હથોડા: સુરત જિલ્લા એલસીબીને (LCB) બાતમી મળી હતી કે, પાલોદ (Palod) પોલીસ ચોકી હદના મોલવણ ગામે પટેલ ફળિયામાં(Patel Faliya) રૂપલ મોદી પ્રોવિઝન સ્ટોરમાં (Modi Provision Store) તથા તેના ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. આથી એલસીબીએ મોલવણ ગામે રેડ કરતાં રૂપિયા 70 હજારનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. પોલીસે મહિલા બુટલેગર રૂપલ તેજસ મોદીની ધરપકડ કરી પંકજ ઉર્ફે કલ્લુ વસાવા (રહે.,વાલિયા)ને વોન્ટેડ જાહેર કર્યો હતો.લીસની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમે દુકાનમાંથી વિદેશીદારૂની 4 બોટલો જપ્ત કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. તેમજ તેને દારૂ આપી જનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પોલીસને બાતમી મળી હતી કે દુકાનની આડમાં દારૂનો વેપલો થઇ રહ્યો છે
ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના દાંડિયાબજાર મચ્છીમાર્કેટ પાસે શિવમ જનરલ કરિયાણા સ્ટોર ચલાવતો નિલેશ સતિષ રાણા દુકાનની આડમાં દારૂનો વેપલો કરે છે. જેના પગલે ટીમે તેની દુકાને રેડ પાડી હતી. ટીમે નિલેશ રાણાને ઝડપી પાડી દુકાનમાં તપાસ કરતાં એક ટેબલના ખાનામાં મુકેલી કોલેજ બેગમાં વિદેશીદારૂની 4 બોટલો મળી આવી હતી.
જેના પગલે પોલીસે તેની પુછપરછ કરતાં શક્તિનાથ પાસે આવેલા મહાવીર નગર ખાતે રહેતો વિનય મહેન્દ્ર વસાવા તેને દારૂ આપી ગયો હોવાની કેફિયત રજૂ કરી હતી. ટીમે દુકાનમાંથી વિદેશીદારૂની 4 બોટલો જપ્ત કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. તેમજ તેને દારૂ આપી જનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.જેેના પગલે ટીમે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી વિનય વસાવાને વોન્ટેડ જાહેર કરી આગળન કાર્યવાહી હાથ ધરી છે. વિધાનસભાની ચુંટણી જાહેર થઇ ચુકી છે ત્યારે પોલીસ સતર્ક બની છે અને દારૂની બદીને રોકવા માટે બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરાઇ રહી છે.
કુરેલ ગામે દારૂનું વેચાણ કાયમ માટે બંધ કરાવવા માંગ
નવસારી : કુરેલ ગામે દેશી દારૂ તથા વિદેશી દારૂ બંધ કરાવવાની માંગ કરી કુરેલ ગામના સરપંચ અને સભ્યોએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે.કુરેલ ગામના સરપંચ અને સભ્યોએ જિલ્લા પોલીસ વડાને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, કુરેલ ગામે હળપતિ સમાજમાં ઘણા લાંબા સમયથી દારૂનું દુષણ હળપતિ સમાજમાં ઘર કરી ગયું હોવાથી ઘણી બધી સમસ્યાઓ ઉભી કરી રહ્યું છે. પ્રથમ તો દારૂના કારણે હળપતિ સમાજના યુવાનો દારૂની લતને કારણે કમોતે મૃત્યુના મુખમાં ધકેલાય રહ્યા છે. જેના કારણે ઘણી ખરી મહિલાઓ ભર યુવાનીમાં વિધવા થઇ રહી છે. પુરૂષ ઘરની મુખ્ય વ્યક્તિ છે. જો વ્યક્તિ બરાબર ન હોય અથવા વ્યક્તિ જ હયાત ન હોય તો ઘરની તમામ મુશ્કેલીઓનો સામનો સ્ત્રી કેવી રીતે કરતી હોય તે તો એ બહેનો જ જાણે છે. દારૂની વેચાણ પણ ગામમાં કરવામાં આવી રહ્યું છે.
નાની વયના છોકરાઓ દારૂના લતે ચડી ગયા છે
જેના કારણે ઘણી નાની વયના છોકરાઓ દારૂના લતે ચડી ગયા છે. જેથી આવનાર સમયમાં ભણતર માટે પણ એક મોટો પ્રશ્ન ઉભો છે. હળપતિવસમાં દારૂના કારણે દિવસ હોય કે રાત લડાઈ-ઝઘડા સાથે અશાંતિનો માહોલ કાયમ બની ગયો છે. દારૂના કારણે સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમજ કૌટુંબીક સમસ્યાઓ હાલની ઘડીએ ઉભી થઇ છે. જેથી આ પ્રકારના વાતાવરણ કાયમ રહેશે તો હળપતિ સમાજની આવનાર પેઢી માટે એક મોટો વિકટ પ્રશ્ન નહી પણ એક કાયમ માટેની સમાજની મુશ્કેલી ક્યાંતો એક દુખ કાયમ માટે બની રહેશે. જેથી કુરેલ ગામે દેશી દારૂ અને વિદેશી દારૂનું વેચાણ કાયમ માટે બંધ કરાવવાની માંગ કરી છે.