અમરેલીઃ ધનતેરસની રાતે જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર જીવલેણ હુમલો થયો હતો. મોડી રાત્રે સામા કાંઠે બોટ મુકવા બાબતે...
સુરત : હીરા, બાંધકામ અને કેમિકલ ઉદ્યોગની મંદી વચ્ચે પુષ્ય નક્ષત્રનાં શુભ મુહૂર્તમાં સોનાં ચાંદીનો સારો વેપાર થયો હોવાનો દાવો કરનાર સુરતનાં...
ડભોઇ : ડભોઇ પાલિકા દ્વારા ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા મુખ્ય માર્ગ પર દિવાળી ના 5 દિવસ ભેગા થવા પર તેમજ...
દિવાળીમાં તહેવારોની સીઝન જોતજોતામાં આવી. તહેવારની ખુશી વચ્ચે મનુષ્યને જીવનમાં ઉત્તરોત્તર બદલાવ લાવવાની તમન્ના અને ઝંખના બંને હોય છે. આના માટે અનેક...
એક કલ્પના કરો. એક નદી અને તેના ઉપર એક પુલ. એ પુલ ઉપર બીજી નદી અને એ નદી ઉપર બીજો પુલ. નદી...
આદિવાસી સમાજ 89% જીવનશૈલી અન્ય સમાજની જીવનશૈલીથી જીવી રહ્યો છે. પોતાની સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યો છે. આજે આદિવાસી સંસ્કૃતિનું અસ્તિત્વ બચાવવું એ...
ઉત્સવનું અને આનંદ ઉલ્લાસ તથા દીપકનું પર્વ એટલે દિવાળી પણ કયાં આજની દિવાળી અને કયાં પહેલાંની દિવાળી. પહેલાં તો દિવાળીના નાસ્તા પણ...
દિવાળીની આખી રાત ફટાકડાથી આકાશ ગૂંજે,શેરી મહોલ્લામાં આંગણામાં રંગોળી પુરાય. સુરતની શેરીની દિવાળીની રોનક કંઈ અલગ લાગે.નૂતન વર્ષને આવકારવા સુરતીઓ આખી રાત...
ભગવાન જગન્નાથજીના પરમ ભક્ત માધવદાસજીના જીવનચરિત્રની વાત છે. ભક્ત માધવદાસજીનાં પત્નીનું મૃત્યુ થયું અને સંતાન ખૂબ જ નાનું હતું. માધવદાસજી ખૂબ જ...
પ્રકૃતિએ માનવને સ્વસ્થ રહેવા શરીરરૂપી સાધન સાથે પાંચ ઈન્દ્રિયની વ્યવસ્થા જોડી આપી છે. મનુષ્ય ધારે તો પ્રાણ (ઓક્સીજન)ના અતિ સંચયથી મસ્તિષ્કમાં રહેલ...
20 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં થનાર તમામ ચૂંટણી મુકાબલાઓમાં દક્ષિણ મુંબઈની વર્લી બેઠક માટેનો સંઘર્ષ સૌથી વધુ જોવામાં આવ્યો છે. ભારતના કેટલાક ધનિક...
છેલ્લા કેટલાક સમયથી ભારતીય અર્થતંત્રમાં કંઇક વિચિત્ર સ્થિતિ દેખાય છે. એક તરફ ઘણા સમયથી અહેવાલો મળે છે કોવિડના રોગચાળા પછી ભારતની રિકવરી...
અમેરિકા દુનિયાનો સૌથી વધુ સમૃદ્ધ દેશ છે, તેનું કારણ તેનો જીડીપી નથી, પણ તેની કરન્સી છે. અમેરિકાનો ડોલર તેના માટે કુબેરનો ખજાનો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાને સોમવારે ગુજરાતના વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડનું ઉદ્ઘાટન કર્યું હતું. ટાટાના આ પ્લાન્ટમાં એરબસની મદદથી...
અમૂલ ડેરીના 78મા સ્થાપના દિવસ તેમજ સરદાર પટેલની 149મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ અમૂલ દ્વારા ટોટલ મિક્સ રાશન પ્લાન્ટ અને કણજરી –...
આંકલાવના તળાવમાં નાહવા ગયેલ ત્રણ બાળકો ડૂબ્યાં, બે બાળકોના મોત, એક ગંભીર સમગ્ર આણંદ જિલ્લામાં હાલમાં દિવાળી પર્વ અને નૂતનવર્ષની ઉજવણીનો માહોલ...
પ્રતિનિધિ વડોદરા તા.29 આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિના ઘરમાંથી મોડી રાત્રીના સમયે સનસનાભરી રૂ. 11.75 લાખની લૂંટ ચલાવવાના કેસમાં ક્રાઇમ...
ગાંધીનગર: રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર મહાનગરોને વિવિધ ૫૦૨ જેટલા વિકાસકામો માટે...
એર ઈન્ડિયાની 32 ફ્લાઈટ્સમાં મંગળવારે બોમ્બની ધમકી મળી છે. અત્યાર સુધીમાં 400ને ફેક ધમકી મળી ચુકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંગળવારે જે...
આવતી કાલે કાળી ચૌદસ છે કાળી ચૌદસને નરક ચતુર્દશીને કે રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે આજના દિવસનું એક વિશિષ્ટ મહત્વ છે...
એલએસીમાંથી સૈનિકોની ખસી જવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. દેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાંથી ભારત અને ચીનની સેનાઓ હટી ગઈ છે. સંરક્ષણ સૂત્રોના...
રાજસ્થાનના સીકરમાં એક મોટો અકસ્માત થયો છે. સાલાસર તરફથી આવતી બસ બ્રિજ કલ્વર્ટ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા...
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે NCP અજીત જૂથ દ્વારા નવાબ મલિકને વિધાનસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ NCPએ નવાબ મલિકને માનખુર્દ...
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝા યુદ્ધનું મેદાન બની રહ્યું છે. ઈઝરાયેલે ગાઝામાં ફરી એકવાર મોટી સૈન્ય કાર્યવાહી કરી છે....
એરલાઈન્સને ધમકી આપવાની પ્રક્રિયા અટકી રહી નથી. છેલ્લા 13 દિવસમાં અત્યાર સુધીમાં 300થી વધુ ધમકીઓ મળી છે. આ બધા પાછળ કોનો હાથ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ધન્વંતરી જયંતિ અને 9મા આયુર્વેદ દિવસ પર દેશભરમાં રૂ. 12,850 કરોડના સ્વાસ્થ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા...
સુરતઃ હાલમાં સુરત શહેરી વિસ્તારમાં મેટ્રો ટ્રેનની કામગીરી કાર્યરત છે. મેટ્રો ટ્રેનની કામગીરી ખાનગી એજન્સી “ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ” ને સોંપવામાં...
ગુજરાત સહિત વડોદરા શહેરમાં વરસાદે વિદાય લીધી છે છતાં પાલિકાni નબળી કામગીરીના કારણે શહેરમાં ભૂવા પડવાનું ચાલુ છે. આજે સવારે અકોટા કળશ...
નવી દિલ્હીઃ ગૂગલને મોટો ઝટકો લાગ્યો છે. કંપનીને તેની સત્તાનો દુરુપયોગ કરવાના 15 વર્ષ જૂના કેસમાં દોષી ઠેરવવામાં આવી છે. વર્ષ 2017માં...
સુરત: સુરતથી નવસારીની ઝડપી કનેક્ટિવિટી મળી રહે તે માટે અતિ મહત્વના પ્રોજેક્ટ આભવા (સુરત)થી ઉભરાટ (નવસારી)ને જોડતા મીંઢોળા નદી પર બ્રિજ બનાવવાનું...
કર્ણાટકના બેલગાવીમાં ગુરુવારે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક યોજાઈ હતી જેમાં 26 જાન્યુઆરી, 2025થી ‘સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદ યાત્રા’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સભાના પહેલા દિવસે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું. આ સંમેલનમાં સોનિયા ગાંધીએ હાજરી આપી ન હતી પરંતુ તેમણે પત્ર દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
બેઠક બાદ પાર્ટીના નેતા જયરામ રમેશે કહ્યું કે અમે માનીએ છીએ કે ભારત જોડો યાત્રાએ કોંગ્રેસમાં પ્રાણ પૂર્યા હતા. કોંગ્રેસની રાજનીતિમાં આ એક મહત્વનો વળાંક હતો. અમે ભારત જોડો ન્યાય યાત્રા પણ કાઢી. હવે 26 જાન્યુઆરીથી અમે એક વર્ષ લાંબી ‘સેવ કોન્સ્ટિટ્યુશન નેશનલ માર્ચ’ શરૂ કરીશું. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ ડિસેમ્બર 2024થી જાન્યુઆરી 2026 સુધી લોકો સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવશે અને જય બાપુ, જય ભીમ, જય બંધારણ રાજકીય અભિયાન શરૂ કરશે.
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર સવાલો ઉઠાવ્યા છે. રાહુલે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં 118 સીટો પર 72 લાખ મતદારો ઉમેરવામાં આવ્યા હતા જેમાંથી ભાજપે 102 સીટો જીતી હતી. તે સ્પષ્ટ છે કે ક્યાંક કંઈક ખોટું છે.
પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભાજપ તમામ બંધારણીય સંસ્થાઓ પર કબજો કરવા માંગે છે. અમે લડાઈ લડતા રહીશું. ચૂંટણી પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ ધીમે ધીમે ઘટી રહ્યો છે અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલો ઉઠી રહ્યા છે. ચૂંટણીના નિયમોમાં ફેરફાર કરીને આ સરકાર શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે જેને શેર કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે. ક્યારેક મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે, ક્યારેક તેમને મતદાન કરતા અટકાવવામાં આવે છે, ક્યારેક મતદાર યાદીમાં અચાનક મતદારો વધી જાય છે તો ક્યારેક મતદાનના છેલ્લા સમયે મતની ટકાવારી અણધારી રીતે વધી જાય છે. આ કેટલાક પ્રશ્નો છે જેના કોઈ સંતોષકારક જવાબ નથી.
ભાજપનો આરોપ – કોંગ્રેસના પોસ્ટરમાં ભારતનો ખોટો નકશો
બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા નકશાની તસવીર પોસ્ટ કરી છે એવા ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે.