શિર્ષકના કરેલ પ્રશ્ન પર તમારે પોતે નક્કી કરવાનું છેકે, તમારે શું કરવું જોઈએ, આ બાબતે તમારૂ રીએકશન કે એકશન તમારી પોતાની હોવી જોીએ. ખેર! વાત એ બની છે કે સુરત શહેરના કોર્ટસમા વિસ્તારમાં એક વધુ વૃદ્ધાશ્રમ બન્યું છે! આ વાત ઉપરના શિર્ષકને લાગુ પડે છે. વૃદ્ધાશ્રમ બનાવીને દાતાઓ વૃદ્ધોનો સહાયભૂત થતા હોય છે. અને વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ અને નિયમિત કે પ્રસંગોપાત દાતાઓના સથવારે તડછોડાયેલા વૃદ્ધોને સારા મિત્રો મળી રહે, તેમના સુખ-દુ:ખ, આનંદ અને શોકની લાગણી વ્યક્ત કરી એક આરામદાયી બાકીની જીંદગી વિતાવી શકે તેવો જ શુભ આશય હોય શકે. તેઓ સારું જમવાનું- રહેવાનું વૃદ્ધાશ્રમમાં મળી જ શકે છે જે સંભવત્ તેમના પોતાના ઘરમાં કે દીકરાઓ દ્વારા મળતા નથી. હમણાં જ જો કોઈ મોટીવેશન કાર્યક્રમમાં સાંભળ્યું છે કે વૃદ્ધાશ્રમમાં દાખલ થવા પાત્ર વૃદ્ધો દ્વારા તેમની ઉપેક્ષા કરતા દીકરાઓના ફોટા સહિતની જાહેરાત આપે, અને સમાજને જણાવી પોતે વૃદ્ધાશ્રમમાં રહેવા જવાના છે તેવી જાહેરાત સ્થાનિક દૈનિક સત્તાવાર પત્રોમાં પ્રસિદ્ધ કરાવે. (ખર્ચ કોણ કરે?) પછી જ તેવા વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં દાખલ કરવા જોઈએ.
હું અંગત રીતે એક વૃદ્ધાશ્રમના સંપર્કમાં છું જ્યાં એવા પણ વૃદ્ધો રહે છે કે તેમના દીકરા-દીકરીઓને ખબર જ નથી કે તેમના ઘરડા માતા કે પિતા ક્યાં રહે છે? તેઓ દ્વારા તેમના જ માતા-પિતા ક્યાં રહે છે? તેઓ દ્વારા તેમના જ માતા-પિતા વિશે કોઈ તપાસ પણ કરતા નથી ઘરમાંથી ગયા તો બલા તળી જેવી નિર્લજ્જ બની સમાજમાં ફરે છે. તેમને કોઈ પૂછનાર પણ નથી કે તારા તમારા માતા કે પિતા ક્યાં છે? શું વૃદ્ધાશ્રમની સ્થાપના કરી કપૂતોને તો જન્મ આથી તેમને તો પ્રોત્સાહિત નથી કરતાને? સંભવત દીકરા-દીકરીઓનો જ વાંક ગુનો હોય તેવું ન પણ હોય, ઘરડાઓ જ સખણા રહેતા ને હોય તો પણ આમ બને.
સુરત- પરેશ ભાટિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.