Comments

ઓછા હાથ વધુ રળિયામણા: દેશમાં પ્રથમ વખત જન્મ કરતા મૃત્યુદર વધ્યો

Russia's daily coronavirus deaths exceed 1,000 for first time

દેશ 1947માં આઝાદ થયો ત્યારે પ્રજોત્પતિનો દર અથવા ઈન્ડેકસ છઠ્ઠા (6) ક્રમ પર હતો. તેનો અર્થ એ કે બે જણ મળીને સરેરાશ છ બાળકો પેદા કરતા હતા. એ સમયે આબાદી લગભગ 35 કરોડની આસપાસ હતી. તે કૂદકે ભૂસકે એક અબજ 35 કરોડ થઇ ગઇ. આ સાત દાયકાથી વધુ સમયગાળામાં ભારત માટે વસ્તી વધારો એક મહત્વની મોંકાણ રહી છે એ સમયમાં અર્થાત 1952માં ભારત સરકારે, દુનિયામાં સૌ પ્રથમ વખત કુટુંબ નિયોજન કાર્યક્રમ બાદ પણ વસ્તી વધારાની સમસ્યા અસરકારક રીતે હલ થઇ ન હતી. પરંતુ હમણા પ્રથમ વખત, સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ જન્મ અને મરણનું પ્રમાણ લગભગ એક સપાટી પર પહોંચશે.

હકીકતમાં પ્રજોત્પતિનો ઇન્ડેકશ 2.1 હોય તો વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે. જેટલાં જન્મે એટલા સામે મરે છે. જો વસ્તી ઘટાડવી હોય તો ઇન્ડેકસ 2.1 (ટુ પોઈન્ટ વન)ની અંદર હોવો જોઈએ. ભારત સરકાર દ્વારા તૈયાર અને પ્રસિદ્ધ કરાયેલા નેશનલ ફેમિલિ હેલ્થ સર્વે ફાઈવ (પાંચ) મુજબ ભારતની સ્ત્રી જીવનમાં સરેરાશ 2 (બે) બાળકોને જન્મ આપે છે. અને ભારતીય શહેરોમાં વસતી સ્ત્રીઓ સરેરાશ એક પોઈન્ટ છ (1.6) બાળકોને જન્મ આપે છે. જો આખા દેશની સ્ત્રીઓની સરેરાશ એક પોઈન્ટ છ (1.6) થઇ જાય તો દેશની કુલ આબાદીમાં સર્વે યોજાયો હતો. ત્યારે જે ઇન્ડેકસ હતો. તેમાં આ પાંચ વરસમાં દસ ટકાનો ઘટાડો નોંધાયો છે.

જગતની કુલ ધરતીમાંથી ભારત પાસે પૂરી 2.5% ધરતી નથી અને જગતની વસ્તીમાંથી 20% જેટલી પ્રચંડ વસ્તી ધરાવે છે. એ રીતે ભારત દુનિયામાં વસ્તીની સૌથી વધુ ગીચતા (ધનતા) ધરાવે છે. એમ પણ કહેવાય :s કે આજે વસ્તી એક અબજ ચાલીસ કરોડને પાર કરી ગઇ છે. કોઇપણ રાષ્ટ્રના વિકાસ માટે આટલો વસ્તી વિસ્ફોટ ખૂબ મોટો અવરોધ કરાય અને અગાઉ ઘણા વસ્તી વિજ્ઞાનીઓએ ભારતના સ્ફોટને પોપ્યુલેશન બોમ્બ ગણાવ્યો હતો. ઓગણીસમી સદીમાં બ્રિટિશ અર્થશાસ્ત્રી થોમસ માલ્યસે ચેતવણી આપી હતી કે વસ્તી વધારો અન્ય અને જળની સમસ્યા વિકરાળ બનાવશે. સરકારની નીતિઓ પર તેની ખૂબ ઘેરી નકારાત્મક અસરો પડશે. પણ ખેતીવાડીના અને અન્ય નવા વિજ્ઞાને માનવજાતને બચાવી લીધી છે તેની સામે નુકસાન પણ વહોર્યું છે.

અમેરિકાની માફક છેલ્લા સાઠ સિત્તેર વરસમાં વસ્તી સ્થિર રાખી હોત તો ખબર પડી હોત કે આપણા દેશે કેટલો વિકાસ કર્યો છે. પણ તેવું થયું નથી એટલે શું ગુમાવ્યું છે તેનું આકલન પણ યોગ્યપણે થતું નથી. જે મળ્યું છે તે જોઇ શકાયછે. શહેરોની ઝુંપડપટ્ટીઓ, રોજગારીનો અભાવ, વિકાસનાં સાધનો જરૂરી પણ તે માટેનાં નાણાંનો અભાવ. છતાં આ બોમ્બ વચ્ચે ભારતે જે કંઇ પ્રગતિ કરી બતાવી છે તે પણ સરાહનીય છે. પગમાં વજનના મણિકા પહેરીને પણ ખૂબ ઝાઝું અંતર કાપ્યું છે. આ સ્થિતિમાં રહી રહીને પણ બે (2) નો જન્મદર હાંસલ કરવો એ રાહતના સમાચાર છે.

આઝાદી પછીના પ્રથમ 25 વરસ બાદ જન્મદર છ પરથી ઘટીને પાંચ થયો હતો. મતલબ કે ઘણો સમય લાગ્યો.આટલી ધીમી ઝડપ જોઇને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ખૂબ વ્યાકુળ બની જતાં હતાં. એમણે અસાધારણ કદમ ઉઠાવવા ધાર્યા તો દેશના દકિયાનુસી લોકોએ એટલો વિરોધ કર્યો કે જે યોજનાઓ પહેલેથી ચાલતી હતી તે મંદ પડી ગઇ. પછી લોકોમાં શિક્ષણ વધતું ગયું તેમ નવી સમજ આવી. 1990ના દશકમાં કેરળ રાજ્યમાં સૌ પ્રથમ જન્મું પ્રમાણ બે પોઈન્ટ એક (2.1) કરતાં નીચે ગયું. ત્યારબાદ ઘણાં રાજયો તેમાં જોડાતાં ગયાં. ભારતમાં 36 (છત્રીસ) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેમાંથી સત્તાવીસમાં હાલમાં જન્મદર એક પોઈન્ટ નવ (1.9) છે. અર્થ, બે વ્યક્તિ મરે છે ત્યારે સામે પૂરી બે વ્યક્તિ જન્મતી નથી.

આ રીતે એકંદરે વસ્તી ઘટશે. જો કે ભારતના ભણેલાં અને સમજદાર લોકો વસ્તી પેદા કરવામાં જે કસર બાકી રાખે છે તેની ભરપાઈ ઉત્તરપ્રદેશ અને બિહાર કરી આપે છે. ઉત્તરપ્રદેશમાં જન્મ દર બે પોઈન્ટ ચાર (2.4) અને બિહારમાં પૂરો ત્રણ (3) છે. આ સ્થિતિમાં ધાર્મિક માન્યતાઓ અને ખોટો અહમ પોતાની ભૂમિકા ભજવે છે. જો દેરક જણ પોતાની કટ્ટરતા છોડી દેશની સુખાકારીના પ્રયાસોમાં સામેલ થાય તો આ સમસ્યાનો હલ આવે. દાયકા પછી હલ આવતો નથી ત્યારે યોગી સરકાર કડક વલણ અપનાવવા માગે છે. લોકોએ એ પણ યાદ રાખવું જોઇએ કે ઈશ્વરની વ્યવસ્થા અને વણલખ્યા નિયમોને સમજવામાં માણસ ભૂલ કરે ત્યારે સર્જનહાર કોઇએવી વ્યક્તિ કે ઘટનાને પેદા કરે છે જેમાં અમુક લોકોની સાન ઠેકાણે આવે છે. યહૂદીઓ માત્ર 80 લાખ છે પણ જગતમાં તમામ દુશ્મનોની પદૂડી કાઢે છે. પાંડવો માત્ર પાંચ હતા.
વિનોદ પંડયા
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top