હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
અમદાવાદ,તા.18
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ નશીલા પદાર્થો વિરુદ્ધની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં ચાલતી એક ગેરકાયદેસર ડ્રગ્સ લેબોરેટરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ગુજરાત ATS એ યુપી પોલીસના સહયોગથી કરોડોની કિંમતનું મેફેડ્રોન (MD Drugs) અને તેને બનાવવાનો કાચો માલ જપ્ત કર્યો છે.

અમદાવાદથી શરૂ થઈ તપાસની કડી
આ સમગ્ર કેસની શરૂઆત માર્ચ મહિનાની શરૂઆતમાં થઈ હતી જ્યારે ગુજરાત ATS એ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી ૪.૬ ગ્રામ મેફેડ્રોન સાથે શફાતઅહેમદ ઉર્ફે ચાંદ નામના શખ્સની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં અન્ય બે આરોપીઓ, સોહિલ ઉર્ફે ભુરા અને ફરહાન ઉર્ફે ભુરાના નામ ખુલ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો પંકજ અને કપિલ નામના શખ્સો પાસેથી મેળવવામાં આવ્યો હતો.
૧૨ દિવસનું સઘન ઓપરેશન અને દરોડા
ATS ની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા માલુમ પડ્યું કે આ નેટવર્કના તાર ઉત્તર પ્રદેશના આંબેડકરનગર સાથે જોડાયેલા છે. નાયબ પોલીસ અધીક્ષક એસ.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ ટીમ ૧૨ દિવસ સુધી ઉત્તર પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં વોચમાં હતી.
આખરે, રામનગર કરૈ ગામની સીમમાં આવેલા એક મરઘા ફાર્મના પતરાના શેડમાં રેઈડ કરતા ત્યાં કાર્યરત હાલતમાં મેફેડ્રોન બનાવતી ફેક્ટરી મળી આવી હતી.
શું શું જપ્ત કરવામાં આવ્યું ?
પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો જથ્થો કબજે કર્યો છે
બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ
પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે: