યુક્રેને દાવો કર્યો હતો કે ગુરુવારે સવારે રશિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ (ICBM) વડે નિપ્રો શહેર પર હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ...
સુરતઃ ઉત્તરાયણ હજુ દૂર છે. તેમ છતાં શહેરમાં પતંગ ચગવા લાગ્યા છે, ત્યારે આજે પતંગના દોરાના લીધે એક યુવકનું ગળું કપાઈ ગયું...
( પ્રતિનિધિ )વડોદરા,તા.21 વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ સોમનાથ નગર સોસાયટીમાં મકાન નંબર એ -258 માં આગ લાગી હતી. જેમાં ઘરવકરીનો સામાન આગમાં...
વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની નવી લાઈન નાખવા,જોડાણ કરવા કામગીરી કરાશે.ત્યારે આ કામગીરીને લઈને આગામી તારીખ 22 અને 23 ના રોજ લોકોને...
સુરતઃ શહેરમાં પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક અને અપડેટ કરવા સાથે કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, આ...
દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. આજે આમ આદમી પાર્ટીની PACની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ચર્ચા બાદ...
વડોદરા તા. 21 ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી વાહનોની ચોરી કર્યા બાદ તેના માલિકોનો મોબાઈલ નંબર શોધી કાઢતો હતો. ત્યારબાદ વાહન માલિકને...
ગૂગલે તેનું ઇન્ટરનેટ બ્રાઉઝર ગૂગલ ક્રોમ વેચવું પડી શકે છે. હકીકતમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે DOJ તેના ક્રોમ ઇન્ટરનેટ બ્રાઉઝરને...
કઈ જડીબુટ્ટી બાબર ને અપાય કે 24 કલાકમાં સ્વસ્થ થઈ ગયો? વડોદરાના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા કેસમાં આજે પોલીસે મુખ્ય...
નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસમાં રોકાણકારોને છેતરવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. અદાણી પર ભારતમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ...
વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કેબિનેટ મંત્રીઓના નામ ફાઈનલ કર્યા બાદ હવે મહત્વના દેશોમાં અમેરિકી રાજદૂતોના નામને ફાઈનલ કરી...
નવી દિલ્હીઃ અમેરિકાના ન્યુયોર્કમાં યોજાનારી હરાજીની હાલ ઘણી ચર્ચા થઈ રહી છે. અહીં ટેપ લગાવેલા કેળા માટે બોલી લગાવવામાં આવી હતી. તેને...
તપન પરમારની હત્યાના બનાવ બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા લઘુમતી સમુદાયને હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પત્રમાં ઉલ્લેખ : DGPને રજૂઆત કારેલીબાગ પોલીસ...
રાકેશ ઉર્ફે રજનીકાંત જયસ્વાલ બુટલેગર અને તેના સાગરી તો વોન્ટેડ વડોદરા ગ્રામ્ય વિસ્તારના વરણામાં પોલીસ માહિતી ના આધારે રતનપુર ગામના જીલ એસ્ટેટ...
નવી દિલ્હીઃ અદાણી ગ્રૂપના મુખ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં ભારતમાં સૌર ઉર્જા કોન્ટ્રાક્ટ જીતવા માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને $250...
નવી દિલ્હીઃ યુપીના અલીગઢમાં યમુના એક્સપ્રેસ વે પર એક ભીષણ માર્ગ અકસ્માત થયો હતો, જ્યાં એક ટ્રક અને ડબલ ડેકર બસ વચ્ચેની...
વિડીયો માં અન્ય 2 યુવકો પણ દેખાય છે વડોદરા : જાગો પોલીસ જાગો શહેર ઉડતા પંજાબ બનવા તરફ જઈ રહ્યું છે બાબરખાન...
વહેલી સવારે દબાણ શાખાની ટીમ દ્વારા મંગળ બજારમાંથી દબાણો દૂર કરાયા વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે રાખી જૂની ન્યાય મંદિર...
સુરતઃ થોડા દિવસ અગાઉ સુરતમાં બોગસ તબીબો અને બુટલેગરો દ્વારા હોસ્પિટલ શરૂ કરી દેવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે સુરતમાં નકલી નર્સિંગ...
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ શુક્રવારથી પર્થમાં રમાશે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની શરૂઆતની...
હીન્દી ફિલ્મોમાં કપૂર તો ભરપૂર છે પણ બહુ ઓછા છે જે ખૂબ બધી ફિલ્મોથી ચકચૂર છે. વાણી કપૂરનું પણ એવું સમજો. ઘણીવાર...
નવી દિલ્હીઃ ભારતીય અબજોપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકા તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેમની કંપની પર યુએસમાં રોકાણકારો સાથે...
વડાલા ગામ પાસે 11 કેવીના વાયરોની સાથે વીજ પોલ જમીન દોસ્ત થતાં 4 ગામમાં અંધારપટ્ટ છવાયો ખેડાના વડાલા ગામ પાસે મોટો અકસ્માત...
વડોદરા તારીખ 21એસએસજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની ઘાતકી રીતે હત્યા કરાઈ હતી. પોલીસે આજે સવારે મુખ્ય આરોપી બાબર ખાન...
અટકચાળા બાદ ધાબા પોઇન્ટ પર મૂકાયો,પીઆઈ પણ બંદોબસ્તમાં, ત્રીજા દિવસે પોળ પોલીસ છાવણીમાં શાંતિપૂર્ણ માહોલ જળવાયો, સ્થાનિકો પણ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા...
વડોદરા તારીખ 21નાગરવડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલી મારામારી બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં એસએસજી હોસ્પિટલમાં ઘાતકી રીતે હત્યા કરવામાં...
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે તા. 20 નવેમ્બરે મતદાન થયું છે. આ ચૂંટણીમાં બોલિવુડ સેલિબ્રિટી પણ પોતાનો વોટ આપવા મતદાન મથકો...
સુરતઃ શહેરના અલથાણ વિસ્તારમાં બાળકને કૂતરું કરડવાના કેસમાં પોલીસ અધિકારી બરોબરના ભેરવાયા છે. આ સામાન્ય કેસમાં ખેલ કરનાર પોલીસ અધિકારીને હાઈકોર્ટનું તેડું...
સુરતઃ જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ તેમજ સુરતની એસવીએનઆઈટીના સંશોધકો દ્વારા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ...
ગુરુવારે મહત્તમ તાપમાન 27.6 °સે.લઘુત્તમ તાપમાન 13.2°સે., જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 31%
આ અઠવાડિયામાં મંગળવાર સૌથી કોલ્ડેસ્ટ ડે રહ્યો લઘુત્તમ તાપમાન 10.2°સે.
(પ્રતિનિધિ) વડોદરા તા. 12
શહેરમાં ગત સોમવારથી ઠંડીનું જોર અચાનક વધતાં લોકો ઠૂઠવાયા છે.ઠંડીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે જે આગામી 23ડિસેમ્બર સુધી જોવા મળી શકે છે.હાલમા જે રીતે હિમાલય,હિમાચલ, જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઇ રહી છે જેના કારણે ઉત્તર ભારતના રાજ્યો તથા રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે . ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીને કારણે તાપમાનનો પારો નીચે જઇ રહ્યો છે.
ઠંડીનું પ્રમાણ વધતાં લોકો સમી સાંજે ઘરમાં પૂરાઇ જતાં રાત્રે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. રાત્રે ઠંડી નું જોર વધ્યું છે ત્યાં ઉત્તર દિશામાંથી આવતા ઠંડા બર્ફીલા પવનને કારણે દિવસે પણ લોકો જેકેટ, સ્વેટર, હાથ મોજા,ગરમ ટોપી મફલર પહેરીને નિકળી રહ્યા છે.રાત્રિ દરમિયાન તથા વહેલી સવારે લોકો કામ વિના ઠંડીમાં બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે.લોકો તાપણાં તથા હિટર ના સહારો લેતા થયા છે ત્યાં સુધી કે હવે ખુલ્લા મેદાનો,પાર્ટીપ્લોટ વિગેરે જગ્યાએ યોજાતા રાતના લગ્નપ્રસંગે ફરાસખાનાવાળાઓ પાસે ખાસ કરીને મહેમાનો માટે ઠંડીના રક્ષણ માટે તાપણાં ની વ્યવસ્થા કરવા અંગીઠી ની ડિમાન્ડ કરી રહ્યા છે. આવા લગ્ન સ્થળોએ ફરાસખાના દ્વારા મહેમાનો ની તથા લગ્નની ચોરી નજીક સ્ટેન્ડ પર એક કુંડ અથવાતો અંગીઠીની વ્યવસ્થા કરે છે જેમાં કોલસા સળગાવવામાં આવી રહ્યા છે જેથી ઠંડી સામે રક્ષણ મળે બીજી તરફ શહેરના સયાજીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં પણ પશુ પક્ષીઓને ઠંડીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરફ કેટલાક સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો દ્વારા શહેરના રેલવે સ્ટેશન,બસ સ્ટેશન, ફૂટપાથ પર રહેતાં ભિક્ષુકો, શ્રમજીવીઓ અથવા તો લાચાર લોકો માટે ધાબળાઓ આપવામાં આવી રહ્યાં છે.હવામાન વિભાગ દ્વારા આગામી 23 ડિસેમ્બર સુધી બર્ફીલા પવનોને કારણે હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી કરી છે તથા આગામી 16 ડિસેમ્બર થી 25ડિસેમ્બર વચ્ચે કેટલાક સ્થળોએ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે.
વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા પણ બાળકો માટે સવારપાળી શાળાના સમયમાં ફેરફાર કરવાની માગ કરી છે જેથી વહેલી સવારે ઠંડીથી બાળકોને રક્ષણ મળી રહે.હાલમા સવાર પાળી શાળાઓમાં ઠંડીને કારણે બાળકોની હાજરીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ગુરુવારે ઠંડીનું લઘુત્તમ તાપમાન 13.2°સે.જેટલુ રહેવા પામ્યું હતું જ્યારે આ અઠવાડિયામાં મંગળવાર સૌથી કોલ્ડેસ્ટ ડે તરીકે રહ્યો હતો મંગળવારે લઘુત્તમ તાપમાન 10.2°સે.જેટલુ નોંધાયું હતું.