ગુજરાતના રાજકોટમાં 10 હોટલમાં બોમ્બની ધમકી મળી છે. ધમકીભર્યો મેલ મળ્યા બાદ પોલીસે સઘન ચેકિંગ પણ હાથ ધર્યું છે. ધમકીભર્યા ઇમેલમાં લખવામાં...
નવી દિલ્હીઃ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં ભારત પરત મોકલવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ...
ખાલિસ્તાન તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) એ દિલ્હીની વ્હાઇટ લીફ પબ્લિક સ્કૂલમાં વડાપ્રધાન મોદી અને કેનેડાના પૂર્વ હાઈ કમિશનર સંજય વર્મા...
મુંબઈ: કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પાર્ટીએ આ યાદીમાં પોતાના 23 ઉમેદવારોના નામ જાહેર...
સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં બે વિમાનો વચ્ચે હવામાં ટકરાવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે સિડનીના દક્ષિણ-પશ્ચિમમાં બે હળવા વિમાનો વચ્ચે હવામાં...
પૂણેઃ બેંગ્લુરુમાં પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ પૂણે ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પણ ભારત હારની નજીક પહોંચી ગયું છે. બેંગ્લુરુ...
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખલતા ગામનો બનાવ શિક્ષણ જગતને શરમાવે તેવો બનાવ ફરી દાહોદ જિલ્લામાં બન્યો દાહોદ જિલ્લામાં ફરીથી શિક્ષણ જગતને શરમાવે...
એક તરફ શુદ્ધ પીવાના પાણીને લઈને અનેક વિસ્તારોમાં સમસ્યા ત્યાં પાલિકા દ્વારા પાણીનો વેડફાટ જોવા મળ્યો એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને...
શહેરમાં વિદેશી શરાબનો જથ્થો ઘુસાડવા બુટલેગરરો અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે દિવાળી પર્વ પર શહેરમાં દારૂની રેલમછેલ કરવા ઢોરને ખવડાવવા માટેના...
ત્રણ વન્યજીવોનો ઉમેરો,રીંછ, તાડ બિલાડી અને શિયાળ નવા મહેમાન આવ્યા : તમામને ક્વોરન્ટાઇન હેઠળ મુકવામાં આવ્યા, સમયગાળો પૂર્ણ થયા બાદ તમામને સામાન્ય...
ક્રાઈમ બ્રાન્ચે ગોત્રી રોડ વિસ્તારમાં ઝૂંપડામાં ઊંઘી રહેલા ચાર સાગરીતોને દબોચી લીધા, સોના ચાંદીના દાગીના સહિત 4.66 લાખ નો મુદ્દામાલ રીકવર.. છેલ્લા...
સુરતઃ થોડા દિવસ અગાઉ અડધી રાત્રે જાહેરમાં થાર કારના બોનેટ પર બેસી આતશબાજી કરી બર્થ ડે સેલિબ્રેટ કરી વિવાદમાં આવેલી સુરતના સિટિલાઈટ...
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા...
ફેસ્ટિવ સિઝન આવી રહી છે અને દિવાળીની ઉજવણી માટે તમે પણ એકદમ ઉત્સાહિત હશો. શું તમે આવનાર તહેવારમાં આઉટ ઓફ ધ બોક્સ...
પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ જનતાને ટ્રાફિક મુશ્કેલી ન પડે માટે વૈકલ્પિક રૂટ સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ વડોદરા તા.26 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત...
કોન્ટ્રાક્ટ પરના સફાઈ કર્મીઓ બોનસ ની માંગણી સાથે હડતાલ પર ઉતરી ગયા વડોદરા શહેરના ડોર ટુ ડોરની કચરા એકત્રીકરણની કામગીરી કરનારા કોન્ટ્રાક્ટના...
નવી દિલ્હીઃ ઈઝરાયેલે શુક્રવારની રાતે ઈરાન પર મોટો હુમલો કર્યો હતો. ઈરાનની રાજધાની તેહરાનમાં મિસાઈલથી એટેક કર્યો હતો. તેહરાનમાં આખી રાત ધમાકા...
પૂણેઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ચાલી રહી છે. આજે મેચનો ત્રીજો...
વ્યક્તિ જો શારીરિક સ્વસ્થતા જાળવી રાખે, એના જેવું ઉત્તમ સુખ બીજું હોઈ ન શકે પરંતુ આજના ફાસ્ટફુડ જમાનામાં વ્યક્તિની સ્વાદની લાલસામાં તંદુરસ્તી...
શાળા, શિક્ષણ કે શિક્ષણપદ્ધતિ વિશે હાલ ઘણાં વિવેચકો અને સમાજનો અભિપ્રાય તંદુરસ્ત નથી. બાળક ઘર છોડીને ભાગી જાય, શાળામાં ગુલ્લી મારે, નાપાસ...
આજકાલનો જમાનો એટલે દેખાવો કરનારાની ભરમાર. ક્યારેક કોઈ દેખાવડાં જણાય અને તેનો ઠાઠમાઠનું દ્રશ્ય, પ્રદર્શન જોવા મળે તો તે દર્શનની પ્રક્રિયા આપણા...
જો આજે ગુજરાતી ભાષાના પ્રારંભિક સાહિત્યકાર, પત્રકાર, ભાષાશાસ્ત્રી નર્મદાશંકર લાલશંકર દવે ચમત્કારિક રીતે પુનર્જીવિત થઇ ફરી સુરતમાં અવતરે અને પોતાનું છાપું ‘દાંડિયો’...
યરવડાની સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટીમાં નિવાસ, દિવસે મજૂરી કરતા પિતા દેવરામ રાત્રિ શાળામાં ભણીને ખેતી સ્નાતક થયા હતા. ચાર દીકરીઓ. ઝૂંપડપટ્ટીમાં રહેલી પુત્રીઓને અંગ્રેજી...
ભારતને ૧૯૪૭માં આઝાદી મળી ત્યારથી લઈને આજ દિન સુધીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું વ્યક્તિત્વ, અસ્તિત્વ અને સત્તા ટકાવી રાખવા માટે નેહરુ-ગાંધી પરિવારના શરણે...
કોલેજમાં ભણતો નિહાર દાદીને મંદિરે દર્શન કરવા લઇ ગયો. તેણે દાદીને પૂછ્યું, ‘દાદી,તમે રોજ રોજ મંદિરે દર્શન કરવા શું કામ આવો છો?’દાદીએ...
જ્યારે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવા માટે નામોની ચર્ચા કરવા અથવા સૂચવવાની વાત આવે છે ત્યારે હંમેશાં ચર્ચા અને...
રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક છોડી અને વાયનાડ બેઠક છોડી ત્યારથી લગભગ નક્કી હતું કે, પ્રિયંકા ગાંધી ત્યાંથી ચૂંટણી લડશે અને આખરે એણે...
જેમ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષના સંબંધો છે તેમ ચીન સાથે પણ ભારતના સંઘર્ષના સંબંધો છે. ચીન એક મહત્વાકાંક્ષી દેશ છે અને...
25મી ઓક્ટોબર 2024 ના રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના શૈક્ષણિક અને સંશોધન વિભાગ દ્વારા માઇન્ડફુલનેસ પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP)નું આયોજન...
સુભાનપુરામા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરનાર બિલ્ડરના પત્નીએ લાશનું પી.એમ.કર્યા વિના લાશ સોંપવા રજૂઆત કરી શહેરના સુભાનપુરા વોર્ડ...
દમણ : સંઘપ્રદેશ દમણમાં 31 ફર્સ્ટને લઈને વિવિધ હોટલો અને રિસોર્ટ 50 ટકાથી વધુ બુક થઈ ગયા છે. આ માટે હોટલો દ્વારા પર્યટકોને આકર્ષવા રૂપિયા 3 હજારથી લઈને 20 હજાર સુધીના પેકેજ પણ નક્કી કરી દીધા છે.
દમણમાં દર વર્ષે 31 મી ડિસેમ્બરના રોજ નવા વર્ષના વધામણાની ઉજવણી કરવા અર્થે મોટી સંખ્યામાં પર્યટકો દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, અમદાવાદ, મુંબઈ અને મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી પ્રદેશની સહેલગાહે ઉમટી પડતા હોય છે. ઉજવણી કરવા આવતા પર્યટકોને નવા વર્ષની રાત્રિ દરમ્યાન થનારી ઉજવણીમાં કોઈ કચાસ ન રહી જાય એવા આશય સાથે હોટલો અને રિસોર્ટ દ્વારા ખાસ પેકેજ પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ડીજે પાર્ટી, લાઈવ મ્યૂઝિક, થીમ પાર્ટી, ફાયર શો, કોકટેલ વીથ ડિનર સહિત અન્ય આકર્ષક પેકેજ નક્કી કરવામાં આવ્યા છે. વિવિધ હોટલોમાં રૂપિયા 3 થી 20 હજારથી વધુના રકમના પેકેજ નક્કી કરાયા છે. સાથે હોટલની બહાર રંગબેરંગી આકર્ષક લાઈટનો શણગાર પણ કરાયો છે. પર્યટકો પણ વિવિધ એજન્ટ, ઓનલાઈન સહિત અન્ય માધ્યમો થકી પોતાનું હોટલનું બુકિંગ કરાવી રહ્યા છે. ત્યારે 31 મી ડિસેમ્બરના રોજ દમણની 250 થી વધુ નાની મોટી હોટલ, રિસોર્ટ સહિત બાર એન્ડ રેસ્ટોરન્ટ પર્યટકોની ઉભરાઈ જશે, તેવી સંભાવનાઓ હોટલ સંચાલકો સેવી રહ્યા છે.
દમણમાં 31 ફર્સ્ટના દિવસે ડી.જે. અને લાઈવ મ્યૂઝિકના તાલ પરલોકો દારૂ-બિયર અને ખાણીપીણીના જલસા સાથે નવા વર્ષના વધામણાં કરી પરત પોતાના ઘર તરફ રવાના થશે. ત્યારે દમણ ગુજરાત બોર્ડર પર દારૂનું સેવન કરી આવતા લોકોને પકડી જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસનો કાફલો પણ તૈનાત રહેલો હશે. જે જોતાં પોલીસની પકડવાની કાર્યવાહી અને આખો દિવસ જેલમાં વિતાવ્યા બાદ કોર્ટમાંથી જામીન લઈ છૂટવાની બદનામ અને શરમજનક પ્રક્રિયાના કારણે મોટાભાગના પર્યટકો દમણ આવવાનું ટાળી શકે તેવી ઘણી સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યારે જે પર્યટકોએ હોટલ અથવા તો નાના મોટા ગેસ્ટ હાઉસમાં રૂમ લઈને રાત્રિ રોકાણ કરશે તેવા જ પર્યટકો મોડીરાત સુધી ઉજવણીની સાચી મજા માણી શકશે તેવું લાગી રહ્યું છે.