National

પીએમ મોદી સહિતના નેતાઓએ આગમાં હોમાયેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો, પરિવારને 4 લાખની સહાય

ગુજરાત સ્થાપનાનો દિવસ (Gujarat founder day) ભરૂચવાસી(people of bharuch)ઓ માટે કાળો દિવસ (black day) બનીને સામે આવ્યો છે. ક્યારેય ન ભૂલાય તેવી ઘટના ભરૂચમાં બની હતી. ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં મધરાતે અચાનક આગ (fire) ફાટી નીકળતા, 14 દર્દીઓ અને 2 નર્સ સહિત કુલ 16 લોકો આગ (Gujarat fire) માં જીવતા ભૂંજાયા હતા. ત્યારે ગુજરાત સરકારે તમામ મૃતકો માટે 4 લાખની સહાય જાહેર કરી છે.

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી 
મુખ્યમંત્રી વિજય રૂપાણી(cm rupani)એ ટ્વીટ કરીને કહ્યું કે, ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનો(family)ને રૂપિયા 4 લાખની સહાય આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm modi)એ પણ ભરૂચની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અંગે સંવેદના વ્યકત કરી હતી. તેમજ અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના નેતાઓએ આ દુ:ખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે, “ભરૂચ હોસ્પિટલમાં આગને કારણે થયેલા માનવ નુકસાનથી હું દુખી છું.” શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ”

ગૃહ પ્રધાન અમિત શાહે એક ટ્વિટમાં કહ્યું છે કે, ગુજરાતના ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલા આગ અકસ્માતથી હું ખૂબ દુ:ખી છું. હું આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.” ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ પણ આ ઘટના અંગે દુ: ખ વ્યક્ત કર્યું છે. સીએમ રૂપાણી દ્વારા આ દુર્ઘટનાથી પીડિત દરેક વ્યક્તિના પરિવારને રૂ .4 લાખની સહાય રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Most Popular

To Top