SURAT

VIDEO: કામરેજના અંત્રોલી ગામે પાલતું શ્વાન પર દીપડાનો હુમલો

સુરત: સુરતનાં (Surat) કામરેજના અંત્રોલી ગામે દીપડાનો (Leopard) પાલતુ શ્વાન પર હુમલો (Attack) કરતો વિડીયો (Video) સામે આવ્યો છે. એટલું જ નહીં પણ ફાર્મ હાઉસમાં સંકળથી બાંધેલા શ્વાન પર દીપડાનો હુમલો કરતો હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે. ગળામાં પટ્ટો પહેરેલો હોવાના કારણે પાલતુ શ્વાન પોતાનો બચાવ પણ ન કરી શક્યો હોવાનું કહી શકાય છે. દીપડાના હુમલાની સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ છે. ફાર્મના માલિક દ્વારા વન-વિભાગને જાણ કરવામાં આવી છે. ફાર્મ હાઉસ સુધી દીપડો આવી જતા લોકોમા ભયનો માહોલ ઉભો થયો છે.

જયેશભાઇ સોલંકી (સરપંચ અને ખેડૂત) એ જણાવ્યું હતું કે અંટ્રોલી ગામમાં પહેલીવાર દીપડો દેખાયો છે. એટલું જ નહીં પણ ભુખ્યો હોય અને શિકારની શોધમાં ગામમાં લટાર મારવા આવ્યો હોય એ વાત ને નકારી શકાય નહીં. તેમજ ફાર્મમાં રખેવાળી કરતા શ્વાનના ભોકવાથી આકર્ષિત થઈ ફાર્મ માં ઘૂસ્યો હોય શકે જોકે શ્વાન સાંકળ થી બંધાયેલો હોવાને કારણે દીપડો એનો શિકાર કરી ન શક્યો ન હતો. માત્ર ગળા પર અને પટ્ટા પરથી દીપડાના દાંતના નિશાન મળી આવ્યા હતા.

જયેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે રાત્રે 12:30 વાગ્યાની ઘટના બાદ શ્વાન પોતાના બચાવ માટે ભોકવાનું ચાલુ રાખતા ઘર ના તમામ સભ્યો ઉંઘમાંથી જાગી ગયા હતા. દોડીને બહાર આવતા દીપડો ભાગતા દેખાયો હતો. એટલું જ નહીં પણ દીપડો જોઈ પરિવારના તમામ સભ્યો એટલે કે નાના બાળકો, મહિલાઓ સહિતના 8 સભ્યોમાં ભય નો માહોલ ઉભો થયો છે. ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગ ને કરી દેવાય છે.

ગામના સરપંચ અને ખેડૂત જયેશભાઈએ કહ્યું કે 40 વર્ષ જુના ફાર્મ હાઉસ અને ગામમાં પહેલીવાર દીપડો દેખાતા લોકોના જીવ જોખમમાં હોવાનું કહી શકાય છે. દીપડો શિકાર કરવા જ ગામમાં ઘૂસ્યો હોય એ વાતને પણ નકારી શકાય નહીં. તેમણે કહ્યું અંટ્રોલી ગામની વસ્તી ઓછી છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ સહિતનાં પરિવારના સભ્યો આ ગામમાં રહે છે. કેટલાક ઘરોમાં પશુઓ પણ પાળવામાં આવ્યા છે. દીપડો શિકાર માટે ગામમાં આવી ગયો હોવાથી બીજીવાર નહિ આવે એ બાબતે કામગીરી કરાશે.

Most Popular

To Top