અત્યારે જ ૨૬ મી જાન્યુઆરી રાષ્ટ્રીય દિન ઉજવ્યો હશે. જેમ સમાજમાં આપણા રક્ષકો પોલિસો છે તેમ સરહદના રક્ષકો આપણા સૈિનકો છે. પડોશી દેશો હંમેશા આપણને પરેશાન કરી રહ્યો છે. આપણે તો ઘરમાં બેઠા સહાનુભૂતિ આપણા જવાનો સાથેથી દર્શાવતા હોઇએ છીએ. પણ…. એમાં આપણે જો ઊંડા ઉતરીએ તો વિચાર આવે છે કે આપણા સૈનિકો પણ આપણા જેમ માનવી છે. હૃદય ધબકે છે, લોહી વહે છે. મગજ દોડે છે. હાથપગ કાર્ય કરે છે.
માંસ – હાડના એ માણસો છે, જવાનો છે. અત્યારે કાતિલ શિયાળો ચાલે છે અને સરહદો પર કાતિલ ઠંડીનો સૂસવાટો વઇ રહ્યો છે. ત્યારે આ જવાનો આવી ઠંડીમાં હિમ જેવી ઠંડીનો સામનો કરી દેશનું રક્ષણ કરી રહ્યાં છે. આપણે ટીવી પર ઘણીવાર શ્રીકૃષ્ણ – મોહન મિશ્રાને ગ્રાઉન્ડ જીરો પર રિપોર્ટીંગ કરતાં જોયા છે. ગ્લેશીયરમાં પણ આ પત્રકાર ઘણીવાર કઠીન પરિસ્થિતિમાં જઇ આપણી સમક્ષ હેવાલો મૂકે છે ત્યારે થાય છે કે આપણા આ બહાદુર અને હાંડ-માંસના માનવીઓ કેવી ઉમદા ભાવના સાથે નિ:સ્વાર્થપણે દેશ માટે સર્વસ્વ હોમવા તૈયાર છે. આ ભાવના પણ જાગવી અને સેવા માટે તત્પર રહેવું એ નાનીસુની વાત તો ન જ કહેવાય. આપણે સૌ સલામી આપી પૂરેપૂરી નિષ્ઠાથી એમના આ કાર્યને બિરદાવીએ.
સુરત – જયા રાણા