કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ગુ. મિત્ર તા. ૨૧/૧૨/૨૦૨૪ ના સમાચાર મુજબ ૧૭ ખેડૂતો ફરી “ભૂમિહીન” ગુ. મિત્ર દૈનિક દરરોજ રેતી-માટી-ખનન, સરકારી કૌંભાડોનો પર્દાફાશ કરતું જ હોય છે. એક જાગૃત અખબાર છે, સમાચાર મુજબ ૧૭ આદિવાસી ખેડૂતોને ભૂદાન દ્વારા મળેલ જમીનને ૬૦ વર્ષ પછી ભૂ માફિયાઓ અને તલાટી- મામલતદાર મળીને જમીન સમતળ કરવાની લાલચ આપી અંગુઠો પડાવી લઈને એમની જમીનની માટી ખોદીને ખીણ બનાવી દીધી. ફરીથી તેઓને ભૂમિહીન બનાવી દીધા. ભૂદાન દ્વારા મળેલી જમીનમાં તમો ખેતી જ કરી શકો. તમો કોઈને વેચી શકો નહીં. આ જમીન ઉપર ખેડૂતોની ત્રીજી પેઢી નભી ગઈ, દક્ષિણ ગુજરાતના વિકાસના સંદર્ભમાં જોઈએ ત્યાં આવી શરતોની કેટલીએ જમીન આ ભૂમાફિયા હડપ કરી ગયા.
ભૂમાફિયા એટલે આજના રાજકરણીઓ નેતાઓ મંત્રીઓ જ સાથે ૬૦૦૦ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું. આઝાદી પછીની તત્કાલીન સરકાર પાસે કોઈ વધારે વેરાકીય આવક હતી નહીં છતાં પણ વૃક્ષો બાબતે બહુ જ સજાગ હતી, રોડની બંને બાજુ એક- એક ઝાડને ગેરુ કલર મારીને માવજત કરવામાં આવતી હતી. હવે રોડની બંને બાજુ એકેય ઝાડ જોવા મળતું નથી. મારા બાળપણમાં ૫૦ વર્ષ પહેલાં હું ૧૦ વર્ષનો હતો ત્યારે આ ગેરુ કલર વાળા ઝાડ જોઈને આશ્ચર્યચકિત થઈ જતો હતો. વિકાસ થવો જોઈએ પરંતુ ખેતીલાયક જમીન અને પર્યાવરણના ભોગે નહીં. છેલ્લાં ૩૦ વર્ષમાં વિકાસની સામે વન વિભાગની કામગીરી બહુ જ પુઅર છે. વિનોબા ભાવેજીના ભૂ-દાન પક્ષની રાખ હાલ હવામાં ઊડી ગઈ છે.
કીમ – પી. સી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.