Latest News

More Posts

સુવિધાના અભાવે નાગરિકોને કામકાજ છોડીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી :

( પ્રતિનિધિ )વડોદરા, તા.15

પીએમ મોદીના ડિજિટલ સ્વપ્નને સાકાર કરવા અનેક કાર્યક્રમો યોજાયા, લોકોને સુવિધા મળી રહે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યા. પરંતુ વડોદરામાં તંત્રની બેદરકારી અપૂરતી સુવિધાના અભાવે લોકો હાલાકી વેઠવા મજબુર બન્યા છે. શહેરના સમા ઉત્તર ઝોન મામલાત્તદારની કચેરી ખાતે લોકોની લાંબી કતારો લાગી રહી છે. ત્યારે કર્મચારીઓ સમયસર નહીં આવતા હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા હતા.

વડોદરામાં રેશનકાર્ડનું કેવાયસી કરવા લોકોને ત્રસ્ત કરી દીધા છે. વહેલી સવારથી જ લોકો કતારમાં ઊભા રહે છે. ત્યારે, શહેરના સમા ઉત્તર ઝોન મામલાત્તદારની કચેરી ખાતે લોકોની લાંબી કતારો લાગી રહી છે. નાગરિકોને કામકાજ છોડીને લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી છે. સિનિયર સિટીઝન ને પણ ધક્કા ખાઈને હેરાન પરેશાન થયું છે. કર્મચારીઓ સમયસર નહીં આવતા હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા કર્યા હતા. એક જ દિવસમાં 100 થી 150 જેટલી ટોકન આપવામાં આવે છે. એક નાગરિકે જણાવ્યું હતું કે, અમે છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છીએ, પણ હજી સુધી અમારું કેવાયસી નથી થયું. ઓફિસ 11:00 વાગે ખુલે છે. લાઈનમાં લોકો એટલા હેરાન થઈ રહ્યા છે. અમે કામ ધંધા છોડીને આવીએ છે. ખરેખર સુવિધા વધુ કરવી જોઈએ. જેથી કરીને હેરાનગતિ ન થાય. વધુ એક સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે, હું ગઈકાલે ગોરવા ગયો હતો. જ્યાં જન સંપર્ક ઓફિસ ખોલી છે. પરંતુ ત્યાં આ રેશનકાર્ડનું કામ થતું નથી. જેથી કરીને એ લોકોએ મને અહીંયા રિફર કર્યો છે. પરંતુ અહીં આવીએ છે, તો એટલી મોટી લાઈન હોય છે. કોઈ વ્યવસ્થા નથી. કોઈ જોવાવાળું નથી કે, આ કંટ્રોલ કરે. લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. ખરેખર તો સિનિયર સિટીઝનો માટે એક અલગથી વ્યવસ્થા હોવી જોઈએ. લોકો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. જ્યારે ફરજ પર હાજર કર્મચારીએ જણાવ્યું હતું કે, જેટલા પણ લોકો આવે છે. સવારથી સાંજ સુધી આ કામગીરી ચાલે છે અને બધા જ કેવાયસી કરીને જ જાય છે. જે લોકો આક્ષેપ કરી રહ્યા છે. બધી ખોટી વસ્તુ છે. દરરોજ 150 જેટલી ટોકન આપે છે અને જેટલા પણ પરિવારો આવે છે કામ અર્થે એમનું કામ અમે પૂરું કરીએ જ છીએ. સ્ટાફના અભાવે કોઈ તકલીફ પડતી હોય એવી કોઈ બાબત નથી. પરંતુ રેશનકાર્ડમાં વધારે નામ હોય જેથી કરીને કેવાયસી કરવામાં થોડું મોડું થતું હોય છે.

To Top