઉલાળવાના ચાન્સ તો મળે..! બાકી, પ્રત્યેક પરણેલાને ખબર છે કે, પરણ્યા પછી લગનના પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ વચ્ચે, ભારત અને પાકિસ્તાન જેવડો ફાંસલો હોય. સુંવાળા સંબંધોમાં એવો વેધ ભરાય કે, ‘ઉંદર-બિલાડી’ જેવાં થઇ જાય..!
છતાં દર્દને ઢાંકવા મોઢું એવું તાજુંતોર રાખે કે, જાણે વસંતે એના જ ચહેરા ઉપર પડાવ નહિ નાંખ્યો હોય? બાકી બગડેલું બુલેટને ખરબચડા રસ્તા ઉપરથી ઢસડતો હોય એવો જ હોય! ધૂળેટીનો તાજો જ દાખલો આપું તો, રાબેતા મુજબના સંબંધ પ્રમાણે પાડોશણે શ્રીશ્રી ભગાને એટલું જ કહ્યું કે, ‘હેપ્પી ધૂળેટી ભગાજી‘ એમાં તો એવો ‘ભડકો’ થયો કે, ઓટલે બેઠેલાં કૂતરાંને અચંબો થયો કે, આ બંને તો અમારા કરતાં પણ સોલ્લીડ બાઝે છે..! માટે કહું છું કે, નવરા પડીને નાકના વાળ ખેંચવા કરતાં, ‘વાઈફ-જયંતી’ ઉજવવાના અહોભાવ રાખવા જોઈએ. દરેકની વાઈફ સુશીલ, સંસ્કારી ને ખાનદાન ઘરાનાની જ હોય છે.
સવાલ છે શ્રદ્ધા-પ્રેમ અને વિશ્વાસનો. એમાં જો દુકાળ આવે તો સંબંધની હાલત ચોઘડિયાં જેવી થઇ જાય. જરૂર હોય ત્યારે શુભ અને લાભ નહિ તો પછી કાળ અને ઉદ્વેગ..! ભૂલી જાય કે, પરણીને આવ્યા ત્યારે તો કેવાં ડીયર-ડાર્લિંગ-હની-જાનુ-સ્વીટીના આલાપ-પ્રલાપ કરતાં હતાં..? સાંભળનારને ડર લાગતો કે, બેમાંથી એકાદને ડાયાબીટીસ નહિ થાય તો સારું..! પછી જેવો ક્વોટા પૂરો થાય, એટલે ગ્રહો આડા ફાટવા માંડે..! એ ક્યારે બાઝે ને ક્યારે પ્રેમના ફુવારા કાઢે, એનું કોઈ ઠેકાણું નહિ. એમને કોણ સમજાવે કે, પિયરની ‘રીટર્ન ટીકીટ’ ખિસ્સામાં રાખીને સંસાર નહિ મંડાય! ને આપણે પણ એવાં વેફરના પાઉચ જેવાં કે, માલ ઓછો ને અંદર હવા વધારે ભરેલી હોય! છીંક કરતાં ખાંસી વધારે ખાય! એટલે કહું છું કે, ‘પત્ની-જયંતી જેવું હોય તો ઘણું સચવાઈ જાય!
લાસ્ટ ધ બોલ
સાંભળો છો, ભાત સાથે આજે કયા પ્રકારની દાળ બનાવું ? અરે ડાર્લિંગ, તને જે મૌજ આવે તે દાળ બનાવ. આજે તારી પસંદગીની દાળ સાથે હું ભાત ખાઈશ..! કહેવાની જરૂર નથી કે તે દિવસે શ્રીશ્રી ભગાએ ધાણાની દાળ સાથે ભાત ખાવો પડેલો.
એના કપાળમાં કાંદા ફોડું..!
You must be logged in to post a comment Login