Charchapatra

કોરોનામાં નેતાઓ હાર-જીત સ્વીકારવા તૈયાર છે

હવે દેશ અને દુનિયામાં પરિવર્તન આવશે કે શું પ્રગતિ થશે- પ્રજાની નજર બદલાઇ છે. પ્રેમ લાગણી ઓછી થાય તો વાંધો નથી. હાર અને જીત સ્વીકારવા માટે કોરોનાથી બિમારીએ પ્રજાને હિંમતવાન બનાવેલ છે. દિવસ અને રાત સેવા કરનાર સેવકો પણ હવે મજબુત બનવા લાગ્યા છે. હવે આવા વાતાવરણમાં કોને સુધરવાની જરૂરિયાત છે. તેનો અભ્યાસ ચાલુ છે. સુખ દુ:ખનો અને હાર-જીતની ચકારણી ચાલુ છે. ભારત દેશની પ્રજા છે અને બોલે છે કે હું, ભારતીય છું. આજે પ્રજાલક્ષી સુધારા-વધારા કરવાની જરૂરિયાત જયાં દેખાશે ત્યાં જો સુધારો થશે તો દેશનો વિકાસ થશે જ પ્રજાની સુખાકારી માટે કડક કાયદાઓ ઘડો અને પ્રજાને 140 કરોડની જનતાને જીવન જીવવા માટે જરૂરી સગવડ મળે તેવા કડક નિયમો બનાવવાની જરૂરીયાત છે.

પ્રજાને આવા સંજોગોમાં દરેક વસ્તુ જયાં જુઓ ત્યાં ગામડુ હોય કે શહેર વેપારીઓના વ્યવસ્થિત કરેલા ભાવે મળે એટલે પ્રજાને પડતા દુ:ખમાં રાહત થાય અને સહકાર મળતો રહે અને સરકાર સાથે જોડાયેલા નેતાઓ પણ તેઓની સેવા પાછળ ભારતનો વિકાસ થાય અને ભારત વ્યવસ્થિત દેશોની ગણત્રીમાં અવ્વલ નંબરે આવે. ભારતની પ્રજાનો સંતોષ એટલે દેશમાં દરેક વસ્તુની છૂટછાટ થાય. જે જે વસ્તુનું વેચાણ થાય તેની નોંધણી થાય અને કહેવું પડે કે આ મારો ભારત દેશ છે અને હું આ ભવ્ય ભારતના 30 જેટલા રાજ્યોમાં રહેવા માટે અને મદદ કરવા માટેની શક્તિ ધરાવનાર સક્ષમ વફાદાર દેશનો વફાદાર મતદાર છું. તેનું મને ગૌરવ છે. દેશ દરેક ક્ષેત્રોમાં વધુને વધુ પ્રમાણમાં પ્રગતિ કરવાની દેશવાસીઓને શકિત આપો એવી પ્રભુને પ્રાર્થના છે. ગર્વ છે ગુજરાતી છું ભવ્ય છે ભારતીય છું. જય જય ગરવી ગુજરાત.

માંડવી – નટવર ચૌહાણ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top