SURAT

લીવ-ઇનથી છૂટા થઇ ગયા બાદ યુવકે યુવતીને કહ્યું, ‘તારી સાથે સેક્સ કરવું છે!’

સુરત (Surat) : સરથાણામાં પરિવારથી અલગ રહેતી યુવતીની (Girl) સાથે લીવઇનમાં (Leave in Relationship) રહ્યા બાદ એકલી રહેતી યુવતીને યુવકે કહ્યું કે, મારી તારી સાથે સેક્સ (Sex) કરવો છે. જેથી યુવતીએ બુમાબુમ કરી હતી. આ ઉપરાંત યુવક યુવતીનો પીછો કરતો હોય તેની સામે સરથાણા પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, મુળ ભાવનગર જિલ્લાની વતની અને હાલમાં સરથાણા વિસ્તારમાં રહેતી યુવતી તેના માતા-પિતા અને ભાઇથી અલગ રહે છે. સરથાણામાં તેની બહેનપણી સાથે રહીને ત્યાં જ મહેંદી મુકવાનું કામ કરે છે. આ યુવતીની થોડા સમય પહેલા સીમાડા નાકા પાસે મોમાઇ નગરમાં અશોક વાટીકા રહેતો જનક ઠાકરશીભાઇ ઘેવરીયાની સાથે મુલાકાત થઇ હતી. બંને લીવ-ઇનમાં રહેતા હતા.

દરમિયાન જનકના લગ્ન થઇ ગયા હોય તેમજ તેને સંતાનો હોવાની માહિતી મળતા જ યુવતીએ જનકને તરછોડી દીધો હતો અને સમાધાન કરી લીધું હતું. ત્યારબાદ આ જનક વારંવાર યુવતીની પીછો કરીને હેરાન કરતો હતો. એક દિવસ પહેલા જનકે યુવતીને કહ્યું કે, મારે તારી સાથે સેક્સ કરવું છે. યુવતીએ બુમાબુમ કરતા જનક ત્યાંથી જતો રહ્યો હતો અને બાદમાં ફરીવાર યુવતીનો પીછો કરીને હેરાન કરતો હતો. આ બાબતે યુવતીએ જનકની સામે સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બે દિવસમાં જ પત્નીને તરછોડી ચિઠ્ઠીમાં એસિડ એટેકની ધમકી આપનારા પતિની ધરપકડ
સુરત : ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પોતે ધનાઢ્ય પરિવારનો હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી તરછોડી દેનાર પત્નીને એસિડ એટેકની ધમકી આપનારા પતિની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વરાછાના માતાવાડી વિસ્તારની વર્ષા સોસાયટીમાં રહેતી જાગૃતિ ઉર્ફે જાગુ વલ્લભ બાંભણીયા આઠ મહિના પહેલાં ભાવનગરના મહુવાના લોંગડીમાં રહેતા વિશાલ નાગજી સોલંકીની સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવી હતી. વિશાલે પોતે ધનાઢ્ય પરિવારનો હોવાનું કહી જાગૃતિ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ વિશાલ જે કારખાનામાં રહેતો હતો ત્યાં જાગૃતિને રહેવા માટે લઇ જતાં ભાંડો ફૂટ્યો હતો. આખરે જાગૃતિ પોતાના પિયરમાં રહેવા આવી ગઇ હતી. બે દિવસ પહેલાં જાગૃતિ તેની ભાભી સાથે જતી હતી ત્યારે તેના પગ પાસે એક યુવક ચિઠ્ઠી ફેંકી ગયો હતો. આ ચિઠ્ઠીમાં વિશાલ સોલંકીએ મેસેજ મોકલાવી એસિડ એટેકની ધમકી આપી હતી. આ બાબતે વરાછા પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી વિશાલ સોલંકીની ધરપકડ કરી હતી.

Most Popular

To Top