વડોદરા: માનવના વેશમાં દાનવ જેવી ક્રૂરતા આચરનાર પીઆઇ અજય દેસાઇએ નિર્દોષ સ્વીટીને મોતને ઉતારી નાખ્યા બાદ લાશની ઉપર ઘી નાખીને સળગાવી નાખી...
વડોદરા: વિવિધ માંગણીઓ સાથે છેલ્લા 7 દિવસથી તબીબો હડતાળ ઉપર ઉતર્યા હતા.અને સરકાર વિરુદ્ધમાં વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો યોજ્યા હતા. જોકે આ વચ્ચે...
વડોદરા: વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં સુગમ ડેરીના દૂધના પાર્લરમાં આજે વહેલી સવારે ત્રાટકેલી લૂંટારૂ ટોળકીએ મહિલાને બાનમાં લઇ રૂપિયા 1.50 લાખ રોકડની...
શહેરા: શહેરાના ગાંગડીયા ગામની સીમમાં આવેલી ડુંગરીમાં કંણજના ઝાડ ઉપર 24 વર્ષીય પરણીતાની દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર...
ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક દ્વારા અમદાવાદ શહેરમાંથી બાઈક ચોરીના ગુનામાં આરોપીને પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી...
નડિયાદ: નડિયાદ શહેરમાં કોરોના અને કોલેરા બાદ હવે વાઈરલ ઈન્ફેક્શનની બિમારીએ માથું ઉંચક્યું છે. છેલ્લાં કેટલાક દિવસોથી વાઈરલ ઈન્ફેક્શનની બિમારીમાં સપડાતાં દર્દીઓની...
નડિયાદ: ગળતેશ્વર તાલુકાના રસુલપુર ગામમાં રહેતાં બે પાડોશી પરિવાર વચ્ચે ઘર આગળ એઠવાડ નાંખવા મુદ્દે તકરાર થઈ હતી. જે ઉગ્ર બનતાં બંને...
આજથી લગભગ ચાર દાયકા પહેલાંની સાતમની ઉજવણીની વાતમાં મન પહોંચી ગયું. રાંધણ છઠના દિવસે મારી મા રસોઇ બની ગયા પછી સગડી ઠારતા...
આ સામ્યવાદીઓને તો શું કહેવું? ચીનની સત્તાધારી કમ્યુનીસ્ટ પાર્ટીની સ્થાપનાને 100 વર્ષ પૂરાં થતાં ચીનની સરકારે તેની ઉજવણી કરી હતી. વિવિધ દેશોમાં...
સામાન્ય સમયમાં ભારતમાં દર વર્ષે 1.10 કરોડ જેટલા વિદેશી પર્યટકો આવતાં હોય છે. માર્ચ 2021 ના અંતે બેન્કમાં જમા પડેલી કુલ થાપણોમાંથી...
દેશના વર્તમાન પ્રધાનમંત્રી લોકપ્રિયતામાં તો નંબર વન છે અગત્યની વાત એ છે કે લગભગ બધી જ બાબત અને વિષયોમાં તેમનું જ્ઞાન અને...
સોમવાર તા. 2 જી ઓગસ્ટના મિડીયાના ન્યૂઝમાં સમાચાર હતા કે દિલ્હીના ધારાસભ્યોનો પગાર રૂા. 49000 માંથી રૂા.90000 કરવામાં આવ્યો. પગારમાં 100 ટકાનો...
તાજેતરમાં રમાઇ ગયેલી ટોકયો ઓલિમ્પિકમાં આપણને એક ગોલ્ડ મેડલ, બે સિલ્વર, ચાર બ્રોન્ઝ. કુલ સાત મેડલ ખેલાડીઓને મળ્યા છે. મીરાબાઇ ચાનુ, પી.વી....
એક દિવસ સોક્રેટીસ પાસે એક મુલાકાતી મળવા આવ્યા.સોક્રેટીસ કૈંક લખવામાં મશગુલ હતા એટલે તેમનું ધ્યાન આવનાર મુલાકાતી પર ન ગયું.મુલાકાતી ગુસ્સે થઈ...
માતાનું આપણી સંસ્કૃતિમાં વિશેષ સ્થાન રહ્યું છે. માતાને પૂજનીય ગણવામાં આવી છે. આમ છતાં, આજે પણ મહિલાઓ પરના અત્યાચાર ઘટવાનું નામ નથી...
અરુણ શૌરી કહે છે કે શાસકો તાનાશાહી વલણ ધરાવતા હોય ત્યારે અદાલતોના, ખાસ કરીને સર્વોચ્ચ અદાલતના દરવાજા સતત ખખડાવતા રહેવું જોઈએ. લોકોના...
અત્યાર સુધી ઓબીસીમાં કઈ જ્ઞાતિને લેવી તેનો અધિકારી કેન્દ્ર સરકાર પાસે હતો પરંતુ હાલમાં જ કેન્દ્ર સરકારે ઓબીસીમાં જ્ઞાતિના સમાવેશનો અધિકારી જે...
ઓલપાડ તાલુકાના એરથાણ ગામમાં બુધવારે રાત્રે હળપતિવાસમાં એક મકાન ધરાશાયી થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. કાટમાળની નીચે પરિવારના છ સભ્ય દબાતાં એક...
મધ્યસ્થ સહકારી બેંકોને નડી રહેલી રિઝર્વ બેંકની ગાઇડલાઇનના મામલે સુરત જિલ્લાના સહકારી આગેવાનોએ કેન્દ્રના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહની રૂબરૂ મુલાકાત લીધા...
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં જોરદાર બોલિંગ પ્રદર્શન કરનાર ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે આજે જાહેર થયેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલની ટેસ્ટ રેન્કિંગમાં 10...
દુનિયાના નામાંકિત બેટ્સમેનોની હાજરી હોવા છતાં પ્રથમ ટેસ્ટમાં મોટો સ્કોર બનાવવામાં ફેલ રહેલી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે આવતીકાલ ગુરૂવારથી અહીં લોર્ડસ ક્રિકેટ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે દેશનો આર્થિક વિકાસ ફરી ગતિ પકડી રહ્યો છે અને ઘરેલુ ઉદ્યોગે એની જોખમ લેવાની આકાંક્ષા...
કોરોનાના કેસ ઘટી જતાં ધીરેધીરે રાજ્યમાં તમામ પ્રવૃત્તિઓ સામાન્ય થઈ રહી છે. કોલેજ અને ધો.9થી 12ની શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે...
રાજ્યમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્તો સાથે સહાયની ચૂકવણીમાં સરકાર દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો, અને...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્ત્વમાં સરકારના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમોની આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, નવ...
અત્યાર સુધી ઘણા લોકો પોર્નોગ્રાફી કેસના દલદલમાં ફસાયા ચુક્યા છે. શિલ્પા શેટ્ટી (Shilpa shetty)ના પતિ રાજ કુન્દ્રા (Raj kundra) બાદ આ કેસ સાથે...
આગામી તા.15મી ઓગસ્ટના રોજ બનાસકાંઠાના ભાજપના નેતાજીનો સેકસ વીડિયો વારયલ કરી દેવાની આપના અગ્રણીએ ચીમકી ઉચ્ચારી છે, જો કે હવે 15મી ઓગસ્ટ...
રાજસ્થાન પરથી સરકીને આવેલી અપર એર સાયકલોનિક સરક્યૂલેશનની સિસ્ટમની અસર હેઠળ ફરીથી ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં 31...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 16 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યની ચાર મહાપાલિકાઓ અને 31 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો...
તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan)ના કાબુલ (Kabul)માં અફઘાન એરફોર્સ (Air force)ના Mi-24 હેલિકોપ્ટર (Helicopter)ને કબજે કર્યું છે. આ હેલિકોપ્ટર ભારત (India) દ્વારા અફઘાનિસ્તાનને મિત્રતાના ઉદાહરણ...
ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા હોમગાર્ડ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. હોમગાર્ડની નિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરાયો છે. હવે હોમગાર્ડ 55 વર્ષના બદલે 58 વર્ષે નિવૃત્તિ લઈ શકશે.
રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને ઈમરજન્સીની સ્થિતિમાં પોલીસ વિભાગને મદદરૂપ બનતા હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકારે આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. અત્યાર સુધી હોમગાર્ડ જવાનોની નિવૃત્તિની વયમર્યાદા 55 વર્ષ હતી, તેમાં 3 વર્ષનો વધારો કરાયો છે. હવે હોમગાર્ડ જવાનો 58 વર્ષની ઉંમરે રિટાયર થશે. એટલે કે હોમગાર્ડ ત્રણ વર્ષ વધુ ફરજ બજાવી શકશે.
રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો. રાજ્ય સરકારે મુંબઈ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953ના નિયમ 9માં આ અંગે સુધારો કરવા નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યમાં હોમગાર્ડ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ સેવા આપી રહ્યાં છે. હોમગાર્ડ્ઝના જવાનો માનદ્દ સેવા આપીને ચૂંટણી બંદોબસ્ત, ટ્રાફિક ફરજ, નાઈટ પેટ્રોલિંગ, વીઆઈપી બંદોબસ્ત, ધાર્મિક-મેળા બંદોબસ્ત સહિતની ફરજો ખંતપૂર્વક નિભાવે છે. આ નિર્ણયથી હોમગાર્ડઝમાં રાષ્ટ્ર સેવા માટેનો જુસ્સો વધશે. તેઓને ત્રણ વર્ષ વધુ રાષ્ટ્ર અને સમાજની સેવાની તક મળશે. તેઓ વધુ સારી રીતે પોતાની કૌટુંબિક અને સામાજિક જવાબદારી નિભાવી શકશે.
નોંધનીય છે કે રાજ્યમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા જવાનોને 2022 પહેલાં પ્રતિદિન 300 રૂપિયાનું માનદ્ વેતન મળતું હતું. ગઈ તા. 31 નવેમ્બર 2022ના રોજ રાજ્ય સરકારે હોમગાર્ડના વેતનમાં 50 ટકાનો વધારો કરી પ્રતિદિન રૂપિયા 450 કર્યો હતો.