અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-20માં જેસન રોયની 46 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડની ટીમે મુકેલા 165 રનનો લક્ષ્યાંકને ભારતીય ટીમે ઇશાન...
મ્યાનમારમાં રવિવારે વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ ગયા મહિને લશ્કરી બળવા બાદ મતભેદ સામે...
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના નવા 16,620 કેસ નોંધાયા હતા. જે ગત વર્ષે 1 ઓક્ટોબર બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ...
ભારતમાં રવિવારે કોરોનાના નવા 25,320 કેસ નોંધાયા હતા. જે છેલ્લા 84 દિવસ બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. જેની સાથે...
વડતાલ સ્વામિનારાયણ મંદિરની લક્ષ્મીનારાયણ દેવ મેનેજીંગ ટ્રસ્ટીની કુલ સાત બેઠકમાંથી ગૃહસ્થ વિભાગની ચાર બેઠકની રવિવારે ચૂંટણી યોજાય હતી. સુરતમાં આઠ મતદાન બુથ...
સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને કારણે સુરત મનપા દ્વારા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે...
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા શહેરમાં કાબુમાં આવી ગયેલા કોરોનાના કેસમાં ચૂંટણી વખતે રાજકીય નેતાઓના તાયફાઓ અને ગાઇડલાઇના ધજાગરા ઉડાવી દેવાતા શહેરમાં ફરીવાર...
ઇન્ડિગો એરલાઇન્સ સુરત-જયપુરની ફ્લાઇટને લખનૌ સુધી ઉડાડવાની જાહેરાત કરવામાં આવી છે. ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો સુરત-જયપુર-લખનૌનો વન વે સ્લોટ મંજૂર કર્યો છે. ફ્લાઇટ...
ગયા વર્ષે 22 માર્ચથી 31 ડિસેમ્બરની વચ્ચે લૂટિયન્સ દિલ્હીમાં વિવિધ જૂથો અને સંગઠનો દ્વારા કુલ 303 વિરોધ પ્રદર્શન યોજાયા હતા, એમ પોલીસે...
સુરત: ઇન્ડિગો એરલાઇન્સ સુરત-જયપુરની ફ્લાઇટને લખનૌ સુધી ઉડાડવાની જાહેરાત કરવામાં આવી છે. ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો સુરત-જયપુર-લખનૌનો વન વે સ્લોટ મંજૂર કર્યો છે....
અમદાવાદ, તા. 14 ; અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી ટી-20માં ખરાબ શરૂઆત છતાં જેસન રોયની 46 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડની...
ગાંધીનગર: આધુનિકરણના માર્ગે આગળ વધેલી ગુજરાત પોલીસ (Gujarat Police) હવે બોડી વોર્ન કેમેરાથી સુસજ્જ થઈ ગઈ છે. આજે ગુજરાત પોલીસને રાજયના ગૃહ...
ટૂલકીટ ( toolkit) કેસમાં દિલ્હી પોલીસે ( delhi police) તેની ધરપકડ કર્યાના એક મહિના પછી, 22 વર્ષીય દિશા રવિએ ( disha ravi)...
જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ 15 અને 16 માર્ચે હડતાલ પર ઉતરશે. કેટલીક બેંકોએ પહેલેથી જ કહ્યું છે કે અહીં...
નવસારી, વલસાડ, સેલવાસ: નવસારી અને વલસાડ (Navsari Valsad) જિલ્લામાં કોરોના ફરી ઉથલો મારી રહ્યો છે. આજે નવસારી જિલ્લાના વાંસદામાં 3 કેસ સહિત...
પ્રયાગરાજ : કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ભારતીય ખેડૂત સંઘ (BKU) ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા ખેડૂતોનો વિરોધ આ વર્ષે ડિસેમ્બર સુધી...
સુરત: (Surat) જ્વેલરી મેન્યુફેક્ચરિંગના હબ બની રહેલા સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી (Gems And Jewelry) સેક્ટરમાં સ્કીલ્ડ વર્કરની ફોર્સ ઉભી કરવા ગુજરાત હીરા...
રામજન્મભૂમિ (Ram Janam Bhumi) મુદ્દે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ચૂકાદો આપવામાં આવ્યાં બાદ આગામી દિવસોમાં હવો કાશી અને મથુરાના મંદિરો (Kashi...
સુરત: (Surat) કાપડ માર્કેટ સાથે સંકળાયેલાં જુદાં-જુદાં વેપારી સંગઠનો દ્વારા બિલમાં 6 ટકા ડિસ્કાઉન્ટ કાપવાની જાહેરાત પછી આજે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ...
ભાજપે આજે બંગાળ ( Bengal) , આસામ ( asam) , તામિલનાડુ ( tamilnadu) , કેરળ ( keral) ની ચૂંટણી ( election) ના...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની (Election) જાહેરાત થતા જ વિવિધ પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. જેનું પરિણામ હવે તમામ...
સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એક સમયે કાબુમાં આવી ચૂકેલા કોરોના સંક્રમણમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો...
કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદ વિવાદ વધુ ગાઢ બની રહ્યો છે. દરમિયાન, કર્ણાટક (KARNATAKA) માર્ગ પરિવહન નિગમ દ્વારા અસ્થાયીરૂપે કોલ્હાપુર થઈને જતી...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Election) આ વખતે વિરોધ પક્ષ (Opposition) તરીકે આમ આદમી પાર્ટી બેસશે. ગઈકાલે સુરત મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓની નિમણુંક...
ભારતીય રેલવે(Indian railway) તરફથી મુસાફરોના ખિસ્સા પર વધારાનો બોજો આવી શકે છે. રેલવે હવે રાત્રી ટ્રેનો (night train)માં મુસાફરી કરતા મુસાફરો પાસેથી...
સુરત: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (smc) ની આરોગ્ય ટીમોએ એન્ટ્રી પોઇન્ટ પર બહારથી શહેરમાં પ્રવેશતા લોકોની તપાસ તીવ્ર કરી હતી. રેલવે સ્ટેશન અને...
ટીવી અને બોલિવૂડ એક્ટર કરણ સિંહ ગ્રોવર ( KIRANSINH GROVER) અને બિપાશા બાસુ (BIPASHA BASHU) તાજેતરમાં જ રજા બાદ માલદીવથી પરત ફર્યા...
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPLની 14મી સીઝનની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ધોનીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ...
દેશમાં ફરી એકવાર ચિંતાજનક હાલત બન્યું છે કારણ કે, કોવિડ -19 ( COVID – 19 ) થી સંક્રમિત લોકોની સંખ્યા દરરોજ વધી...
એન્ટિલિયા કેસમાં, ઇનોવા કાર કેસને હલ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ટિલીયાની બહાર બે કાર...
વારંવાર માંગણી છતાં દસ્તાવેજ ન કરીને ત્રિપુટીએ ટાળટૂળ કરી
ચૂકવેલા રૂપિયા પણ પરત ન આપતા પીડિત વેપારીએ વરણામા પોલીસનો સહારો લીધો
પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા તાલુકાના તતારપુરા ગામે આવેલી જમીન વેચાણ આપવાના બહાને જમીન દલાલ સહિતની ત્રિપુટીએ ખરીદનાર પાસેથી રૂ. 48 લાખ એડવાન્સ તરીકે મેળવી લીધા હોવાની તથા બાદમાં ન તો જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો અને ન જ ચૂકવેલા રૂપિયા પરત આપ્યા હોવાની ગંભીર ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સોદો નક્કી કર્યા બાદ 48 લાખ લીધા, દસ્તાવેજ ન કરતા પીડિતોએ દાદ માગી
ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા નવીનચંદ્ર વલ્લભદાસ ઉકાણી (ઉ.વ. 64) છેલ્લા 30 વર્ષથી ગોકુલ ફરસાણની દુકાન ચલાવે છે. જમીનમાં રોકાણ કરવા તેઓ તથા તેમના મિત્રો રાજેશકુમાર કપુપરા અને ડેનિસકુમાર ત્રાંભડિયાએ તતારપુરા ગામે આવેલી કનુભાઈ નરસિંહભાઈ પટેલની આશરે 13 વીઘા જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.
જમીન દલાલ ભાવેશ બાવનજીભાઈ વરસાણી મારફતે પરેશભાઈ કનુભાઈ પટેલ સાથે સોદો નક્કી થયો હતો. એક વીઘાનો ભાવ રૂ. 15.50 લાખ નક્કી થતાં ત્રિપુટી – કનુભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને દલાલ ભાવેશ વરસાણી –એ કુલ રૂ. 48 લાખ એડવાન્સ રૂપે ઓનલાઇન લઈ લીધા હતા.
“દસ્તાવેજ પણ નહીં, રૂપિયા પણ નહીં” — પીડિતનો આક્ષેપ; પોલીસ તપાસમાં પીડિતોએ આક્ષેપ કર્યો છે કે ત્રણેય જણાએ અંદરથી રૂપિયા વહેંચી લીધા હોવા છતાં આજદિન સુધી કોઈપણ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી. વારંવાર કહેવા છતાં ન તો જમીન આપી અને ન જ પૈસા પરત આપ્યા, જે સ્પષ્ટ છેતરપિંડી ગણાય છે.
આ અંગે નવીનચંદ્ર ઉકાણીએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ નરસિંહભાઈ પટેલ, પરેશભાઈ કનુભાઈ પટેલ (બંને રહે. તતારપુરા) તથા ભાવેશભાઈ બાવનજીભાઈ વરસાણી (રહે. કૃષ્ણા સિટી, ફેલનપુર) વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી તપાસ શરૂ કરી છે. પોલીસ ત્રિપુટીને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે.