Latest News

More Posts

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચાલી રહેલી G20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસ મોડલ, પરંપરાગત જ્ઞાન અને ડ્રગ્સ–આતંકવાદ અંગે મહત્વપૂર્ણ પ્રસ્તાવો રજૂ કર્યા.

દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં તા. 21 થી 23 નવેમ્બર દરમિયાન G20 સમિટ ચાલી રહી છે. આ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત તા. 21 નવેમ્બરક શુક્રવારે દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા. આજે તેમણે ઉદ્ઘાટન સત્રમાં હાજર નેતાઓને સંબોધિત કર્યા અને ત્રણ મોટા પ્રસ્તાવો રજૂ કર્યા.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે છેલ્લા ઘણા દાયકાઓથી દુનિયાનો વિકાસ મોડલ મોટાપાયે પ્રકૃતિનું નુકસાન કરી રહ્યો છે. આ વિકાસ મોડલના કારણે આફ્રિકા અને ગ્લોબલ સાઉથ જેવા વિસ્તારો વધુ અસરગ્રસ્ત બન્યા છે. તેથી હવે આખી દુનિયાએ વિકાસના મોડલ પર ફરી વિચાર કરવાની જરૂર છે.

1. ગ્લોબલ ટ્રેડિશનલ નૉલેજ રિપોઝિટરીનો પ્રસ્તાવ
PM મોદીએ વિશ્વભરના પરંપરાગત જ્ઞાનને એકત્રિત કરીને એક વૈશ્વિક જ્ઞાન ભંડાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે જુદી–જુદી સંસ્કૃતિઓમાં સદીઓથી ચાલતી પરંપરાઓ પ્રકૃતિનું સંતુલન જાળવી રાખે છે. આ પરંપરાગત જ્ઞાનને સાચવીને આગામી પેઢી સુધી પહોંચાડવું ખૂબ જ મહત્વનું છે.

2. સ્કિલ્સ મલ્ટિપ્લાયર પ્રસ્તાવ
આફ્રિકાની પ્રગતિને સમગ્ર વિશ્વના વિકાસ સાથે જોડતા PM મોદીએ સ્કિલ્સ મલ્ટિપ્લાયર મોડલ રજૂ કર્યું. આ પ્રસ્તાવ હેઠળ G20 દેશોના સહયોગથી આગામી 10 વર્ષમાં 10 લાખ ટ્રેનર્સ તૈયાર કરાશે. આ ટ્રેનર્સ આગલા સમયમાં કરોડો યુવાનોને નવી કુશળતાઓ શીખવશે. મોદીએ કહ્યું કે યુવાનોને સશક્ત બનાવ્યા વગર વિશ્વનો વિકાસ શક્ય નથી.

3. ડ્રગ્સ અને આતંકવાદ સામે કાર્યવાહી
મોદીએ ફેન્ટાનીલ જેવા ઘાતક ડ્રગ્સનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ડ્રગ્સ માત્ર આરોગ્ય નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ગંભીર ખતરો છે. ડ્રગ્સ નેટવર્ક અને આતંકવાદ એકબીજાથી જોડાયેલા છે અને દુનિયાએ તેના સામે એકજૂટ અભિયાન ચલાવવું પડશે. તેમણે G20 દેશોને આ મામલે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

તેમજ સમિટ દરમ્યાન PM મોદીએ ઈટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી અને અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.

To Top