કાલોલ :;કાલોલ તાલુકાના મીરાપુરી ગામે સોમવારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ, ત્યારે રાત્રિના સમયે ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીના પાણીમાં ડુબી જવાથી...
ફેબ્રુઆરી 2020 માં દિલ્હી રમખાણો પાછળના મોટા કાવતરા સાથે સંબંધિત કેસમાં આરોપીઓને હાઇકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. દિલ્હી હાઇકોર્ટે મંગળવારે રમખાણોના...
અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં મૃત્યુઆંક 1411 થયો છે જ્યારે ઘાયલોની સંખ્યા 3250 થી વધુ થઈ ગઈ છે. સમાચાર એજન્સી એપી અનુસાર તાલિબાને આ માહિતી...
16 દિવસની મતદાર અધિકાર યાત્રા પૂર્ણ કર્યા પછી તેજસ્વી યાદવ યુવાનો સાથે નાચતા જોવા મળ્યા. પટનામાં મરીન ડ્રાઇવ પર તેજસ્વી યાદવનો ડાન્સ...
રાજ્ય સરકારે રાજ્યની પ્રજાને મોટી રાહત આપી છે. સરકારે ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેને પગલે હવે લાઈટ...
સાવલી: સાવલી તાલુકાના તુલસીપુરા ગામના નવીન ગ્રામ પંચાયત ઘરની મંજૂરી મળી ગયા બાદ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં ન આવતા સરપંચ અને...
કોંગ્રેસના સાંસદ તારિક અનવરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે વડા પ્રધાને અગાઉ...
વડોદરા: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરા પોલીસને ટ્રાફિક પોલીસ તથા ટીઆરબીના જવાનો માટે ઉનાળામાં પાણી,છાસ સહિત દરેક જંકશન પર પહોંચાડવા માટે...
પ્રજાને અવરજવર માટે ભારે હાલાકી વેઠવાનો વારો કવાંટ: કવાંટ તાલુકાના પાનવડ ગામે પુલનો એક ભાગ ધસી પડતા અવરજવરમાં પ્રજાને ભારે હાલાકી વેઠવાનો...
ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યા સાથે જોડાયેલા મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ હત્યા કેસના આરોપી જાવેદને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે....
વિઝાની પ્રોસેસ કરવા માટે રૂ.14.50 લાખનો ખર્ચ થશે તેમ કહી રૂ. 2.20 લાખ પડાવ્યા વડોદરા તારીખ 2 ઉંડેરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા...
( પ્રતિનિધિ )વડોદરા,તા.2 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નવા વીસી પ્રો.બી.એમ.ભણગે એ સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. પ્રોફેસર બી.એમ. ભણગેએ વાઇસ ચાન્સેલર તરીકે...
( પ્રતિનિધિ )વડોદરા,તા.2 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નવા વીસી પ્રો.બી.એમ.ભણગે એ સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. પ્રોફેસર બી.એમ. ભણગેએ વાઇસ ચાન્સેલર તરીકે...
મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરંગેએ ભૂખ હડતાલ સમેટી લીધી છે. સાથેજ તેમણે જીતનો દાવો કર્યો છે. આજે એક સરકારી પ્રતિનિધિમંડળ મનોજ...
સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ પર મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આધાર કાર્ડને નાગરિકતાના પુરાવા તરીકે રજૂ કરી શકાતું...
શહેરનાં પુણા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કચરા ગાડીની મનમાનીને પગલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે...
શહેરના નાના વરાછા ખાતે પોતાના બનેવી સાથે રહેતા યુવકને મોડી રાત્રે મોબાઇલ ચાંજિંગ ઉપર મુક્તી વખતે કંરટ લાગતા ત્યાં જ ઢળી પડ્યો...
પ્રતિનિધી ગોધરા તા.02ગોધરા તાલુકાના ઉજડિયાના મુવાડા ગામમાં રસ્તાઓ પર ઠેર ઠેર કાદવ અને કીચડ જામી જવાથી ગ્રામજનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે...
સુરતમાંથી નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીંના અડાજણ વિસ્તારમાં નકલી વિઝા બનાવતી ફેક્ટરી પકડાઈ છે. સુરત પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં...
કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી કરવામાં આવેલા કથિત અશ્લીલ નિવેદનો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન મોદીએ...
ચોથા સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય...
ગુજરાત મિત્ર.પાવી જેતપુર: જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર ટાઉન શંકરટેકરીની બાજુમાં ઓરસંગ નદી પાસે એક સફેદ કલરની સ્કોર્પીયો ફોર વ્હિલ ગાડીમાંથી...
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ડાબા હાથના આ ફાસ્ટ બોલરે કહ્યું કે તે પોતાનું સંપૂર્ણ...
સાગબારાનું નામ કઈ રીતે પડ્યુંસાગબારા એ વસાવા રજવાડું હતું. સાગબારા એ સમયે આવવું હોય તો દુર્ગમ સ્થિતિ બળદગાડા સિવાય કોઈ છૂટકો ન...
અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હમ અલીયેવે કહ્યું છે કે ભારત તેમના દેશ સાથે દુશ્મનાવટભર્યું વર્તન કરી રહ્યું છે. અલીયેવે કહ્યું છે કે અઝરબૈજાનના પાકિસ્તાન...
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉષ્માભરી વાતચીત બાદ...
માનસિક રીતે અસ્વસ્થ દેવીપૂજક સમાજની મહિલાનુ મોત થયું હોવાની માહિતી : ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગળની કામગીરી હાથ ધરી :...
( પ્રતિનિધી )વડોદરા,તા.2 વડોદરા શહેરમાં તહેવારોની ભરમાર વચ્ચે અકસ્માતોની પણ વણઝાર જોવા મળી રહી છે, તેવામાં મધરાત્રીએ લાલબાગ બ્રિજ ઉપર અકસ્માતની ઘટના...
શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે વલખાં તો બીજી તરફ પીવાના પાણીનો વ્યય અનગઢ વહીવટના કારણે રસ્તા પર ફરી પાણી વહેતું થતા...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે....
ગાંધીનગર ખાતે સર્વાનુમતે લેવાયેલા નિર્ણયમાં વાઇસ-ચેરમેન પદે સંગ્રામ ચૌધરીની બિનહરીફ વરણી
(પ્રતિનિધિ) આણંદ તા.9
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF – અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર ડો. જયેન મહેતાની સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અમૂલફેડ ડેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ વરણી સાથે જ દેશભરમાં સહકારી ડેરી આંદોલનને વધુ મજબૂત બનાવી ‘સહકારથી સમૃદ્ધિ’ ના વિઝનને વેગ આપવા નવી નેતાગીરી સજ્જ થઈ છે.
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના પદાધિકારીઓની આ ચૂંટણીમાં ડો.જયેન મહેતાના નામનો પ્રસ્તાવ GCMMF ના ચેરમેન અશોક ચૌધરી દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારે સમર્થન આપ્યું હતું. ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા નિયુક્ત રિટર્નિંગ ઓફિસર અને ગાંધીનગરના કલેક્ટર રવિન્દ્ર ડી. ખટાલે દ્વારા આ ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાના બાયલોઝ મુજબ, બંને હોદ્દેદારો 5મી મે 2026 થી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાની સેવાઓ આપશે.
ઉલ્લેખનીય છે કે, એસપીસીડીએફનું ઉદ્ઘાટન 6ઠ્ઠી જુલાઈ 2025ના રોજ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેડરેશનના બોર્ડમાં GCMMF અને તેના 10 સભ્ય દૂધ સંઘો ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ 20 રાજ્યોના 20 હજારથી વધુ ગામોના 20 લાખથી વધુ દૂધ ઉત્પાદક ખેડૂતોને ગુજરાત બહાર સંગઠિત સહકારી માળખા સાથે જોડી તેમને દૂધના વ્યાજબી ભાવ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહના “વ્હાઇટ રિવોલ્યુશન 2.0” ના વિઝનને સુસંગત છે. નવનિયુક્ત ચેરમેન ડો.જયેન મહેતા અને વાઇસ-ચેરમેન સંગ્રામ ચૌધરીએ તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ અમૂલની મેનેજમેન્ટ અને માર્કેટિંગ કુશળતાનો લાભ દેશભરના ખેડૂતો સુધી પહોંચાડી ગ્રામ્ય સમૃદ્ધિને ગતિ આપવા માટે કટિબદ્ધ છે.