વીતેલા વર્ષો દરમિયાન આ સ્પોટ પર અનેકવાર પ્રાણઘાતક અકસ્માતોની હારમાળા સર્જાઈ છે પોર અને જાંબુઆ બ્રિજ સત્વરે પહોળા કરવા કેન્દ્રીય મંત્રીની હાઇવે...
મુંબઈઃ મહારાષ્ટ્રનો આગલા મુખ્યમંત્રી કોણ હશે? ત્રણ દિવસથી પૂછાઈ રહેલાં આ સવાલ વચ્ચે આજે એકનાથ શિંદેએ પત્રકારો સામે આવી મોટું નિવેદન આપ્યું...
ગાંધીનગર જીએસડીએમ અધિકારી તથા આરએફઓ ટીમે ફાયર સ્ટેશન ખાતે ઓચિંતી મુલાકાત લીધી વડોદરા શહેરમાં કોઈપણ જગ્યાએ આગનો બનાવ કે પછી મોટી દુર્ઘટના...
નવી પેન્શન નીતિ,ખાનગીકરણ સહિતના પ્રશ્ને ઉગ્ર સુત્રોચાર પોકાર્યા : ( પ્રતિનિધિ )વડોદરા,તા.27 વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણની આગેવાની હેઠળ નવાયાર્ડ...
વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન આવેલા પૂરે તારાજી સર્જી હતી. જેના કારણે લોકોને વ્યાપક નુકસાન થયું હતું. સરકારે પુરગ્રસ્ત લોકોને કેશડોલ રૂપે આર્થિક...
નવી દિલ્હીઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પર્થ ટેસ્ટમાં 295 રનની જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ તાજેતરની આઈસીસી રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. આજે બુધવારે...
નવી દિલ્હીઃ પાડોશી દેશ બાંગ્લાદેશ હાલમાં ભારે અશાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. હિંદુઓ પર હુમલા અને ધાર્મિક નેતા ચિન્મય પ્રભુની ધરપકડ બાદ...
લોથલઃ રાજ્યના ધોળકામાં આવેલા લોથલમાં આજે મોટી દુર્ઘટના બની છે. અહીં ઊંડા ખાડામાં માટીના સેમ્પલ લેવા ઉતરી હતી ત્યારે ભેખડ ધસી પડી...
કન્ટેનરમાંથી વિદેશી શરાબની 161 પેટીઓ સાથે ડ્રાઈવરની અટકાયત અને એક ફરાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ભરૂચથી વડોદરા તરફ બંધ કન્ટેનર મારફતે લઈ...
માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લોગિંગ નહિ કરવા ચીમકી ઉચ્ચારી : ઓનલાઈન ફૂડ ડિલિવરી મંગાવતા ખાવાના શોખીનોને જાતે હોટેલ રેસ્ટોરેન્ટમાં ધક્કા...
વડોદરા પાલિકાની દબાણ શાખા વિદ્યુત વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસને સાથે રાખી અકોટા વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોંચી પાલિકાની દબાણ શાખાની...
સોશિયલ મીડિયાથી પ્રેમ સબંધ બાંધ્યા બાદ બે સંતાનના પિતાએ યુવતીને પાવાગઢ તથા વડોદરા સહિતની હોટલમાં લઈ જઈ કૃત્ય આચર્યું, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય...
વડોદરા: પેન્શનધારકો માટે રાહતના સમાચાર છે. જીવન પ્રમાણપત્ર મેળવવા માટે પેન્શનધારકોએ હવે કોઈ ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી....
સુરતઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દયનીય બની છે. શહેરમાં ત્રણ દિવસમાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે. પોલીસ પેટ્રોલિંગ અને કોમ્બિંગના દેખાડા...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપની આગેવાની હેઠળના મહાગઠબંધનમાંથી આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ...
સુરતઃ રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતાં વાહનોની સંખ્યાની સાથે અકસ્માતના બનાવોમાં પણ ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે એક...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં હજુ સુધી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી થયો નથી. સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે ભાજપ બહુમતીની નજીક છે અને અજિત પવાર...
ગંદકી કરી તો હવે ખેર નહીં:- પાલિકા તંત્ર વડોદરા શહેર વોર્ડ નંબર ચારમાં ખોડીયાર નગર વિસ્તારમાં સાવન આમલેટના સંચાલક દ્વારા જાહેરમાં કચરો...
ઘણા પ્રમોટર્સ કમર્ચારીઓનાં વર્તન અને વ્યવહારમાં બદલાવ લાવવાની જરૂરિયાત અનુભવે છે. તેઓ માને છે કે કમર્ચારીઓનાં વાણી, વર્તન અને વ્યવહારમાં જો બદલાવ...
ઉદ્યોગસાહસિકો આમ તો પોતાનું કામ શાંતિથી કોઈ અડચણ વિના થાય તે માટે સતત પ્રયાસ કરતા હોય છે. પોતાનું નામ વિવાદમાં ન આવે...
એક દિવસ કર્ણે ભગવાન શ્રીકૃષ્ણને ફરિયાદ કરતાં કહ્યું, “હે શ્રીકૃષ્ણ, મારા મનમાં ફરિયાદો છે. તમે તેનું નિરાકરણ કરો.”શ્રીકૃષ્ણે કહ્યું, “સારું ,મને તારી...
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પરિણામો આવ્યા, મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધનનો ભવ્ય વિજય થયો. ઝારખંડમાં શાસક ઇન્ડિગા ગઠબંધનનો વિજય થયો. મહારાષ્ટ્રના વિજયી...
વાઘોડિયા રોડ દર્શનમ અર્ટિકા પાસે છેલ્લા પાંચ મહિનાથી વરસાદી કાંસ અને ડ્રેનેજ લીકેજ : લાઈન રીપેરીંગ કરવાની જગ્યાએ ઉપર રોડ બનાવવાની કામગીરી...
બીજેપી, એનસીપી અજિત પવાર જૂથ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના શિવસેના જૂથના ગઠબંધનને મળેલા અદ્ભુત જનાદેશ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વ્યાપક જીત કરતાં...
તાજેતરમાં એ. આર. રહેમાન અને સાયરા બાનોએ ડિવોર્સ લીધાના સમાચાર વાંચીને ચર્ચાપત્ર લખવા પ્રેરાયો છું. એમ કહેવાય છે કે ઘણા વર્ષો સુધી...
વહેતાં પાણીમાં બીજાની વહારે જનારને સમાજ શૌર્ય શિરપાવ આપે છે. પરંતુ એ જ વ્યકિત નદીના પ્રવાહમાં તણાઈ જાય તો મુરખ જાણવામાં આવે...
સુરતમાં નવરાત્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગતી. વાતાવરણમાં ઝાકળ દેખાય. દિવાળી આવતા ગુલાબી ઠંડી ચાલુ થઈ જતી હતી. દિવાળી પછી સુરતમાં શિયાળાનો પ્રારંભ...
હાલની પરસ્થિતિમાં ખરાબ વા, વાવરને કારણે દવખાનામાં લાંબી કતારો જોવા મળે. દવા કરવી એટલે માંદગીનો ઉપચાર કરવો. દવા એ ઓસડ, મેડિસિન એક...
હમણાં થોડા દિવસ પર હરીશ ચૌઘરીએ એમના ચર્ચાપત્રમાં ધર્મ પરિવર્તનને કારણે એમના જ વડીલો, ઘરના એક દુ:ખદ પ્રસંગમાં સહભાગી થવાથી પણ દૂર...
મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિનો ભવ્ય વિજય થયો છે, પણ આદિવાસી રાજ્ય ઝારખંડમાં ભાજપને સજ્જડ પરાજય આપીને ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ હેમંત સોરેને...
તારીખ 19/12/2024 નું સંસદભવન કોઈ એક ભાઈનું વર્તન રસ્તા પર હોય તેવું જોવા મળ્યું. જે ભારતનું રાજકારણ કેટલું નીચ અને હલ્કી માનસિકતા છતી કરે છે. સાંસદો લોકોના હક માટે નહિ પણ પોતાનો એકડો કાયમ ગૂંથતાં હોય છે તે ફલિત થયું છે. લોકશાહીમાં લોકબોલી કોઈ લગામ ન હોય માટે કોણ કયારે કેવું બોલે તે કોઈ જાણી શકતું નથી. હાલમાં તંત્રે સભાખન્ડની બાજુમાં એક આરોગ્ય ઓરડો રાખવો જરૂરી છે. જો કોઈની બુદ્ધિ છાપરે ચડે તે પહેલાં ત્યાં ઈલાજ કરી શકાય અને શિસ્ત સંસ્કારી સાંસદોને બચાવી શકાય. હાલની પરિસ્થિતિ જોતાં સંસદભવનમાં એક સારો મનોચિકિત્સક પણ રાખવો જરૂરી છે. તે વિસ્તારનાં દસ કે સત્તર લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. લોક અવાજ ફરજ અદા કરે છે. તે અવિરત ચાલુ રહી શકે છે. જે ભવન લોક સમસ્યાના ઉકેલ માટે છે ત્યાં સાંસદો ભારતનાં મોટાં શહેર, નગરો, મહાનગરો પાસે શું આશા રાખી શકાય? ચોરી, બળાત્કાર, ભ્રષ્ટાચાર? ત્રણ મહિનામાં ચાર કલાક પણ સાથે બેસી ન શકતા હોય તો આ સાંસદો 365 દિવસ પ્રજા પાસે શું ન કરાવી શકે? હવે નાગરિકોએ વિચારવાનું છે. આપણે જાતિવાદ કે ધર્મવાદ કરીએ છીએ. તો શું પોતે જવાબદાર છે?
તાપી – હરીશ ચૌધરી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સોશ્યલ મિડિયાના વ્યાપ વચ્ચે ટી.વી. સમાચાર ચેનલોથી દર્શક વિમુખ?
મિડિયાને દેશની ચોથી જાગીર કહેવામાં આવે છે. લોકશાહીના ચોથા આધાર સ્તંભનું કામ લોકશિક્ષણની ભૂમિકા ભજવવાનું છે. લોકોની સમસ્યા સરકાર સુધી પહોંચાડવાનું છે.પણ પાછલાં કેટલાંક વર્ષોથી મિડિયાની હરોળમાં સોશ્યલ મિડિયાએ પણ સ્થાન લીધું છે. પરિણામે સામાન્ય નાગરિક પોતાનો અવાજ પણ સારી રીતે તેના થકી રજૂ કરી શકે છે. આ બધાની વચ્ચે ટી.વી. ચેનલોની પણ જાણે આ સોશ્યલ મિડિયા વચ્ચે હરીફાઈ લાગી હોય તેમ પણ લાગી રહ્યું છે અને કોન્ટેન ક્રિએટરો જે વિષયો ટી.વી. પર દેખાડવામાં આવતા નથી તેવા વિષયોને આવરી રહ્યા છે.તેના પરિણામે લોકોનો એક વર્ગ સોશ્યલ મિડિયા તરફ વધારે વળ્યો હોય તેમ લાગી રહ્યું છે. વધુમાં દૂરદર્શનથી શરૂ થયેલી ટેલિવિઝનની સફર હાલમાં હજારો ટી.વી. ચેનલો છે તેમાં 24 કલાક સમાચાર પીરસતી ચેનલો તો ખરી, પણ આ સમાચાર પીરસતી ચેનલોમાં વિકાસલક્ષી પત્રકારત્વ અને સંશોધનાત્મક પત્રકારત્વ ખોવાઈ ગયું હોય તેમ લાગે છે.લોકોની વચ્ચે જઈ તેમના મન કી બાત બહુ ઓછી ટી.વી. સમાચાર ચેનલો કરે છે.
સાંજની પ્રાઈમ ટાઈમની ડીબેટોમાં ધાર્મિક મુદ્દાઓ, જોરજોરથી બૂમો પાડતાં ટી.વી. એન્કરો સિવાય બીજું કશું જોવા મળે છે ખરું?ડીબેટોમાં રોજગારી કેવી રીતે આપી શકાય, બેરોજગારી કેવી રીતે ઘટાડી શકાય કે પછી દેશને સુપર પાવર કેવી રીતે બનાવો તે દિશામાં કેવા પ્રયત્નો કરવા તેની ચર્ચા કરવા કેટલા એક્ષપર્ટો આવે છે? તે પણ એક ચર્ચાતો સવાલ છે, બદલાતા સમય સાથે બદલાતી તાસીર સાથે ટેલિવિઝન મિડિયાનું સ્વરૂપ બદલાયું છે. તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. તેના જ પરિણામે હવે ટી.વી.નો ઘણો ખરો વર્ગ સોશ્યલ મિડિયા તરફ વળી ગયો હોય તેમ લાગે છે.
શહેરા – વિજયસિંહ સોલંકી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.