Latest News

More Posts

દંપતી પશ્ચિમ બંગાળથી ટ્રેનમાં બેસી જલંધર દીકરીને મળવા માટે જતું હતું

પ્રતિનિધિ વડોદરા તા.17

પશ્ચિમ બંગાળથી જલંધર ખાતે રહેતા પુત્રને મળવા માટે દંપતી જઇ રહ્યું હતુ. તેઓએ અમૃતસર કોચીવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું હતું. દરમિયાન રાત્રીના સમયે દંપતી રિઝર્વેશન કોચમાં ઉંઘી ગયું હતું. તે દરમિયાન કોઇ ગઠિયો રૂ. 1.09લાખની મતા ભરેલા પર્સની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. સવારે ઉઠ્યાં ત્યારે બેગમાં મતા ભરેલું પર્સ જોવા નહી મળતા તેઓએ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે.

પશ્ચિમ બંગાળ ખાતે રહેતા તપનકુમાર વિજયક્રિષ્ણા જાનાએ ફરિયાદ નોંધાવી છે કે 15 સપ્ટેમ્બરના રોજ હુ મારી મારો દીકરો જલંધર ખાતે રહેતો હોય મારી પત્ની સુચિત્રા તથા ભાઇ જ્યોતિર્મય જાનાએ રિઝર્વેશન અમૃતસર કોચીવલ્લી એકસપ્રેસ ટ્રેનમાં કરાવ્યું હતું. દરમિયાન રાત્રીના સમયે હુ મારી સીટ નંબર 4 પર ઉંઘી ગયો હતો. જ્યારે મારી પત્ની જાગતી સુતેલી હતી. ત્યારબાદ કોટા રેલવે સ્ટેશન આવતા ટ્રેન ઉભી રહી હતી. કોટાથી ટ્રેન ઉપડ્યા પછી 16 સપ્ટેમ્બરના રોજ બે વાગ્યાની આસપાસ મારી પત્ની પણ ઉઘી ગઇ હતી. ત્યારબાદ સવાર પડતા વડોદરા રેલવે સ્ટેશન આવતા અમે જાગ્યા હતા. ત્યારબાદ ચા નાસતા માટે પત્ની પાસે રૂપિયા માગ્યા હતા. પત્નીએ રૂપિયા કાઢવા માટે બેગમાં રાખેલું પર્સ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બેગમાં નાનું પર્સ મળી આવ્યુ ન હતુ. જે પર્સમાં સોનાની ચેન રૂપિયા એક લાખ અને રોકડા 9 હજારની મત્તા મુકેલી હતી. જે પર્સની આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં કોઇ પતો લાગ્યો ન હતો.  જેથી દંપતી ઉંઘી ગયું હતું ત્યારે તેમની ઉંઘનો લાભ લઇને ગઠિયો રાત્રીના સમયે એક લાખ ઉપરાંતની મતા ભરેલા પર્સની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. રેલવે પોલીસે તેમની ફરિયાદના આધારે પર્સની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

To Top