Dakshin Gujarat

ઉમરાખમાં ટ્રક ભરી દારૂ ઊતર્યો, છતાં બારડોલી પોલીસને ખબર ન પડી, LCBએ દરોડો પાડ્યો

બારડોલીના ઉમરાખમાં થતું હોય પોલીસે 10968 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 14.85 લાખ તેમજ દારૂ કાર્ટિંગ માટેના ચાર વાહનો મળી કુલ 35.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 17 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. સુરત જિલ્લા LCBની ટીમ રવિવારના રોજ સુરત જિલ્લાના કડોદરા, પલસાણા અને બારડોલી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે હેડ કોન્સ્ટેબલ કેતન મનુને ખાનગી રાહે

બાતમી મળી હતી કે ગંગાધરા ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સલામ અબ્દુલ હનીફ શા તથા કલામ અબ્દુલ હનીફ શા એક ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી બારડોલી તાલુકાનાં ઉમરાખ ગામે મલથાણા ફળિયામાં ઉમરાખથી કારેલી જતી માઇનોર નહેર પાસે અન્ય વાહનોમાં સગેવગે કરે છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં સ્થળ પર કાર્ટિંગ કરેલા ઇસમોમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસે સ્થળ પરથી એક સલામ અબ્દુલ હનીફ શાને પકડી લીધો હતો અને સ્થળ પરથી 289 બોક્સમાં કુલ 10968 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ 14,85,600 તેમજ એક ટ્રક અને ત્રણ ફોરવ્હીલ કાર કિંમત રૂ. 21 લાખ મળી કુલ 35,85,600નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

કોને કોને વોન્ટેડ જાહેર કરાયા
પોલીસે કલામ અબ્દુલ હનીફ, રમેશ ઉર્ફે માઈકલ જગુ પટેલ, બાબુ સોહનલાલ શાહ ઉર્ફે બાબુ મારવાડી, છગન મારવાડી, પવન રામભરોસે અગ્રવાલ, જયેશ ઉર્ફે બોબી રાઠોડ, રાકેશ ઉર્ફે રોકી મેહુલ મહાજન, મુનાફ સત્તાર અન્સારી, કૌએશી ઉર્ફે લૂલીયો, આમીન, મુકેશ ઉર્ફે ગુલિયો બાબુ પરમાર, સોપાલસિંગ સાલિકસિંગ રાજપૂત, વિરલ જીતુ પટેલ, નીતા પટેલ, મંગળ શ્રીપત વસાવા અને દમણથી કડોદરા સુધી વિદેશી દારૂનો ટ્રક હંકારી લાવનાર ડ્રાઇવરનો વોન્ટેડ જાહેર કર્યા હતા.

Most Popular

To Top