SURAT

મોંધી 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવાં સુરતના આ ઉદ્યોગપતિનાં ફાર્મમાં બાબા બાગેશ્વરનું રોકાણ

સુરત: પાટીદાર સમાજ દ્વારા યોજાતા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં ખૂબ જ આગળ તેમજ ભામાશા તરીકે ઓળખાતા લવજી બાદશાહના (Lavji Badshah) ફાર્મ હાઉસમાં (Farm House) બાબા બાગેશ્વરના (Baba Bageshwar) રોકાણની (Stay) વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા તેઓના રોકાણ માટે સુરતના એરપોર્ટ નજીક વેસુ વિસ્તારના એક ફાર્મહાઉસમાં વ્યવસ્થા કરવામાં આવવાની હતી. ગઈકાલે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ બાબા બાગેશ્વર સીધા ગોપી ફાર્મ ખાતે રાત્રિ રોકાણ માટે પહોંચી ગયા હતા.

અબ્રામા ખાતે ઉદ્યોગપતિ લવજી બાદશાહના ગોપીન ફાર્મહાઉસ 5 સ્ટાર હોટલને પણ ઝાંખી પાડે તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ ફાર્મહાઉસ ખૂબ જ લક્ઝુરિયસ છે. ફાર્મહાઉસમાં બેઠક વ્યવસ્થાથી લઈને સ્વિમિંગ પૂલ સુધીની તમામ વ્યવસ્થાઓ ખૂબ જ આકર્ષક છે. ફાર્મહાઉસ માટેનું રો-મટિરિયલ ઈટાલી જેવા દેશોમાંથી મંગાવવામાં આવ્યું હતું. ઇન્ટિરિયર ડિઝાઇન પાછળ જ કરોડો રૂપિયાનો ખર્ચ લવજી બાદશાહ દ્વારા કરવામાં આવ્યો છે. ઘણી બધી એન્ટિક વસ્તુઓ વિદેશોથી મંગાવવામાં આવી હતી. એવું કહેવાય છે કે, ગોપી ફાર્મ બનાવવા માટે એક આખું કાર્ગો જહાજ ભરીને વિદેશી મટિરિયલ મંગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની ઇન્ટિરિયર ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી.

કોણ છે લવજી બાદશાહ?
સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ અને બિલ્ડર  લવજી બાદશાહની વાત કરીએ તો તેઓએ અલગ અલગ હોસ્પિટલો અને સેવાકીય સંસ્થાઓમાં તેમણે અઢળક રૂપિયાનું દાન આપ્યું છે. કુરિવાજો દૂર કરવા માટે પણ તેમણે અનેક પ્રયાસો કર્યા છે. પાટીદાર સમાજમાં દીકરીઓનો જન્મદર ખૂબ જ ઓછો હતો, તેને વધારવા માટે તેમણે દીકરી બચાવો અભિયાન શરૂ કર્યું હતું. ધાર્મિક કાર્યક્રમોમાં પણ તેઓ ખૂબ જ મોટો ફાળો આપે છે. લવજી બાદશાહ હજારો કરોડની સંપત્તિના આસામી છે. 

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય લવજી બાદશાહ સતત ભાજપ સાથે જોડાયેલા રહેતા જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યક્રમોમાં તેમનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીત તેનું યોગદાન ખૂબ જ મોટું રહે છે. ઉપરાંત તેઓ પાટીદાર અગ્રણી છે. 

Most Popular

To Top