Latest News

More Posts

મણિપુરમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં હિંસાને જોતા NPPએ ભાજપની આગેવાની હેઠળની સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે. પરંતુ રાજ્યમાં હજુ પણ ભાજપની સરકાર રહેશે કારણ કે પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી છે. મળતી માહિતી મુજબ NPPએ રાજ્યમાં ચાલી રહેલી હિંસા રોકવાના સીએમ એન બિરેન સિંહના પ્રયાસો પર પણ સવાલ ઉઠાવ્યા છે. નેશનલ પીપલ્સ પાર્ટીએ રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારને જવાબદાર ગણાવી છે.

રાજ્યમાં ભાજપ સરકારને કોઈ અસર નહીં થાય
હાલમાં એનપીપીનું સમર્થન લીધા પછી પણ મણિપુરમાં ભાજપની આગેવાનીવાળી સરકાર પર કોઈ ખાસ અસર થવાની નથી, કારણ કે રાજ્યમાં 60 વિધાનસભા બેઠકો સાથે ભાજપ પાસે 32 બેઠકો છે. આ રીતે ભાજપ કોઈપણ સમર્થન વિના રાજ્યમાં સરકાર ચલાવી શકે છે, કારણ કે બહુમતી માટે, ભાજપને કોઈના સમર્થનની જરૂર નથી. અન્ય પક્ષોની વાત કરીએ તો નાગા પીપલ્સ ફ્રન્ટ પાસે પાંચ, NPP સાત, જનતા દળ (યુ)ને છ, અપક્ષ ઉમેદવારો ત્રણ, કોંગ્રેસ પાસે પાંચ અને કેપીએ પાસે બે બેઠકો છે.

ગૃહમંત્રીએ મણિપુર હિંસા મામલે બેઠક બોલાવી
મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસાના અવાર-નવાર અહેવાલો આવી રહ્યા છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે મણિપુરની સ્થિતિને લઈને રાષ્ટ્રીય રાજધાનીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી છે. આ બેઠકમાં અમિત શાહે મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી, આ સિવાય તેઓ આવતીકાલે આ મુદ્દે વિગતવાર બેઠક કરશે.

To Top