યુ એ ઇ ના અબુધાબીમાં બીયર બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. ઇસ્લામમાં દારૂ પીવા પર સખત પાબંધી છે તેમ છતાં યુ...
છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ રાજ્યમાં સત્તા પર છે. ગુજરાત ભાજપનો ગઢ અને ભાજપની રાજનીતિની પ્રયોગશાળા છે.એમાં પણ છેલ્લી બે લોકસભામાં ૨૬/૨૬ બેઠકો...
એક શેઠ ખૂબ જ શ્રીમંત. સાત પેઢી સુધી ખૂટે નહિ એટલી ધન દોલત.શેઠ બાહોશ વેપારી અને સતત વેપાર વધારતા જ જતા હતા.જીવનમાં...
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની (Jammu and Kashmir) શાળા શિક્ષણ વિભાગે કેન્દ્રશાસિત પ્રદેશની તમામ શાળાઓમાં સવારે રાષ્ટ્રગાન ફરજિયાત બનાવવાના નિર્દેશ આપ્યા હતા. બુધવારે જારી કરાયેલા...
ભારતમાં નવી સરકારનું ગઠન થઇ ગયું છે. એન ડી એ ની સરકાર બની છે અને વડા પ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી...
“ભર ઉનાળે, મે મહિનામાં સુરેન્દ્રનગરના ખારાઘોડા વિસ્તારમાં વગર વરસાદે પૂર આવ્યાં.” આવું કોઈ સાંભળે તો કહે કે કહેતા ભી દિવાના ઔર સુનતા...
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ત્રીજી વખત સરકાર રચાઇ છે. મોદીએ હાલમાં પોતાના મંત્રીમંડળમાં ૭૧ મંત્રીઓને શામેલ કર્યા છે. આ મંત્રીઓ અંગે...
વાડી સ્વામીનારાયણ મંદિરના બળાત્કારી સ્વામીનો પોલીસને હજુ કઇ પતો મળ્યો નથી મંદિરે વર્ષોથી દર્શન માટે આવતા 17જેટલા ભક્તોના નિવેદનો લેવાયાં (પ્રતિનિધિ) વડોદરા...
સ્કૂલ વાહનમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડનાર તથા પ્રાઇવેટ વાહનો હોવા છતાં નિયમનો ભંગ કરી સ્કૂલમાં વાન ફેરવતા વાહન ચાલકોના આણંદમાં પોલીસે...
આરોપી બાળકીને ત્રણ મહિના સુધી એક જ રૂમમાં ગોંધી રાખી હતી. વડોદરા સાવલી વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં એક પરિવારમાં નજીકના સંબંધી...
સુરતઃ લાંબા સમય બાદ સુરતના જિલ્લા રજિસ્ટ્રાર (ધિરનાર) દ્વારા વ્યાજખોરો સામે પગલાં ભરવા આવ્યા છે અને મંજૂર લાયસન્સની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી સામાન્ય...
વડોદરા: ઓકટ્રોય નાબુદી બાદ હવે રાજ્ય સરકાર કરવેરાની આવકમાંથી વિકાસ માટે મહાનગરપાલિકા અને નગરાપાલિકાઓને નાણાં આપે છે.ત્યારે આચાર સંહિતાના કારણે ચેક ન...
પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર ને લઈને વિરોધ વંટોળી યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ગોધરા શહેરમાં એમજીવીસીએલ...
વડોદરા માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલે જમીનોના કૌભાંડોની ફરિયાદોના કારણે નારાજગી અને ભોગ બનનારની લાગણી સાથે વડોદરા કલેકટરને પત્ર લખ્યો છે.છેલ્લા ૩...
નસવાડી કલેડીયા રોડ ઉપર અશ્વિન નદીમાં અજાણ્યા પુરુષ ની લાશ મળતા પોલીસે આ લાશ ને વડોદરા કોલ્ડ રૂમ માં મોકલી જયારે પોલીસ...
ગરબાડા આરોગ્ય વિભાગની ટીમે જેસાવાડા ખાતે દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.તેમજ આરોગ્ય વિભાગની ટીમે મેડિસિન તેમજ દવાનો જથ્થો જપ્ત કરી...
18મી લોકસભાના સ્પીકર કોણ હશે આ સવાલનો જવાબ 26 જૂને મળશે. લોકસભા સ્પીકરની ચૂંટણી 26 જૂને થવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ...
સ્વામીનો વ્યાભિચારી વીડિયો સામે આવતા હરિભક્તોમાં રોષ ભડક્યો લંપટો સામે કાયદાનો દંડ ઉગામો નહીં તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી(પ્રતિનિધિ) નડિયાદ, તા.13સ્વામીનારાયણ સંપ્રદાયના...
ગાંધીનગર: રાજ્યમાં ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં પાસ થવું ફરજિયાત હતું. આ નિયમને શિક્ષણ બોર્ડ દ્વારા રદ કરીને...
પલસાણા: ઉમરપાડાના ઉચવાણ ગામના કબ્રસ્તાનમાં બે યુવાનની હત્યા કરી દફનાવી દેવાના પ્રકરણમાં સુરત જિલ્લા એલસીબી દ્વારા ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી છે....
શિવરાજપુરના ભાટ ગામે કેરેવાન સરાઈ રિસોર્ટમાં હાલોલની પુરવઠાની ટીમ ત્રાટકી, સિલિન્ડરનો ઉપયોગ નિયમ વિરૂદ્ધ વ્યવસાયિક હેતુ માટે કરાતો હતો હાલોલ: હાલોલ મામલતદાર...
મગરની સંખ્યા વધી જતાં નર્મદાના કિનારે ઉતરવું મુશ્કેલ થઈ ગયું નસવાડી: કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે નર્મદા નદીમાં નહાવા પડેલા યુવાનને મગર ખેંચી...
અજીત ડોભાલને ફરી એકવાર ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અજીત ડોભાલને ત્રીજી વખત ભારતના...
સાપુતારા: રાજય સરકારનું શિક્ષણ વિભાગ છેવાડેનાં ડાંગ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી હોવાની ગુલબાંગો ફેંકી રહ્યું છે. પરંતુ અહી ડાંગ જિલ્લામાં અમુક...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024ની પહેલી ત્રણ મેચ ભારત ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં રમ્યું હતું. આર્યલેન્ડ, પાકિસ્તાન અને છેલ્લે અમેરિકા સામે આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમને જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિ...
અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડ મામલે સુઓમોટો કેસ દાખલ કર્યા બાદ આજે તા. 13મી જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટમાં ત્રીજી સુનાવણી હાથ ધરવામાં આવી હતી....
અન્નુ કપૂર સ્ટારર ફિલ્મ ‘હમારે બારહ’ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મને લઈને...
કુવૈતમાં (Kuwait) બિલ્ડિંગમાં લાગેલી આગમાં મોટાભાગના ભારતીયોના મોત થયા છે. કુલ 49 મૃતકોમાંથી 40 ભારતીય છે. કુવૈતી સત્તાવાળાઓ મૃતકોના મૃતદેહની ઓળખ માટે...
મુંબઇ: સલમાન ખાનના (Salman Khan) ઘરની બહાર ફાયરિંગના (Firing) મામલામાં ગુરુવારે અપડેટ સામે આવ્યું હતું. હવે આ કેસમાં સલમાન ખાન અને તેમના...
વડોદરા:
પેન્શનધારકો માટે રાહતના સમાચાર છે. જીવન પ્રમાણપત્ર મેળવવા માટે પેન્શનધારકોએ હવે કોઈ ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પરંતુ પેન્શનધારકો તેમની નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકશે.
પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા આ સુવિધા માટે અનુરોધ કરી શકે છે
પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રેઝરી, બેંક અથવા સંબધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. જેના માટે દૂર-દૂરના વિસ્તારમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવા ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ખર્ચ થતો હોય છે. પરંતુ હવે ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા અપાઇ રહી છે. આ માટે રૂપિયા ૭૦ની ફી નિર્ધારીત કરાઈ છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે અને પેન્શન મળવામાં કોઈ અડચણ નહીં થાય.
પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે,”ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે ૨૦૨૦માં કેન્દ્રીય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર શરૂ કરવા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ડોર સ્ટેપ સેવા શરૂ કરી હતી. જે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ સુવિધાનો લાભ મેળવવા પેન્શનધારકો પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા ઓનલાઇન અનુરોધ કરી શકે છે. પોસ્ટ વિભાગની પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે તેમજ તેની સાથે પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેન્શનની રકમ આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતામાં મેળવી શકશે.
*******