વર્તમાન ગુજરાતની હાલત જોતાં થતું હતું કે આ સુશાસન નથી કે કુશાસન પણ નથી.આ છે અશાસન. યાને કે રણીધણી વગરનું જાહેર જીવન....
અન્નના બગાડ પર ચર્ચાપત્ર માટે ખૂબ સુંદર સૂચનો મળ્યાં – ૧. લગ્ન કે શુભ પ્રસંગે બોર્ડ લગાવી શકાય, કોઈકે વળી કહ્યું કેટરિંગવાળાને...
દરેક જડ અને ચેતનને કોઇ ચોક્કસ નામ છે. કદાચ એ ઓળખ માટે જરૂરી હતું એટલે હોઈ શકે. આપણે પંખીઓને બુલબુલ, હોલા, તેતર...
હવે ઋતુઓએ દિશા બદલી છે. ઘણા સમયથી ચાલતું ચોમાસું હમણાં જ ગયું. શિયાળો પણ ધીમે ધીમે પગલાં માંડે છે. એટલે ઋતુઓ જો...
ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મસ્જિદ સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં નીચલી...
પારડી: પારડી હાઈવે પર સુરતથી મુંબઈ તરફના ટ્રેક પર એક કન્ટેનર ચાલકે, સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનર...
નવસારી: નવસારીમાં સેવન્થ ડે સ્કૂલના શિક્ષકો ધર્મપરિવર્તન કરાવતા હોવાનો વિડીયો વાયરલ થતાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા ધર્મપરિવર્તન કરાવતા સેવન્થ...
ઉમરગામ: ઉમરગામના વલવાડા ગામમાં ભાડાની રૂમમાં રહેતા પતિ-પત્ની વચ્ચે ઝઘડામાં પતિએ પત્નીને ઘરની દિવાલ સાથે અથડાવી માર મારી મોતને ઘાટ ઉતારી દીધી...
ડેસર તાલુકાના જેસીંગપુરાથી સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતી વેળાએ વાલાવાવ નજીક અકસ્માત સર્જાયો હતો. ડેસર તાલુકાના...
અમદાવાદ : સામાન્ય નાગરિકોને દિલ્હી પોલીસ સીબીઆઈ જેવી એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓના નામે વાતચીત કરીને તેમના નામે મોકલવામાં આવેલ પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું...
દાહોદ: દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી એસઓજી પોલીસે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ પશ્ચિમ બંગાળના તબીબને ઝડપી પાડી કુલ રૂા.૧૮,૦૭૯.૨૫ની દવાોનો જથ્થો...
દાહોદ: દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં દશ દિવસ પહેલા પોલીસ ચોપડે નોંધાયેલા વધુ ૦૬ આરોપીઓના આજરોજ પોલીસ રિમાન્ડ પુરા થતાં તમામ ૦૬...
કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ ગૂગલ સામે તપાસના આદેશ આપ્યા છે. પ્લે સ્ટોર પર રિયલ મની ગેમની લિસ્ટિંગના સંબંધમાં કથિત અયોગ્ય વેપાર...
મોટા અવાજથી લોકો ભયભીત અંદાજે 20 થી 30 ફુટ ઉંચાઈથી લોખંડની ગડર તૂટી નીચે પડતા મોટો અવાજ થયો ઘટનામાં કોઇ ઇજા કે...
લક્ઝરીએ ટ્રકને ટક્કર મારતાં સર્જાયો અકસ્માત (પ્રતિનિધિ) પેટલાદ,તા.28 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો રાજ્ય ધોરી માર્ગ બગોદરા – વાસદ સીક્સલેન આવેલ છે....
સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી-એનસીઆરમાં લાગુ કરવામાં આવેલ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ચોથા તબક્કાને અમલમાં રાખ્યો હતો. હાલમાં કોર્ટે તેને હટાવવાની પરવાનગી...
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ સી.ઓ.પી.ની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત,વકીલ મંડળે સાસદનો આભાર માન્યો. છેલ્લા ઘણાં સમયથી નોટરીના લાયસન્સ ખૂબ...
કરજણ ટોલટેક્સ પર વારંવાર રૂપિયા કપાવવા અને ભાવ વધારો પાછો ખેંચવા બાબતે આમ આદમી પાર્ટી, વડોદરા શહેર દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર...
બાંગ્લાદેશ ઇસ્કોને ગુરુવારે ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવી દીધા છે. સંસ્થાના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસ બ્રહ્મચારીએ અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો અને...
સુરતઃ શહેરમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે...
સુરતઃ સુરત મહાનગર પાલિકાનું તંત્ર શ્વાન પર કાબુ મેળવવા માટે પગલાં લેવાયા હોવાના આંકડાઓ રજૂ કરી મોટા મોટા દાવા કરે છે પરંતુ...
નવી દિલ્હીઃ ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત… કહેવતને સાચી ઠેરવતું હોય તેમ ભારતીય શેરબજાર મંદીની ગર્તામાં ખૂબ ઝડપથી ફેંકાઈ રહ્યું...
ઝારખંડમાં હેમંત સોરેને આજે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને ઈન્ડિયા...
પ્રિયંકા ગાંધી કેરળના વાયનાડથી ચૂંટણી જીત્યા બાદ ગુરુવારે પહેલીવાર લોકસભા પહોંચ્યા હતા. તેમણે સાંસદ તરીકેના શપથ લીધા હતા. પ્રિયંકાએ હિન્દીમાં શપથ લીધા...
સંભલમાં 24 નવેમ્બરે થયેલી પથ્થરબાજી અને હિંસાના સંબંધમાં પોલીસે અફવા ફેલાવવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે તેની ઓળખ...
મુંબઈઃ બોલિવૂડની લેડી સુપરસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચન બચ્ચન પરિવાર અને તેના પતિ અભિષેક બચ્ચન સાથેના સંબંધો અને છૂટાછેડાની અફવાઓને કારણે ઘણા સમયથી...
સુરતઃ શહેરની સિટી બસમાં સુરત મનપાના વિપક્ષના નેતાઓએ સ્ટીંગ ઓપરેશન હાથ ધરી ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બસમાં ચાલતા ટિકિટ સ્કેમના...
વડોદરા તારીખ 28 વડોદરાના તરસાલી વિસ્તારમાં ફરી સક્રિય થયેલી રીક્ષામાં સવાર ટોળકીએ 82 વર્ષીય વૃદ્ધાને નિશાન બનાવ્યા હતા. રિક્ષામાં બેસાડવાના બહાને વૃદ્ધાને...
શહેરના કિશનવાડી વિસ્તારમાં પાલિકાની દબાણ શાખા દ્વારા રસ્તામાં અડચણરૂપ ગેરકાયદેસર ઓટલા સહિતના બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરના...
નવી દિલ્હીઃ અયોધ્યા-કાશી-મથુરા અને સંભલની જેમ અજમેર શરીફ દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો છે. હિંદુ સેનાની અરજીમાં અજમેર શરીફ દરગાહને મહાદેવનું મંદિર...
તારીખ 19/12/2024 નું સંસદભવન કોઈ એક ભાઈનું વર્તન રસ્તા પર હોય તેવું જોવા મળ્યું. જે ભારતનું રાજકારણ કેટલું નીચ અને હલ્કી માનસિકતા છતી કરે છે. સાંસદો લોકોના હક માટે નહિ પણ પોતાનો એકડો કાયમ ગૂંથતાં હોય છે તે ફલિત થયું છે. લોકશાહીમાં લોકબોલી કોઈ લગામ ન હોય માટે કોણ કયારે કેવું બોલે તે કોઈ જાણી શકતું નથી. હાલમાં તંત્રે સભાખન્ડની બાજુમાં એક આરોગ્ય ઓરડો રાખવો જરૂરી છે. જો કોઈની બુદ્ધિ છાપરે ચડે તે પહેલાં ત્યાં ઈલાજ કરી શકાય અને શિસ્ત સંસ્કારી સાંસદોને બચાવી શકાય. હાલની પરિસ્થિતિ જોતાં સંસદભવનમાં એક સારો મનોચિકિત્સક પણ રાખવો જરૂરી છે. તે વિસ્તારનાં દસ કે સત્તર લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. લોક અવાજ ફરજ અદા કરે છે. તે અવિરત ચાલુ રહી શકે છે. જે ભવન લોક સમસ્યાના ઉકેલ માટે છે ત્યાં સાંસદો ભારતનાં મોટાં શહેર, નગરો, મહાનગરો પાસે શું આશા રાખી શકાય? ચોરી, બળાત્કાર, ભ્રષ્ટાચાર? ત્રણ મહિનામાં ચાર કલાક પણ સાથે બેસી ન શકતા હોય તો આ સાંસદો 365 દિવસ પ્રજા પાસે શું ન કરાવી શકે? હવે નાગરિકોએ વિચારવાનું છે. આપણે જાતિવાદ કે ધર્મવાદ કરીએ છીએ. તો શું પોતે જવાબદાર છે?
તાપી – હરીશ ચૌધરી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સોશ્યલ મિડિયાના વ્યાપ વચ્ચે ટી.વી. સમાચાર ચેનલોથી દર્શક વિમુખ?
મિડિયાને દેશની ચોથી જાગીર કહેવામાં આવે છે. લોકશાહીના ચોથા આધાર સ્તંભનું કામ લોકશિક્ષણની ભૂમિકા ભજવવાનું છે. લોકોની સમસ્યા સરકાર સુધી પહોંચાડવાનું છે.પણ પાછલાં કેટલાંક વર્ષોથી મિડિયાની હરોળમાં સોશ્યલ મિડિયાએ પણ સ્થાન લીધું છે. પરિણામે સામાન્ય નાગરિક પોતાનો અવાજ પણ સારી રીતે તેના થકી રજૂ કરી શકે છે. આ બધાની વચ્ચે ટી.વી. ચેનલોની પણ જાણે આ સોશ્યલ મિડિયા વચ્ચે હરીફાઈ લાગી હોય તેમ પણ લાગી રહ્યું છે અને કોન્ટેન ક્રિએટરો જે વિષયો ટી.વી. પર દેખાડવામાં આવતા નથી તેવા વિષયોને આવરી રહ્યા છે.તેના પરિણામે લોકોનો એક વર્ગ સોશ્યલ મિડિયા તરફ વધારે વળ્યો હોય તેમ લાગી રહ્યું છે. વધુમાં દૂરદર્શનથી શરૂ થયેલી ટેલિવિઝનની સફર હાલમાં હજારો ટી.વી. ચેનલો છે તેમાં 24 કલાક સમાચાર પીરસતી ચેનલો તો ખરી, પણ આ સમાચાર પીરસતી ચેનલોમાં વિકાસલક્ષી પત્રકારત્વ અને સંશોધનાત્મક પત્રકારત્વ ખોવાઈ ગયું હોય તેમ લાગે છે.લોકોની વચ્ચે જઈ તેમના મન કી બાત બહુ ઓછી ટી.વી. સમાચાર ચેનલો કરે છે.
સાંજની પ્રાઈમ ટાઈમની ડીબેટોમાં ધાર્મિક મુદ્દાઓ, જોરજોરથી બૂમો પાડતાં ટી.વી. એન્કરો સિવાય બીજું કશું જોવા મળે છે ખરું?ડીબેટોમાં રોજગારી કેવી રીતે આપી શકાય, બેરોજગારી કેવી રીતે ઘટાડી શકાય કે પછી દેશને સુપર પાવર કેવી રીતે બનાવો તે દિશામાં કેવા પ્રયત્નો કરવા તેની ચર્ચા કરવા કેટલા એક્ષપર્ટો આવે છે? તે પણ એક ચર્ચાતો સવાલ છે, બદલાતા સમય સાથે બદલાતી તાસીર સાથે ટેલિવિઝન મિડિયાનું સ્વરૂપ બદલાયું છે. તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. તેના જ પરિણામે હવે ટી.વી.નો ઘણો ખરો વર્ગ સોશ્યલ મિડિયા તરફ વળી ગયો હોય તેમ લાગે છે.
શહેરા – વિજયસિંહ સોલંકી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.